________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૩૫ તથા પરપ્રબોધનમાં સમર્થ છે, આથી તેનો જ અનુયોગ અહીં ઉચિત છે. અહીં જે આવશ્યકનો અધિકાર છે તે ધૃતરૂપ જ છે. અનુયોગનો અર્થ છે સૂત્રનું પોતાના અભિધેય સાથે અનુયોજન અર્થાત્ અનુસંધાન; અથવા સૂત્રનો અનુરૂપ પ્રતિપાદનલક્ષણરૂપ વ્યાપાર; અથવા સૂત્રનો અર્થ સાથે અનુ=અણુ છે - સ્ટોક છે, તથા અનુ=પશ્ચાત છે તેની અર્થ સાથે યોજના અર્થાત્ સમ્બન્ધસ્થાપન.
પ્રસ્તુત શાસ્ત્રનું નામ આવશ્યક શ્રુતસ્કન્ધ છે. તેના સામાયિકાદિ જે છ ભેદ છે તેમને અધ્યયન કહે છે. આથી “આવશ્યક', “શ્રુત”, “સ્કન્ધ', “અધ્યયન', વગેરે પદોનો પૃથક-પૃથક અનુયોગ કરવો જોઈએ. “આવશ્યક'નો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર પ્રકારનો નિક્ષેપ થાય છે. આમાંથી પ્રસ્તુત ભાષ્યમાં દ્રવ્યાવશ્યકની આગમ અને નોઆગમરૂપે વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે. અધિકાક્ષર સૂત્રપાઠ માટે કુણાલ નામના રાજપુત્ર તથા કપિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. હીનાક્ષર પાઠ માટે વિદ્યાધર વગેરેનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. ઉભય માટે બાલ તથા આતુર માટે અતિભોજન તથા ભેષજવિપર્યયનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. લોકોત્તર નોઆગમરૂપ દ્રવ્યાવશ્યકના સ્વરૂપની પુષ્ટિ માટે સાધ્વાભાસનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ભાવાવશ્યક પણ બે પ્રકારનું હોય છે : આગમરૂપ અને નોઆગમરૂપ. આવશ્યકના અર્થનું ઉપયોગરૂપ પરિણામ આગમરૂપ ભાવાવશ્યક છે. જ્ઞાનક્રિયોભયરૂપ પરિણામ નોઆગમરૂપ ભાવાવશ્યક છે. નોઆગમરૂપ ભાવાવશ્યકના ત્રણ પ્રકાર છે : લૌકિક, લોકોત્તર તથા કુબાવચનિક. આ ત્રણમાંથી લોકોત્તર ભાવાવશ્યક પ્રશસ્ત છે આથી શાસ્ત્રમાં તેનો જ અધિકાર છે.
આવશ્યકના પર્યાયો આ છે : આવશ્યક, અવશ્યકરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશુદ્ધિ, અધ્યયનષક, વર્ગ, ન્યાય, આરાધના, માર્ગ. ભાષ્યકારે આ નામોની સાર્થકતા પણ બતાવી છે. આ જ રીતે શ્રત, સ્કન્ધ વગેરેનો પણ નિક્ષેપ-પદ્ધતિથી વિચાર કરવામાં આવ્યો છે. શ્રતનાં એકાર્થક નામ આ છે : શ્રુત, સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ. સ્કન્ધના પર્યાય આ છે : ગણ, કાય, નિકાય, સ્કન્ધ, વર્ગ, રાશિ, કુંજ, પિંડ, નિકર, સંઘાત, આકુલ, સમૂહ.
આવશ્યક શ્રુતસ્કન્ધના છ અધ્યયનોનો અર્થાધિકાર આ પ્રમાણે છે : સામાયિકાધ્યયનનો અર્વાધિકાર સાવઘયોગવિરતિ છે, ચતુર્વિશતિસ્તવનો અર્થાધિકાર ગુણોત્કીર્તન છે, વન્દનાધ્યયનનો અર્થાધિકાર ગુણી ગુરુની પ્રતિપત્તિ છે, પ્રતિક્રમણનો
૧. ગા. ૮૩૭-૮૪૦. ૪. ગા. ૮૬૯-૮૭૦.
૨. ગા. ૮૪૧-૨. ૫. ગા. ૮૭૨-૩.
૩. ગા. ૮૪૭-૮૬૮. ૬. ગા. ૮૯૪. ૭. ગા. ૯OO.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org