________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૨૯ અચેતન છે, આથી તેમનાથી જ્ઞાન ઉત્પન્ન નથી થઈ શકતું. ઈન્દ્રિય-મનોજન્ય જ્ઞાનને પરોક્ષ સિદ્ધ કરવા માટે અનેક હેતુ પ્રસ્તુત કરતાં ભાષ્યકારે એ જ નિષ્કર્ષ કાઢ્યો છે કે લૈંગિક અર્થાત અનુમાનજન્ય જ્ઞાન એકાન્તરૂપે પરોક્ષ છે; અવધિ આદિ એકાન્તરૂપે પ્રત્યક્ષ છે; ઈન્દ્રિય મનોજન્ય જ્ઞાન સંવ્યવહારપ્રત્યક્ષ છે. મતિ અને શ્રુત :
મતિ અને શ્રુતના લક્ષણભેદની ચર્ચા કરતાં આચાર્ય કહે છે કે જે વિજ્ઞાન ઈન્દ્રિય-મનોનિમિત્તક તથા શ્રુતાનુસારી છે તે ભાવૠત છે. બાકીનું મતિ છે. બીજી વાત એ છે કે શ્રુત અતિપૂર્વક થાય છે પરંતુ મતિ શ્રુતપૂર્વક નથી થતી. ભાષ્યકારે આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરી છે કે શ્રુત મતિપૂર્વક થાય છે, તેનો શો અર્થ છે? દ્રવ્યશ્રુત અને ભાવસૃત વચ્ચે શું સંબંધ છે? દ્રવ્યશ્રુત અતિપૂર્વક થાય છે અથવા ભાવશ્રુત ?" મતિ અને શ્રુતમાં એક ભેદ એ પણ છે કે શ્રત શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ છે, બાકીની મતિ છે. અહીં એક શંકા થાય છે કે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જો શ્રુત જ છે, તો શ્રોત્રેન્દ્રિયજન્ય અવગ્રહ વગેરેનું શું થશે? જો શ્રોત્રેન્દ્રિયજન્ય અવગ્રહ વગેરે બુદ્ધિને મતિ માનવામાં આવે તો તે શ્રુત નથી થઈ શકતી; ધૃત માનવામાં આવે તો મતિ નથી થઈ શકતી; બંને માનવાથી સંકર દોષનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. આનું સમાધાન કરતાં ભાષ્યકાર કહે છે અમારું પ્રયોજન તે છે કે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ શ્રુત છે, નહિ કે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શ્રુત જ છે. ક્યાંક-ક્યાંક (અશ્રુતાનુસારિણી) શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ મતિ પણ હોય છે. પત્રાદિગત સામગ્રી શ્રુતનું કારણ હોવાથી શબ્દની જેમ દ્રવ્યશ્રુત માનવામાં આવી છે. અક્ષરલાભ ભાવઠુત છે. બાકીની મતિજ્ઞાન છે. અનભિલાષ્ય પદાર્થોનો અનંતમો ભાગ પ્રજ્ઞાપનીય છે. પ્રજ્ઞાપનીય પદાર્થોનો અનંતમો ભાવ ઋતનિબદ્ધ છે. એવું કેમ? કેમકે જેઓ ચતુર્દશપૂર્વધર હોય છે તેઓ પરસ્પર ષસ્થાનપતિત હોય છે અને એટલા માટે જે સૂત્રો છે તે પ્રજ્ઞાપનીય ભાવોનો અનંતમો ભાગ છે. “મતિ અને શ્રુતના ભેદને સ્પષ્ટ કરવા માટે વલ્ક અને શુંબના ઉદાહરણની યુક્તિયુક્ત પરીક્ષા કરતાં ભાષ્યકારે તે સિદ્ધ કર્યું છે કે મતિ વલ્ક સમાન છે અને ભાવહ્યુત શુંબ સમાન છે. આ જ રીતે અક્ષર અને અનક્ષરના ભેદથી પણ શ્રુત અને મતિની વ્યાખ્યા કરી છે. મૂક અને ઈતર ભેદથી મતિ અને શ્રુતના ભેદનો વિચાર કરતાં આચાર્યે એમ પ્રતિપાદન કર્યું છે કે કરાદિચેષ્ટા શબ્દાર્થ જ છે,
૧. ગા. ૯૧. ૫. ગા. ૧૦૬-૧૧૩. ૯. ગા. ૧૫૪-૧૬૧.
૨. ગા. ૯૫. ૩. ગા. ૧૦૦. ૬. ગા. ૧૨૨. ૭. ગા. ૧૨૪. ૧૦. ગા. ૧૬૨-૧૭૦.
૪. ગા. ૧૦૫. ૮. ગા. ૧૪૧-ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org