________________
૯૪
આગમિક વ્યાખ્યાઓ ચૂક્યું છે. સૂત્રસ્પર્શિક નિયુક્તિ કરતાં આચાર્ય “ધર્મ' શબ્દની વ્યાખ્યા આ રીતે કરે છે – ધર્મ બે પ્રકારની હોય છે. અગારધર્મ અને અનગારધર્મ. અગારધર્મ બાર પ્રકારનો છે : પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષવ્રત. અનગારધર્મ દસ પ્રકારનો છે : ક્ષત્તિ, માદવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. ધાન્ય ૨૪ પ્રકારનું હોય છે : ૧. યવ, ૨. ગોધૂમ, ૩. શાલિ, ૪. વ્રીહિ, ૫. ષષ્ટિક, ૬. કોદ્રવ, ૭. અણુક, ૮. કંગ, ૯. રાલક, ૧૦. તિલ, ૧૧. મુગ, ૧૨. ભાષ, ૧૩. અતસી, ૧૪. હરિમંથ, ૧૫. ત્રિપુટક, ૧૬. નિષ્પાવ, ૧૭, સિલિંદ, ૧૮. રાજભાષ, ૧૯. ઇસુ, ૨૦ મસૂર, ૨૧. તુવરી, ૨૨. કુલત્થ, ૨૩. ધાન્યક, ૨૪. કલાય. રત્ન ૨૪ પ્રકારનાં હોય છે : ૧. સુવર્ણ, ૨. ત્રપુ, ૩. તામ્ર, ૪. રજત, ૫. લૌહ, ૬. સીસક, ૭. હિરણ્ય, ૮. પાષાણ, ૯. વજ, ૧૦. મણિ, ૧૧. મૌક્તિક, ૧૨. પ્રવાલ, ૧૩, શંખ, ૧૪. તિનિશ, ૧૫. અગ, ૧૬. ચંદન, ૧૭. વસ્ત્ર, ૧૮. અમિલ, ૧૯. કાઇ, ૨૦, ચર્મ, ૨૧. દંત, ૨૨. વાળ, ૨૩. ગંધ અને ૨૪. દ્રવ્યૌષધ. સ્થાવરના ત્રણ ભેદ છે : ભૂમિ, ગૃહ અને ત૨. દ્વિપદ બે પ્રકારનાં છે : ચક્રારબદ્ધ અને માનુષ. ચતુષ્પદ દસ પ્રકારનાં છે : ગો, મહિષી, ઉષ્ટ, અજ, એડક, અશ્વ, અશ્વતર, ઘોટક, ગર્દભ અને હસ્તી. કામ બે પ્રકારનો છે. સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત. સંપ્રાપ્ત કામ ચૌદ પ્રકારનો અને અસંપ્રાપ્ત કામ દસ પ્રકારનો છે. અસંપ્રાપ્ત કામનાં દસ પ્રકાર આ છે: અર્થ, ચિંતા, શ્રદ્ધા, સંસ્મરણ, વિક્લવતા, લજ્જાનાશ, પ્રમાદ, ઉન્માદ, તભાવના અને મરણ. સંપ્રાપ્ત કામના ચૌદ પ્રકાર આ છે : દષ્ટિસંપાત, સંભાષણ, હસિત, લલિત, ઉપગૂહિત, દંતનિપાત, નખનિપાત, ચુંબન, આલિંગન, આદાન, કરણ, આસેવન, સંગ અને ક્રીડા.
સપ્તમ અધ્યયનનું નામ વાક્યશુદ્ધિ છે. “વાક્યનો નિક્ષેપ ચાર પ્રકારનો છે. ભાષાદ્રવ્યને દ્રવ્યવાક્ય કહે છે. ભાષા શબ્દ ભાવવાક્ય છે. વાક્યના એકાWક શબ્દો આ છે : વાક્ય, વચન, ગિરા, સરસ્વતી, ભારતી, ગો, વાફ, ભાષા, પ્રજ્ઞાપની, દેશની, વાગ્યોગ, યોગ. સત્યભાષા જનપદાદિના ભેદથી દસ પ્રકારની હોય છે; મૃષાભાષા ક્રોધાદિના ભેદથી દસ પ્રકારની હોય છે; મિશ્રભાષા ઉત્પન્નાદિ ભેદથી અનેક પ્રકારની હોય છે; અસત્યમૃષા આમંત્રણી વગેરે ભેદથી અનેક જાતની હોય છે. શુદ્ધિનો નિક્ષેપ પણ નામાદિ ચાર પ્રકારનો છે. ભાવશુદ્ધિ ત્રણ પ્રકારની છે : તભાવ, આદેશાભાવ અને પ્રાધાન્યભાવ.
૧. ૩. ૫.
ગા, ૨૪૫. ગા. ૨૫૦-૨૬૨. ગા. ૨૭૩-૬ ..
૨. ગા. ૨૪૬-૮. ૪. ગા. ૨૬૯-૨૭૦. ૬. ગા. ૨૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org