________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૩૧ વ્યંજનાવગ્રહ શ્રોત્રાદિ ચાર પ્રકારનો છે. અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયો અને મન-આ છથી ઉત્પન્ન થવાના કારણે પ્રત્યેકના છ ભેદ થાય છે. આ રીતે વ્યંજનાવગ્રહના ૪ તથા અર્થાવગ્રહાદિના ૨૪ મળીને કુલ ૨૮ ભેદ થયા. આ શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ભેદ છે. કેટલાક લોકો અવગ્રહના બે ભેદોને અલગ ન ગણાવતાં અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા-આ ચારેના છ-છ ભેદ કરીને કૃતનિશ્રિત મતિના ૨૪ ભેદ કરે છે અને તેમાં અશ્રુતનિશ્રિત પતિના ઔત્પત્તિકી, વૈનયિકી, કાર્મિકી અને પરિણામિકી આ ચાર ભેદો ઉમેરીને સમગ્ર મતિજ્ઞાનના ૨૮ ભેદ કરે છે.' ભાષ્યકારે આ મતનું ખંડન કર્યું છે. ઉપર્યુક્ત ૨૮ પ્રકારના કૃતનિશ્ચિત મતિજ્ઞાનના બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, નિશ્ચિત અને ધ્રુવ-આ છ તથા તેનાથી વિપરીત છ બીજા-આ રીતે પ્રત્યેકના ૧૨ ભેદ થાય છે. આ રીતે કૃતનિશ્રિત પતિના ૨૮ x ૧૨ = ૩૩૬ ભેદ થાય છે. ત્યાર પછી આચાર્ય સંશય જ્ઞાન છે કે અજ્ઞાન તેની ચર્ચા કરતાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો છે. અવગ્રહાદિની કાળમર્યાદા આ મુજબ છે : અવગ્રહ એક સમયપર્યત રહે છે, ઈહા અને અપાય અંતર્મુહૂર્ત સુધી રહે છે, ધારણા અન્તર્મુહૂર્ત, સંખેયકાલ તથા અસંખ્યયકાલ સુધી રહે છે. આ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છે કે માત્ર નૈૠયિક અર્થાવગ્રહ એક સમયપર્યન્ત રહે છે. વાસનારૂપ ધારણાને છોડીને બાકી વ્યંજનાવગ્રહ એક સમયપર્યન્ત રહે છે. વાસનારૂપ ધારણાને છોડીને બાકી વ્યંજનાવગ્રહ, વ્યાવહારિક અર્થાવગ્રહ, ઈહા વગેરે પ્રત્યેકનો કાળ અન્તર્મુહૂર્ત છે. વાસનારૂપ ધારણા જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની વિશિષ્ટતાને કારણે સંખેય અથવા અસંખ્યય કાળપર્યન્ત રહે છે. ત્યાર બાદ ભાષ્યકારે ઈન્દ્રિયોની પ્રાપ્તકારિતા અને અપ્રાપ્તકારિકાના સામી વ્ય, દૂરતા, કાળ વગેરે સાથે સંબંધ રાખનારી વાતો પર પ્રકાશ પાડ્યો છે. આ પ્રસંગે ભાષા, શરીર, સમુદ્યાત વગેરે વિષયોનો પણ વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે.
મતિજ્ઞાન શેયભેદથી ચાર પ્રકારનું છે. સામાન્ય રીતે મતિજ્ઞાનોપયુક્ત જીવ દ્રવ્યાદિ ચારે પ્રકારોને જાણે છે. આ ચાર પ્રકાર છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. નિર્યુક્તિકારનું અનુસરણ કરતાં આગળની કેટલીક ગાથાઓમાં આભિનિબોધિક જ્ઞાનનો સત્પદપ્રરૂપણતા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબહુવ–આ દ્વારો વડે વિચાર કરવામાં આવ્યો છે. પ્રસંગવશ વ્યવહારવાદ અને નિશ્ચયવાદના પારસ્પરિક મતભેદનું દિગ્દર્શન કરાવવા સાથે બંનેના સ્યાદ્વાદ-સમ્મત સામંજસ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
૧. ગા. ૩૦૦-૨. ૨. ગા. ૩૦૭, ૩. ૩૦૮-૩૩૨. ૪. ગા. ૩૩૩-૪. ૫, ગા. ૩૪૦-૩૯૫, ૬.ગા.૪૦૨-૪. ૭, ગા.૪૦૬-૪૪૨.
Jan Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org