________________
૧૦૬
આગમિક વ્યાખ્યાઓ છે કે માત્ર દુઃખ સહન કરવાથી જ કોઈ શ્રમણ નથી બની જતું. શ્રમણની ક્રિયા કરવાથી શ્રમણ બને છે. ચોથામાં બતાવવામાં આવ્યું છે કે કષાયોનું શું કાર્ય છે, પાપથી વિરતિ કેવી રીતે સંભવે છે, સંયમથી કયા પ્રકારના કર્મોનો ક્ષય થઈને મુક્તિ પ્રાપ્ત થાય છે ? સાથે જ આ અધ્યયનમાં “શીત' અને “ઉષ્ણ' પદોનો નામાદિ નિક્ષેપોથી વિચાર કરવામાં આવ્યો છે. સ્ત્રીપરીષહ અને સત્કારપરીષહ – આ બે શીત પરીષહ છે. બાકીના વીસ ઉષ્ણ પરીષહની કોટિમાં છે.'
ચતુર્થ અધ્યયનનું નામ સમ્યક્ત છે. તેનાં ચાર ઉદેશક છે. પ્રથમ ઉદેશકમાં સમ્યગ્દર્શનનો અધિકાર છે, દ્વિતીયમાં સમ્યજ્ઞાનનો અધિકાર છે, તૃતીયમાં સમ્યક્તપની ચર્ચા છે, ચતુર્થમાં સમ્યફચારિત્રનું વર્ણન છે. આ ચારે મોક્ષાંગ છે. મુમુક્ષુ માટે ચારેનું પાલન આવશ્યક છે. સમ્યક્તનું પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ – આ ચારે નિક્ષેપોથી વિવેચન કરવામાં આવે છે. ભાવસમ્યક્ત ત્રણ પ્રકારનું છે : દર્શન, જ્ઞાન અને ચારિત્ર. દર્શન અને ચારિત્રના ફરી ત્રણ-ત્રણ ભેદ કરવામાં આવે છે : ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક. જ્ઞાનના બે ભેદ છે : લાયોપથમિક અને ક્ષાયિક - લોકસાર નામના પાંચમા અધ્યયનના છ ઉદેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં તે દર્શાવવામાં આવ્યું છે કે હિંસક, વિષયારંભક અને એકચર મુનિ નથી થઈ શક્તો. બીજામાં એ બતાવવામાં આવ્યું છે કે હિંસાદિથી વિરત જ મુનિ હોય છે. ત્રીજામાં એ વાતનો નિર્દેશ છે કે વિરત મુનિ જ અપરિગ્રહી હોય છે. ચોથામાં એ બતાવવામાં આવ્યું છે કે સુત્રાપરિનિષ્ઠિતના કયા-ક્યા પ્રત્યપાય હોય છે. પાંચમામાં સાધુના માટે હ્રદોપમ હોવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. છઠ્ઠામાં ઉન્માર્ગવર્જના પર ભાર આપવામાં આવ્યો છે. “લોક” અને “સાર'નો પણ ચાર પ્રકારે નિક્ષેપ થાય છે. ફલસાધનતા જ ભાવસાર છે. આનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ફળરૂપે ઉત્તમસુખનો લાભ થાય છે. આ જ વાતને બીજા શબ્દોમાં આ કહી શકાય : સંપૂર્ણ લોકનો સાર ધર્મ છે, ધર્મનો સાર જ્ઞાન છે, જ્ઞાનનો સાર સંયમ છે, સંયમનો સાર નિર્વાણ છે."
ત્યાર પછી સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ કરતાં આચાર્ય કહે છે કે ચર, ચર્યા અને ચરણ એકાર્થક છે. ચરણનો છ પ્રકારનો નિક્ષેપ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ભાવચરણની અંતર્ગત છે. ભાવચરણ પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદથી બે પ્રકારનું હોય છે.
૧. ગા. ૧૯૭-૨૧૩. ૪, ગા. ૨૩૫-૨૪૦.
૨. ગા. ૨૧૪-૫. ૫. ગા. ૨૪૪,
૩. ગા. ૨૧૬-૮. ૬, ગા. ૨૪૫-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org