________________
૧૩૮
આગમિક વ્યાખ્યાઓ
ઉપકાર કરે છે. જે શ્રુતવિહિત સંઘ છે તે ભાવતીર્થ છે, તેમાં રહેનાર સાધુ તારક છે. જ્ઞાનાદિ ત્રિક તરણ છે તથા ભવસમુદ્ર તરણીય છે. તીર્થનો બીજો અર્થ એ પણ થઈ શકે કે જે દાહોપશમન, તૃષ્ણાચ્છેદ તથા મલક્ષાલનરૂપ અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન તથા ચારિત્રરૂપ ત્રણ અર્થોમાં સ્થિત છે તે ત્રિસ્થ (તિત્વ) અર્થાત્ તીર્થ છે. તે પણ સંઘ જ છે. તીર્થ (તિત્વ)નો અર્થ વ્યર્થ પણ થઈ શકે છે અર્થાત્ જે ક્રોધાગ્નિદાહોપશમન વગેરે ઉપર્યુક્ત ત્રણ અર્થોની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે તે ત્યર્થ – તિત્વ – તીર્થ છે.આ અર્થ પણ સંઘરૂપ જ છે. જે ભાવતીર્થની સ્થાપના કરે છે અર્થાત્ તેને ગુણરૂપે પ્રકાશિત કરે છે તેમને તીર્થંકર હિતાર્થકર કહે છે. તીર્થંકરોનાં પરાક્રમ, જ્ઞાન, ગતિ વગેરે વિષયો પર પણ આચાર્યે પ્રકાશ પાડ્યો છે.પ ત્યાર પછી વર્તમાન તીર્થના પ્રણેતા ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે. તદુપરાન્ત તેમના એકાદશ ગણધર વગેરે અન્ય પૂજ્ય પુરુષોને વંદન કર્યાં છે. ત્યાર પછી સર્વપ્રથમ આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરીને સામાયિક નામક પ્રથમ અધ્યયનનું વિવેચન કરવાની પ્રતિજ્ઞા કરી છે. ‘નિર્યુક્તિ’ શબ્દનું વિશેષ વ્યાખ્યાન કરતાં ભાષ્યકાર કહે છે કે સૂત્રના નિશ્ચિત અર્થની વ્યાખ્યા કરવી એ જ નિર્યુક્તિ છે.” સૂત્રાદિની રચના કેવી રીતે થાય છે, તે તરફ સંકેત કરતાં બતાવવામાં આવ્યું છે કે જિનો અર્થભાષક છે તથા ગણધરો સૂત્રગ્રંથક છે. શાસનનું હિતાર્થ જ સૂત્રની પ્રવૃત્તિ છે. અર્થપ્રત્યાયક શબ્દમાં અર્થનો ઉપચાર કરવામાં આવે છે અને એ જ રીતે અર્થનો અભિલાપ થાય છે. સૂત્રમાં અર્થવિસ્તાર અધિક છે આથી તે મહાર્થ છે. જ્ઞાન અને ચારિત્ર :
સામાયિકાદિ શ્રુતનો સાર ચારિત્ર છે, ચારિત્રનો સાર નિર્વાણ છે. ચારિત્રને પ્રધાન એટલા માટે કહેવામાં આવે છે કે તે મુક્તિનું પ્રત્યક્ષ કારણ છે. જ્ઞાનથી વસ્તુની યથાર્થતા-અયથાર્થતાનું પ્રકાશન થાય છે અને તેનાથી ચારિત્રની વિશુદ્ધિ થાય છે, આથી જ્ઞાન ચારિત્ર-વિશુદ્ધિનું પ્રત્યક્ષ કારણ છે. એ પ્રમાણે જ્ઞાન અને ચારિત્ર બંને મોક્ષનાં કારણ છે. બંનેમાં અંતર એ જ છે કે જ્ઞાન ચારિત્ર-શુદ્ધિનું કારણ હોવાથી મોક્ષનું વ્યવહિત કારણ છે, જ્યારે ચારિત્ર મોક્ષનું અવ્યવહિત કારણ છે. બીજી વાત એ છે કે જ્ઞાનનો ઉત્કૃષ્ટતમ લાભ (કેવલજ્ઞાન) થઈ ગયા છતાં પણ જ્યાં
૧. ગા. ૧૦૨૫-૩૧.
૪. ગા. ૧૦૪૭.
દ. ગા. ૧૦૫૭-૬૮. ૮.
ગા. ૧૦૯૫-૧૧૨૫.
Jain Education International
૨. ગા. ૧૦૩૨.
૫. ગા. ૧૦૪૯-૧૦૫૩
૭. ગા. ૧૦૮૬.
૯. ગા. ૧૧૨૬-૧૧૩૦.
---
For Private & Personal Use Only
૩. ગા. ૧૦૩૫-૭.
www.jainelibrary.org