________________
આગમિક વ્યાખ્યાઓ
આચારનું પ્રવર્તન ક્યારે થયું ? બધા તીર્થંકરોએ તીર્થ-પ્રવર્તનના આરંભમાં આચારાંગનું પ્રવર્તન કર્યું. બાકીના અગિયાર અંગોનું આનુપૂર્વીથી નિર્માણ થયું.૧
૧૦૨
આચારાંગ પ્રથમ કેમ છે, તેનું કારણ બતાવે છે. આચારાંગ દ્વાદશાંગીમાં પ્રથમ છે કેમકે એમાં મોક્ષના ઉપાયનું પ્રતિપાદન છે જે સંપૂર્ણ પ્રવચનનો સાર છે.
કેમકે આચારાંગના અધ્યયનથી શ્રમણધર્મનું પરિજ્ઞાન થાય છે એટલા માટે તેનું મુખ્ય અર્થાત્ આદ્ય ગણિસ્થાન છે.
તેનું પરિમાણ આ પ્રમાણે છે : તેમાં નવ બ્રહ્મચર્યાભિધાયી અધ્યયન છે, અઢાર હજાર પદ છે, પાંચ ચૂડાઓ છે.
આ ચૂડાઓનું બ્રહ્મચર્યાધ્યયનમાં સમવતરણ થાય છે. એ જ ફરી છ કાયોમાં, પાંચ વ્રતોમાં, બધા દ્રવ્યોમાં અને પર્યાયોના અનંતમા ભાગમાં અવતરિત થાય છે.
હવે અંતિમ દ્વારનું સ્વરૂપ દર્શાવે છે. અંગોનો સાર શું છે ? આચાર. આચારનો સાર શું છે ? અનુયોગાર્થ. અનુયોગાર્થનો સાર શું છે ? પ્રરૂપણા. પ્રરૂપણાનો સાર શું છે ? ચરણ. ચરણનો સાર શું છે ? નિર્વાણ. નિર્વાણનો સાર શું છે ? અવ્યાબાધ. આ જ સર્વોત્કૃષ્ટ સાર છે – અંતિમ ધ્યેય છે.
કેમકે ભાવશ્રુતસ્કંધ બ્રહ્મચર્યાત્મક છે આથી બ્રહ્મ અને ચરણનો નિક્ષેપ કરે છે. બ્રહ્મની અને આ જ રીતે બ્રાહ્મણની નામાદિ ચાર સ્થાનોમાંથી ઉત્પત્તિ થાય છે. ભાવબ્રહ્મ સંયમ છે. બ્રાહ્મણના પ્રસંગને દૃષ્ટિમાં રાખતાં નિર્યુક્તિકાર સાત વર્ણો અને નવ વર્ણાન્તરોનું પણ વર્ણન કરે છે. એક મનુષ્યજાતિના સાત વર્ણો આ છે : ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય, બ્રાહ્મણ, સંકક્ષત્રિય, સંકરવૈશ્ય અને સંકરશૂદ્ર. નવ વર્ષાન્તરો આ છે : અંબઇ, ઉગ્ર, નિષાદ, અયોગવ, માગધ, સૂત, ક્ષત, વિદેહ અને ચાંડાલ.°
ચરણ નામાદિ ભેદથી છ પ્રકારનું હોય છે. ભાવચરણ ગતિ, આહાર અને ગુણના ભેદથી ત્રણ પ્રકારનું હોય છે.૮
મૂલ અને ઉત્તરગુણની સ્થાપના કરનાર નવ અધ્યાય નિમ્નલિખિત છે : ૧. શસ્રપરિક્ષા, ૨. લોકવિજય, ૩. શીતોષ્ણ, ૪. સમ્યક્ત્વ, ૫. લોકસાર,
૧. ગા.૮.
૪.
૭.
ગા. ૧૧ ગા.૧૮-૨૨
Jain Education International
૨. ગા. ૯.
૫. ગા. ૧૨-૪. ૮. ગા. ૨૯-૩૦.
૩. ગા. ૧૦.
૬. ગા. ૧૬-૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org