________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૩૭
નિક્ષેપ :
નિક્ષેપના ત્રણ ભેદ છે : ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન તથા સૂત્રાલાપકનિષ્પન્ન. શ્રુતના અંગ, અધ્યયન વગેરે સામાન્ય નામ ઓઘ છે. પ્રસ્તુત સામાયિક શ્રુતનું ઓઘ ચાર પ્રકારનું છે : અધ્યયન, અફીણ, આય તથા ક્ષપણા. શુભ અધ્યાત્માનયનનું નામ અધ્યયન છે. એ બોધ, સંયમ, મોક્ષ વગેરેની પ્રાપ્તિમાં હેતુભૂત છે. જે અનવરત વૃદ્ધિ તરફ અગ્રેસર છે તે અક્ષણ છે. જેનાથી જ્ઞાનાદિનો લાભ થાય છે તે આય છે. જેનાથી પાપકર્મોની નિર્જરા થાય છે તે ક્ષપણા છે. પ્રસ્તુત અધ્યયનનું એક વિશેષ નામ (સામાયિક) છે. આ જ નામ નિક્ષેપ છે. “મિ ભંતે !” વગેરે સૂત્રપદોનો વાસ જ સૂત્રાલાપકનિક્ષેપ છે. અનુગમ :
અનુગમ બે પ્રકારનો છે : નિકુંજ્યનુગમ તથા સૂત્રાનુગમ. નિર્યુક્તિના પુનઃ ત્રણ ભેદ છે: નિક્ષેપનિર્યુક્તિ, ઉપોદ્ધાતનિર્યુક્તિ તથા સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ. ભાગ્યકારે આ ભેદોનું વિસ્તૃત વર્ણન કર્યું છે.' નય :
કોઈ પણ સૂત્રની વ્યાખ્યા કરતી વખતે બધા પ્રકારના નયોની પરિશુદ્ધિનો વિચાર કરતાં નિરવશેષ અર્થનું પ્રતિપાદન કરી શકાય છે. આ જ નય છે. અહીં ચાર પ્રકારના અનુયોગદ્વારોની વ્યાખ્યા સમાપ્ત થાય છે. ઉપોદઘાત-વિસ્તાર :
ભાષ્યકાર કહે છે કે હવે હું મંગલોપચાર કરીને શાસ્ત્રનો વિસ્તારપૂર્વક ઉપોદ્યાત કરીશ. આ મંગલોપચાર મધ્યમંગલરૂપ છે. હું સર્વપ્રથમ અનુત્તર પરાક્રમી, અમિતજ્ઞાની, તીર્ણ, સુગતિ પ્રાપ્ત તથા સિદ્ધિપથપ્રદર્શક તીર્થકરોને નમસ્કાર કરું છું. જેનાથી તરવામાં આવે છે અથવા જે તારે છે અથવા જેમાં તરી જવાય છે તેને તીર્થ કહે છે. તે નામાદિ ભેદથી ચાર પ્રકારનું છે. સરિત-સમુદ્ર વગેરેનો કોઈ પણ નિરપાય નિયત ભાગ દ્રવ્યતીર્થ કહેવાય છે કેમકે તે દેહાદિ દ્રવ્યને જ તારી શકે છે. જે લોકો એમ માને છે કે નડ્યાદિ તીર્થ ભવતારક છે તેમની આ માન્યતા યોગ્ય નથી કેમકે સ્નાનાદિ જીવનો ઉપઘાત કરનાર છે. તેનાથી પુણ્યોપાર્જન નથી થતું. જો કોઈ એમ કહે કે જાહ્નવીજલાદિક તીર્થરૂપ જ છે કેમકે તેનાથી દાહનાશ, પિપાસોપશમાદિ કાર્ય સમ્પન્ન થાય છે અને તે રીતે તે દેહનો ઉપકાર કરે છે, તે યોગ્ય નથી. એવું માનવાથી મધુ, મધ, માંસ, વેશ્યા વગેરે પણ તીર્થરૂપ થઈ જશે કેમકે તે પણ દેહનો
૧. ૯૫૭-૯૭૦. ૩. ગા. ૧૦૦૮-૧૦૧૧.
૨. ગા. ૯૭૧-૧૦૦૭. ૪. ગા. ૧૦૧૪-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org