________________
૧૦૮
આમિક વ્યાખ્યાઓ બતાવેલા આ માર્ગ પર ચાલે છે તેને શાશ્વત શિવપદની પ્રાપ્તિ થાય છે. ૧ અહીં બ્રહ્મચર્ય નામના પ્રથમ શ્રુતસ્કંધની નિયુક્તિ સમાપ્ત થાય છે. દ્વિતીય શ્રુતસ્કંધ :
પ્રથમ શ્રુતસ્કંધમાં નવ બ્રહ્મચર્યાધ્યયનોનું પ્રતિપાદન કરવામાં આવ્યું. તેમાં સમસ્ત વિવક્ષિત અર્થનું અભિધાન ન કરી શકાયું. જે અભિધાન કરવામાં આવ્યું તે પણ બહુ જ સંક્ષેપમાં કરવામાં આવ્યું. આ વાતને દૃષ્ટિમાં રાખતાં બીજા શ્રુતસ્કંધની રચના કરવામાં આવી. આચારાંગના પરિમાણની ચર્ચા કરતી વખતે એ વાતનો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે આમાં નવ બ્રહ્મચર્યાભિધાયી અધ્યયન છે, અષ્ટાદશ સહસ્ર પદ છે અને પાંચ ચૂડાઓ અર્થાત ચૂલિકાઓ છે. ૨ ચૂલિકાનું સ્વરૂપ દર્શાવતાં શીલાંકાચાર્ય કહે છે : “૩$શેષાનુવાવિની ઝૂડ' અર્થાત્ કહ્યા બાદ જે કંઈ બાકી રહી જાય છે તેનું કથન ચૂલિકા કહેવાય છે. દ્વિતીય શ્રુતસ્કંધને અગ્રક્રુતસ્કંધ પણ કહે છે. નિર્યુક્તિકાર ‘અગ્ર' શબ્દનો નિક્ષેપ કરતાં કહે છે કે અગ્ર આઠ પ્રકારનું હોય છે : ૧. દ્રવ્યાગ્ર, ૨. અવગાહનાઝ, ૩. આદેશાગ્ર, ૪. કલાગ્ર, પ. ક્રમાઝ, ૬. ગણનાગ્ર, ૭. સંચયાગ્ર, ૮. ભાવાઝ. ભાવાગ્ર ફરી ત્રણ પ્રકારનું છે : પ્રધાનાગ્ર, પ્રભૂતાગ્ર અને ઉપકારાગ્ર. પ્રસ્તુત અધિકાર ઉપકારાગનો છે.
ચૂલિકાઓનું પરિમાણ આ પ્રમાણે છે : “પિચ્છેષણા' અધ્યયનથી લઈને “અવગ્રહપ્રતિમા' અધ્યયનપર્યત સાત અધ્યયનોની પ્રથમ ચૂલિકા છે, સપ્તસતિકા નામક દ્વિતીય ચૂલિકા છે, ભાવના નામક તૃતીય ચૂલિકા છે, ચતુર્થ ચૂલિકાનું નામ વિમુક્તિ છે, નિશીથ પંચમ ચૂલિકા છે."
પ્રથમ ચૂલિકાનાં સાત અધ્યયનોનાં નામ આ છે : ૧. પિંડ, ૨. શય્યા, ૩. ઈર્યા, ૪. ભાષા, ૫. વસ્ત્ર, ૬. પાત્ર, ૭. અવગ્રહ. નિર્યુક્તિમરે આની નામાદિ નિક્ષેપોથી વ્યાખ્યા કરી છે. આગળની ગાથાઓમાં સપ્તસતિકા, ભાવના અને વિમુક્તિનું વિશેષ વ્યાખ્યાન છે. નિશીથ ચૂલિકાના વિષયમાં આચાર્ય કહે છે કે તેની નિર્યુક્તિ હું પછીથી કરીશ. આ નિર્યુક્તિ નિશીથનિર્યુક્તિ રૂપે અલગથી ઉપલબ્ધ હતી જે પછીથી નિશીથભાષ્યમાં ભળી ગઈ.
૧. ૪. ૭.
ગા. ૨૮૪. ગા, ૨૮૫-૬ . ગા, ૩૨૩-૩૪૬,
૨, ગા. ૧૧. ૫. ગા. ર૯૭. ૮, ગા. ૩૪૭.
૩, ગા. ૧ ૬, ગા. ૨૯૮-૩૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org