________________
આચારાંગનિર્યુક્તિ
૧૦૫ અને મુર્મર.૧ પાંચમા ઉદેશકમાં વનસ્પતિની ચર્ચા છે. તેનાં પણ તે જ દ્વાર છે જે પૃથ્વીકાયનાં છે. બાદર વનસ્પતિના બે ભેદ છે. પ્રત્યેક અને સાધારણ. પ્રત્યેકના બાર પ્રકાર છે. સાધારણના તો અનેક ભેદ છે પરંતુ સંક્ષેપમાં તેના પણ છ ભેદ કરી શકાય છે. પ્રત્યેકના બાર ભેદ આ છે : ૧. વૃક્ષ, ૨. ગુચ્છ, ૩. ગુલ્મ, ૪. લતા, ૫. વલ્લિ, ૬. પર્વક, ૭. તૃણ, ૮. વલય, ૯. હરિત, ૧૦. ઔષધિ, ૧૧. જલરુહ, ૧૨. કુટુણ. સાધારણના છ ભેદ આ પ્રમાણે છે : ૧. અઝબીજ, ૨. મૂલબીજ, ૩. સ્કંધબીજ, ૪. પર્વબીજ, ૫. બીજરૂહ અને ૬. સમૂર્ઝનજ. છઠ્ઠા ઉદેશકમાં ત્રસકાયની ચર્ચા કરવામાં આવી છે. ત્રસકાયનાં પણ તે જ કાર છે જે પૃથ્વીકાયનાં છે. ત્રસજીવ બે પ્રકારના છે : લબ્ધિત્રસ અને ગતિત્રસ. તેજસ અને વાયુ લબૂિત્રસની અંતર્ગત છે. ગતિ=સના ચાર ભેદ છે : નારક, તિર્યંચ, મનુષ્ય અને સુર. એ કાં તો પર્યાપ્તક હોય છે અથવા અપર્યાપ્તક. સપ્તમ ઉદેશકમાં વાયુકાયનો વિચાર કરવામાં આવ્યો છે. તેના પણ પૃથ્વીકાયની સમાન જ દ્વાર છે. વાયુકાયના જીવ બે પ્રકારના હોય છે : સૂક્ષ્મ અને બાદર. બાદરના પાંચ ભેદ છે : ઉત્કલિકા, મંડલિકા, ગુંજા, ઘન અને શુદ્ધ. અહીં સુધી પ્રથમ અધ્યયનનો અધિકાર છે.
દ્વિતીય અધ્યયનનું નામ લોકવિજય છે. તેનાં પ્રથમ ઉદ્દેશકમાં “સ્વજન'નો અધિકાર છે, જેમાં એ દર્શાવવામાં આવ્યું છે કે શ્રમણ માતા-પિતા વગેરે પ્રત્યે મોહ મમતા ન રાખે. દ્વિતીય ઉદેશકમાં સંયમસંબંધી અદઢત્વની નિવૃત્તિનો ઉપદેશ છે. તૃતીય ઉદેશકમાં માન ન કરવાની સૂચના આપવામાં આવી છે. ચોથો ઉદ્દેશક ભોગોની નિઃસારતા પર છે. પાંચમો ઉદેશક લોકાશ્રયની નિવૃત્તિ સાથે સંબંધ રાખે છે, છઠ્ઠા ઉદ્દેશકમાં અમમત્વની પરિપાલનાનો ઉપદેશ છે."
લોકવિજય'માં બે પદ છે : “લોક અને “વિજય', “લોકનો નિક્ષેપ આઠ પ્રકારનો છે અને વિજયનો છ પ્રકારનો. ભાવલોકનો અર્થ છે કષાય. આથી કષાયવિજય જ લોકવિજય છે. કષાયની ઉત્પત્તિ કર્મને કારણે થાય છે. કર્મ સંક્ષેપમાં દસ પ્રકારનાં છે : નામકર્મ, સ્થાપનાકર્મ, દ્રવ્યકર્મ, પ્રયોગકર્મ, સમુદાનકર્મ, ઈર્યાપથિકકર્મ, આધાકર્મ, તપ કર્મ, કૃતિકર્મ અને ભાવકર્મા
ત્રીજા અધ્યયનનું નામ શીતોષ્ણીય છે. તેમાં ચાર ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં ભાવસુમના દોષો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. બીજામાં ભાવસુખ દ્વારા અનુભવાતા દુઃખોનો વિચાર કરવામાં આવ્યો છે. ત્રીજામાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો
૧. ૪.
ગા. ૧૧૬-૮. ૨. ગા. ૧૨૬-૧૩). ૩. ગા. ૧૫-૪. ગા. ૧૬૪-૬, ૫. ગા. ૧૭૨. ૬, ગા. ૧૭૫ ૭. ગા. ૧૯૨-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org