________________
૧૦૪
આગમિક વ્યાખ્યાઓ આવ્યો છે. આના માટે નિમ્નોક્ત દ્વારોનો આધાર લેવામાં આવ્યો છે : નિક્ષેપ, પ્રરૂપણા, લક્ષણ, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર, વેદના, વધ અને નિવૃત્તિ.' - પૃથ્વીનો નિક્ષેપ ચાર પ્રકારનો છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. જે જીવ પૃથ્વી-નામાદિ કર્મોને ભોગવે છે તે જ ભાવપૃથ્વી છે.
પ્રરૂપણાદ્વારની વ્યાખ્યા કરતાં નિર્યુક્તિકાર કહે છે કે પૃથ્વી જીવ બે પ્રકારના છે : સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ જીવ સર્વલોકવ્યાપી છે. બાદર પૃથ્વીના ફરી બે ભેદ છે : ગ્લક્ષ્ય અને ખર. શ્લષ્ણના કૃષ્ણ, નીલ, લોહિત, પીત અને શુક્લ વર્ણરૂપ પાંચ ભેદો છે. ખરના પૃથ્વી, શર્કરા, વાલુકા વગેરે છત્રીસ ભેદો છે. બાદર અને સૂક્ષ્મ બંનેય કાં તો પર્યાપ્તક હોય છે અથવા અપર્યાપ્તક.
લક્ષણદ્વારની વ્યાખ્યા આ મુજબ છે : પૃથ્વીકાયના જીવોમાં ઉપયોગ, યોગ, અધ્યવસાય, મતિ અને શ્રુતજ્ઞાન, અચક્ષુર્દર્શન, અષ્ટવિપકર્મોદય, વેશ્યા, સંજ્ઞા, ઉચ્છવાસ અને કષાય હોય છે.
પરિમાણદ્વારનું વ્યાખ્યાન આ પ્રકારે છે : બાદર-પર્યાપ્તક-પૃથ્વીકાયિક સંવર્તિત લોકપ્રતરના અસંખ્યય ભાગપ્રમાણ છે, બાકીના ત્રણ (બાદર-અપર્યાપક તથા સૂક્ષ્મપર્યાપક અને અપર્યાપ્તક)માંના પ્રત્યેક અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ છે."
ઉપભોગદ્વારની વ્યાખ્યા કરતાં આચાર્ય કહે છે કે ચાલતાં, બેસતાં, સૂતાં, ઉપકરણ લેતાં, રાખતાં વગેરે અનેક પ્રસંગે પૃથ્વીકાયના જીવોનું હનન થાય છે.”
હલ, કુલિક, વિષ, કુદાલા, ત્રિક, મૃગશૃંગ, કાષ્ઠ, અગ્નિ, ઉચ્ચાર, પ્રગ્નવણ વગેરે દ્રવ્યશાસ્ત્ર છે. અસંયમ ભાવશસ્ત્ર છે.
જે રીતે પાદાદિ અંગ-પ્રત્યંગના છેદનથી મનુષ્યોને વેદના થાય છે તે જ રીતે છેદન-ભેદનથી પૃથ્વીકાયના જીવોને પણ વેદના થાય છે.
વધ ત્રણ પ્રકારનો હોય છે : કૃત, કારિત અને અનુમોદિત. અનગાર શ્રમણ મન, વચન અને કાયથી ત્રણ પ્રકારના વધનો ત્યાગ કરે છે. આ જ નિવૃત્તિદ્વાર છે. આની સાથે શસ્ત્રપરિજ્ઞાનો દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થાય છે.
તૃતીય ઉદ્દેશકમાં અપકાયની ચર્ચા કરતાં નિર્યુક્તિકાર કહે છે કે અપકાયના પણ તેટલાં જ વાર છે જેટલા પૃથ્વીકાયનાં છે. આથી તેમનું વિશેષ વિવેચન કરવું આવશ્યક નથી. ચોથા ઉદેશમાં તેજસ્કાયની ચર્ચા છે જેમાં બાદર અગ્નિના પાંચ ભેદ કરવામાં આવ્યા છે : અંગાર, અગ્નિ, અર્ચિ, જવાલા
૧. ગા. ૬૮ ૨. ગા. ૬૯-૭૦. ૫. ગા. ૮૬ દ. ગા. ૯૨-૪. ૯. ગા. ૧૦૧-૫. ૧૦. ગા. ૧૬.
૩. ગા. ૩૧-૯, ૭. ગા. ૯પ-૬.
૪. ગા. ૮૪. ૮. ગા. ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org