________________
૧૩૯
વિશેષાવશ્યકભાષ્ય સુધી બધા સંવરનો લાભ ન થઈ જાય, ત્યાં સુધી જીવ મુક્ત નથી થતો. આનાથી પણ એ જ સિદ્ધ થાય છે કે સંવર– ચારિત્ર જ મોક્ષનો મુખ્ય હેતુ છે, નહિ કે જ્ઞાન. આથી ચારિત્ર જ્ઞાનથી પ્રધાનતર છે. આચાર્ય જ્ઞાન અને ચારિત્રના સંબંધની પણ ચર્ચા કરી છે. સામાયિક-લાભ :
સામાયિકનો લાભ કેવી રીતે થાય છે? તેનો ઉત્તર આપતાં નિર્યુક્તિકારે કહ્યું છે કે આઠે કર્મ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ વિદ્યમાન હોય ત્યારે જીવને ચાર પ્રકારની સામાયિકમાંથી એકનો પણ લાભ નથી થઈ શકતો. આનું વિવેચન કરતાં ભાષ્યકાર કહે છે કે નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટાકોટિ સાગરોપમ છે, મોહનીયની સત્તર કોટાકોટી સાગરોપમ છે, બાકીના અર્થાત જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયની વીસ કોટાકોટી સાગરોપમ છે તથા આયુની તેત્રીસ સાગરોપમ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, આયુ, મોહનીય તથા અંતરાયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે, નામ અને ગોત્રની આઠ મુહૂર્ત છે તથા વેદનીયની બાર મુહૂર્ત છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતાં છ કર્મો-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર તથા અંતરાયની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય જ છે (ઉત્કૃષ્ટ સંક્લેશ થાય ત્યારે જ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય છે, પરંતુ આયુની સ્થિતિનો બંધ ઉત્કૃષ્ટ અથવા મધ્યમ ગમે તે હોઈ શકે છે. એટલું ચોક્કસ છે કે આ સ્થિતિમાં આયુનો જઘન્ય બંધ નથી થઈ શકતો. મોહનીય છોડીને બાકીના જ્ઞાનાવરણાદિ કોઈની પણ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય ત્યારે મોહનીય અથવા અન્ય કોઈ પણ કર્મની ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિનો બંધ થાય છે, પરંતુ આયુનો સ્થિતિ-બંધ જઘન્ય પણ થઈ શકે છે. સમ્યત્વ, શ્રત, દેવ્રત તથા સર્વવ્રત આ ચાર સામાયિકોમાંથી ઉત્કૃષ્ટ કર્મસ્થિતિવાળો એક પણ સામાયિકની પ્રાપ્તિ નથી કરી શકતો પરંતુ તેનાથી પૂર્વ પ્રતિપન્ન વિકલ્પથી છે અર્થાત થાય પણ છે, નથી પણ થતી (અનુત્તરસુરમાં પૂર્વપ્રતિપન્ન સમ્યત્વ તથા શ્રત હોય છે, બાકીના નહિ). જ્ઞાનાવરણાદિની જધન્ય સ્થિતિવાળાને પણ આ સામાયિકોમાંથી એકનો પણ લાભ નથી થતો કેમકે તેને પહેલાંથી જ એ બધી પ્રાપ્ત હોય છે, એવી સ્થિતિમાં પુનર્લોભનો પ્રશ્ન જ નથી ઊઠતો. આયુની જઘન્ય સ્થિતિવાળાને ન તો તે પહેલાંથી પ્રાપ્ત હોય છે, નથી તે પ્રાપ્ત કરી શકતો. તે પછી સમ્યત્વની પ્રાપ્તિના કારણો પર પ્રકાશ પાડતાં ગ્રંથિભેદનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સામાયિક-પ્રાપ્તિના સ્વરૂપનું
૧. ૩.
ગા. ૧૧૩૧-૨. ગા. ૧૧૮૬.
૨ગા. ૧૧૩૩-૧૧૮૨. ૪. ગા. ૧૧૮૭-૧૧૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org