________________
આવશ્યકનિર્યુક્તિ
૮૩ પુષ્પભૂતિ. ત્યાર પછી અસ્વાધ્યાયિકની નિર્યુક્તિ કરવામાં આવી છે. અસ્વાધ્યાય બે પ્રકારનો છે : આત્મસમુત્ય અને પરસમુત્ય. પરસમુત્યના ફરી પાંચ પ્રકાર છે : સંયમઘાતક, ઔત્પાતિક, સદિવ્ય, વ્યગ્રાહક અને શારીર.' આ પાંચ પ્રકારો ઉદાહરણ પૂર્વક સમજાવવામાં આવ્યા છે. સાથે બહુ જ વિસ્તારથી એ પણ બતાવવામાં આવ્યું છે કે ક્યા કાળ અને કયા દેશ (સ્થાન)માં શ્રમણે સ્વાધ્યાય ન કરવો જોઈએ, સ્વાધ્યાય માટે કયો દેશ અને કયો કાળ યોગ્ય છે, ગુરુ વગેરે સમક્ષ કઈ રીતે સ્વાધ્યાય કરવો જોઈએ વગેરે. આત્મસમુW અસ્વાધ્યાય એક પ્રકારનો પણ હોય છે અને બે પ્રકારનો પણ. શ્રમણો માટે એક પ્રકારનો છે જે માત્ર ત્રણદશામાં હોય છે. શ્રમણીઓ માટે ત્રણ તથા ઋતુકાળમાં હોવાના કારણે બે પ્રકારનો છે. તત્પશ્ચાત્ અસ્વાધ્યાયથી થનાર પરિણામની ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા સાથે અસ્વાધ્યાયિકની નિયુક્તિ સમાપ્ત થાય છે અને સાથે સાથે જ ચતુર્થ અધ્યયન – પ્રતિક્રમણાધ્યયનની નિયુક્તિ પણ પૂર્ણ થાય છે. કાયોત્સર્ગ :
પ્રતિક્રમણ પછી કાયોત્સર્ગ છે. તે આવશ્યક સૂત્રનું પાંચમું અધ્યયન છે. કાયોત્સર્ગની નિયુક્તિ કરતાં પહેલાં આચાર્ય પ્રાયશ્ચિત્તના ભેદ બતાવે છે. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે : ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. મિશ્ર, ૪, વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯. અનવસ્થાપ્ય અને ૧૦. પારાંચિક. કાયોત્સર્ગ અને વ્યુત્સર્ગ એકાર્યવાચી છે. અહીં કાયોત્સર્ગનો અર્થ છે વ્રણચિકિત્સા. વ્રણ બે પ્રકારનો હોય છે. તદુદ્દભવ અર્થાત કાયોત્થ અને આગન્તુક અર્થાત પરોત્થ. આમાંથી આગન્તુક વ્રણનું શલ્યોદ્ધરણ કરવામાં આવે છે, નહિ કે તદુદ્દભવનું." શલ્યોદ્ધરણની વિધિ શલ્યની પ્રકૃતિને અનુરૂપ હોય છે. જેવો વ્રણ હોય છે તેવી જ તેની ચિકિત્સા હોય છે. આ બાહ્ય ત્રણની ચિકિત્સાની વાત થઈ. આભ્યન્તર વ્રણની ચિકિત્સાની પણ અલગ-અલગ વિધિઓ છે. ભિક્ષાચર્યાથી ઉત્પન્ન વ્રણ આલોચનાથી ઠીક થઈ જાય છે. વ્રતોના અતિચારોની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. કોઈ અતિચારની શુદ્ધિ કાયોત્સર્ગ અર્થાત વ્યુત્સર્ગથી થાય છે. કોઈ-કોઈ અતિચાર તપસ્યાથી શુદ્ધ થાય છે. આ રીતે આભ્યન્તર વણની ચિકિત્સાના પણ અનેક ઉપાયો છે.
૧. ગા. ૧૩૧૬-૭. ૪. ગા. ૧૪૧૩.
૨. ગા. ૧૩૧૮-૧૩૯૭. ૫. ગા. ૧૪૧૪
૩. ગા. ૧૩૯૮. ૬. ગા, ૧૪૨૦-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
7