________________
દશમ પ્રકરણ
અન્ય નિયુક્તિઓ
આ પહેલાં જ કહેવામાં આવી ગયું છે કે આચાર્ય ભદ્રબાહુએ દસ સૂત્રગ્રંથો પર નિર્યુક્તિ લખવાની પ્રતિજ્ઞા કરી હતી. આ દસ નિર્યુક્તિઓમાંથી આઠ ઉપલબ્ધ છે અને બે અનુપલબ્ધ. આ આઠ નિર્યુક્તિઓનો પરિચય ક્યાંક સંક્ષેપમાં તો ક્યાંક વિસ્તારથી આપવામાં આવી ગયો છે. તે ઉપરાંત પિંડનિર્યુક્તિ, ઓનિર્યુક્તિ, પંચકલ્પનિર્યુક્તિ, નિશીથનિર્યુક્તિ તથા સંસક્તનિયુક્તિ પણ મળે છે. સંસક્તનિયુક્તિ ઘણા પાછળના કોઈ આચાર્યની રચના છે. પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ અને પંચકલ્પનિર્યુક્તિ સ્વતન્ત્ર નિર્યુક્તિગ્રંથો ન હોતાં ક્રમશઃ દશવૈકાલિકનિર્યુક્તિ, આવશ્યકનિર્યુક્તિ અને બૃહત્કલ્પનિયુક્તિનાં જ પૂરક અંગ છે. નિશીથનિર્યુક્તિ પણ એક રીતે આચારાંગનિર્યુક્તિનું જ અંગ છે કેમકે આચારાંગનિર્યુક્તિના અંતમાં સ્વયં નિર્યુક્તિકારે લખ્યું છે કે પંચમ ચૂલિકા નિશીથની નિર્યુક્તિ હું પછીથી કરીશ. આ નિર્યુક્તિ નિશીથભાષ્યમાં એ રીતે સમાવિષ્ટ થઈ ગઈ છે કે તેને અલગ નથી કરી શકાતી. ગોવિન્દ્રાચાર્યકૃત એક અન્ય નિર્યુક્તિ અનુપલબ્ધ છે.
૧. પંચમૂનિસીદું તસ્ય ય ર્િં મળીમિ । –આચારાંગનિર્યુક્તિ, ગા. ૩૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org