________________
૧૩૨
શ્રુતજ્ઞાન :
શ્રુતજ્ઞાનની ચર્ચા કરતાં કહેવામાં આવ્યું છે કે લોકમાં જેટલા પણ પ્રત્યેકાક્ષર છે અને જેટલા પણ તેમના સંયોગ છે તેટલી જ શ્રુતજ્ઞાનની પ્રકૃતિઓ હોય છે. સંયુક્ત અને અસંયુક્ત એકાક્ષરોના અનંત સંયોગ હોય છે અને તેમાંથી પણ પ્રત્યેક સંયોગના અનંત પર્યાય હોય છે.` શ્રુતજ્ઞાનનો ચૌદ પ્રકારના નિક્ષેપોથી વિચાર કરવામાં આવે છે. તે ચૌદ પ્રકાર આ છે : અક્ષર, સંશી, સમ્યક્, સાદિક, સપર્યવસિત, ગમિક અને અંગપ્રવિષ્ટ - આ સાત અને સાત તેમના વિરોધી.૨
અક્ષર ત્રણ પ્રકારનો છે : સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. જેટલા પણ લિપિભેદ છે તે બધા સંજ્ઞાક્ષરને કારણે છે. જેનાથી અર્થની અભિવ્યક્તિ થાય છે તેને વ્યંજનાક્ષર કહે છે. અક્ષરની ઉપલબ્ધ અર્થાત્ લાભને લધ્યક્ષર કહે છે. તે વિજ્ઞાનરૂપ છે, ઈન્દ્રિય-મનોનિમિત્તક છે તથા આવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. આમાંથી સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષ૨ દ્રવ્યશ્રુતરૂપ છે તથા લધ્યક્ષ૨ ભાવશ્રુતરૂપ છે. શ્રુતજ્ઞાનના પ્રસંગને દૃષ્ટિમાં રાખતાં ભાગ્યકારે તે પણ સાબિત કર્યું છે કે એકેન્દ્રિયાદિ અસંશી જીવોને અક્ષરનો લાભ (લબ્ધક્ષ૨) કેવી રીતે થાય છે.૪ ઉિિસત, નિઃશ્વસિત, નિમ્રૂત, કાસિત, ભુત, નિઃસંધિત, અનુસ્વાર, સેષ્ટિત વગેરે અનક્ષર છે.
3
જેને સંજ્ઞા હોય છે તેને સંશી કહે છે. સંજ્ઞા ત્રણ પ્રકારની છે : કાલિકી, હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી. કાલિકી સંજ્ઞાવાળો અતીત અને અનાગત વસ્તુનું ચિંતન કરવા સમર્થ હોય છે. હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળો જીવ સ્વદેહપરિપાલનની દૃષ્ટિથી ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુનો વિચાર કરતો કરતો તેમાં પ્રવૃત્ત અથવા નિવૃત્ત થાય છે. આ સંજ્ઞા ઘણું કરી સાંપ્રતકાલીન અર્થાત્ વર્તમાનકાળમાં જ થાય છે. અતીત અને અનાગતની ચિંતા આનો વિષય નથી થતો. ક્ષાયોપમિક જ્ઞાનમાં વર્તમાન સભ્યદૃષ્ટિ જીવ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળો છે. આ દૃષ્ટિએ મિથ્યાદષ્ટિ અસંશી છે.” પૃથિવી, અપ્, તેજસ્, વાયુ અને વનસ્પતિમાં ઓઘસંજ્ઞા (વૃત્ત્વારોહણાદિ અભિપ્રાયરૂપ) હોય છે. દ્વીન્દ્રિયાદિમાં હેતુસંજ્ઞા રહે છે. સુર, નારક અને ગર્ભોદ્ભવ પ્રાણીઓમાં કાલિકી સંજ્ઞા હોય છે. છદ્મસ્થ સભ્યદૃષ્ટિ જીવોમાં દૃષ્ટિવાદ સંજ્ઞા રહે છે. કેવલીઓમાં કોઈ પ્રકારની સંજ્ઞા નથી હોતી, કેમકે સ્મરણ, ચિંતા વગેરે મતિ-વ્યાપારોથી તેઓ વિમુક્ત હોય છે, આથી તેઓ સંજ્ઞાતીત છે.
૧.
ગા. ૪૪૪-૫.
૪. ગા. ૪૭૪-૬.
૭. ગા. ૫૧૫-૭.
આગમિક વ્યાખ્યાઓ
Jain Education International
૨. ગા. ૪૫૩-૪.
૫. ગા. ૫૦૧ (નિર્યુક્તિ)
૮. ગા. ૫૨૩-૪.
For Private & Personal Use Only
૩. ગા. ૪૬૪-૭.
૬. ગા. ૫૦૪-૮.
www.jainelibrary.org