________________
૧૦૭
આચારાંગનિર્યુક્તિ
ધૂત નામના છઠ્ઠા અધ્યયનના પાંચ ઉદેશક છે. પ્રથમ ઉદેશકમાં નિજક અર્થાત સ્વજનોના વિધૂનનનો અધિકાર છે, દ્વિતીયમાં કર્મવિધૂનનનો અધિકાર છે, તૃતીયમાં ઉપકરણ અને શરીરના વિધૂનનની ચર્ચા છે, ચતુર્થમાં ગૌરવત્રિકના વિધૂનનનો અધિકાર છે, પાંચમામાં ઉપસર્ગ અને સમ્માનના વિધૂનનની ચર્ચા છે. વસ્ત્રાદિનું પ્રક્ષાલન દ્રવ્યધૂત છે. અષ્ટવિધ કર્મોનો ક્ષય ભાવધૂત છે.*
સાતમું અધ્યયન વ્યવચ્છિન્ન છે. આઠમા અધ્યયનનું નામ વિમોક્ષ છે. તેના આઠ ઉદેશક છે. પ્રથમ ઉદેશકમાં અસમનોજ્ઞના વિમોક્ષ અર્થાત પરિત્યાગનો ઉપદેશ છે. દ્વિતીયમાં અકલ્પિકના વિમોક્ષનું વિધાન છે. તૃતીયમાં અંગચેષ્ટા પ્રત્યે ભાષિત અથવા આશંકિત સંશયના નિવારણનું વિધાન છે. ચતુર્થમાં વૈહાનસ (ઉબંધન) તથા ગાદ્ધપૃષ્ઠને મરણની ઉપમા આપવામાં આવી છે. પાંચમામાં ગ્લાનતા તથા ભક્તપરિજ્ઞાનો બોધ છે. છઠ્ઠામાં એકત્વભાવના અને ઇંગિત મરણનો બોધ છે. સાતમામાં પ્રતિમાઓ તથા પાદપોપગમનનો વિચાર કરવામાં આવ્યો છે. આઠમામાં અનુપૂર્વવિહારીઓનો અધિકાર છે.
વિમોક્ષનો નામાદિ છ પ્રકારે નિક્ષેપ થાય છે. ભાવવિમોક્ષ બે પ્રકારનો છે : દેશવિમોક્ષ અને સર્વવિમોક્ષ. સાધુ દેશવિમુક્ત છે, સિદ્ધ સર્વવિમુક્ત છે.
નવમા અધ્યયનનું નામ ઉપધાનશ્રુત છે. આ અધ્યયનના અધિકારની ચર્ચા કરતાં નિર્યુક્તિકાર કહે છે કે જે તીર્થકર જે સમયે ઉત્પન્ન થાય છે તે જ સમયે પોતાના તીર્થમાં ઉપધાનશ્રુતાધ્યયનમાં તપ કર્મનું વર્ણન કરે છે. બધા તીર્થકરોનું તપ કર્મ નિરુપસર્ગ છે પરંતુ વર્ધમાનનું તપ કર્મ સોપસર્ગ છે. આ અધ્યયનના પ્રથમ ઉદેશકનો અધિકાર ચર્યા છે, બીજાનો શય્યા છે, ત્રીજાનો પરીષહ છે, ચોથાનો આતંકકાલીન ચિકિત્સા છે. પણ ચારે ઉદેશકોમાં તપશ્ચર્યાનો અધિકાર તો છે જ.”
ઉપધાન' અને “શ્રુત બનેનો નામાદિ ભેદથી ચાર પ્રકારનો નિક્ષેપ થાય છે. શયાદિમાં થનાર ઉપધાન દ્રવ્યોપધાન છે, તપ અને ચારિત્ર સંબંધી ઉપધાન ભાવપધાન છે. જે રીતે મલીન વસ્ત્ર ઉદકાદિ દ્રવ્યોથી શુદ્ધ થઈ જાય છે તે જ રીતે ભાવોપધાનથી આઠ પ્રકારના કર્મોની શુદ્ધિ થાય છે. જે વીરવર વર્ધમાનસ્વામીના
૪. ગા. ૨૭૫.
૧. ૫.
ગા. ૨૪૯-૨૫૦. ગા. ૨૭૬.
૨. ગા. ૨૫-૬, ૬. ગા. ૨૭૯.
૩. ગા. ૨૫૭-૯. ૭. ગા. ૨૮૦-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org