________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૩૩ અંગપ્રવિષ્ટ આચારાદિ શ્રુત તથા અનંગપ્રવિષ્ટ આવશ્યકાદિ શ્રુત સમ્યકુશ્રુતની કોટિમાં છે. લૌકિક મહાભારતાદિ શ્રુત મિથ્યાશ્રુત છે. સ્વામિત્વની દૃષ્ટિએ વિચાર કરતાં સમ્યગ્દષ્ટિપરિગૃહીત લૌકિક શ્રુત પણ સમ્યકુશ્રુતની કોટિમાં આવી જાય છે
જ્યારે મિથ્યાષ્ટિપરિગૃહીત આચારાદિ સમ્યકશ્રુત પણ મિથ્યાશ્રુતની કોટિમાં ચાલી જાય છે. તાત્પર્ય એ છે કે સમ્યક્તપરિગૃહીત શ્રત સમ્યફ હોય છે. સમ્યક્ત પાંચ પ્રકારનું છે : ઔપશમિક, સાસ્વાદન, લાયોપથમિક, વેદક તથા ક્ષાયિક, ભાષ્યકારે આ પ્રકારોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.'
દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ શ્રુત પંચાસ્તિકાયની જેમ અનાદિ તથા અપર્યવસિત – અનંત છે અને પર્યાયાસ્તિક નયની દૃષ્ટિએ જીવના ગતિપર્યાયોની જેમ સાદિ તથા સપર્યવસિત – સાન્ત છે. જે વાત ઋત માટે કહેવામાં આવી છે તે જ સંસારના સમસ્ત પદાર્થો માટે છે. પ્રત્યેક પદાર્થ પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે તથા નિત્યરૂપથી સ્થિત રહે છે. આ જ રીતે સુખ-દુઃખ, બંધ-મોક્ષ વગેરેનો સભાવ સિદ્ધ કરી શકાય છે.
ગમનો અર્થ થાય છે ભંગ અર્થાત ગણિતાદિ વિશેષ. તે જેમાં હોય તેને ગમિક કહેવાય છે. અથવા ગમનો અર્થ છે સદશ પાઠ. તે જેમાં વધારે હોય તેને ગમિક કહે છે. જે શ્રુતમાં આ પ્રકારની સામગ્રી ન હોય તે અગમિક શ્રત છે.*
દ્વાદશાંગરૂપ ગણધરકૃત શ્રતને અંગપ્રવિષ્ટ કહે છે તથા અનંગરૂપ સ્થવિરકૃત શ્રતને અંગબાહ્ય કહે છે. અથવા ગણધરપૃષ્ટ તીર્થકરસંબંધી જે આદેશ છે, તેમાંથી નિષ્પન્ન થનાર શ્રુત અંગપ્રવિષ્ટ છે તથા જે મુત્ય અર્થાત્ અપ્રશ્નપૂર્વક અર્થપ્રતિપાદન છે તે અંગબાહ્ય છે. અથવા જે શ્રત ધ્રુવ અર્થાત્ બધા તીર્થકરોનાં તીર્થોમાં નિયત છે તે અંગપ્રવિષ્ટ છે તથા જે ચલ અર્થાત અનિયત છે તે અંગબાહ્ય છે."
ઉપયોગયુક્ત શ્રુતજ્ઞાની બધાં દ્રવ્યોને જાણે છે પરંતુ તેમાંથી પોતાના અચક્ષુદર્શનથી કેટલાકને જ દેખે છે. એવું કેમ? આનો પણ ઉત્તર ભાષ્યકારે આપ્યો છે. જે આઠ ગુણોથી આગમશાસ્ત્રનું ગ્રહણ થાય છે તે આ મુજબ છે : શુશ્રુષા, પ્રતિપૃચ્છા, શ્રવણ, ગ્રહણ, પર્યાલોચન, અપોહન (નિશ્ચય), ધારણ અને સમ્યગનુષ્ઠાન. ભાષ્યકારે નિર્યુક્તિસમ્મત આ આઠ પ્રકારના ગુણોનું સંક્ષિપ્ત વિવેચન કર્યું છે.
૪. ગા. ૫૪૯.
૧. ગા. પર૭-૫૩૬. ૫. ગા. ૫૫૦.
૨. ગા. ૫૩૭. ૬. ગા. ૫૫૩-૫.
૩. ગા. ૫૪૪. ૭. ગા. પ૬૨-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org