________________
પંચમ પ્રકરણ આચારાંગનિયુક્તિ
આ નિર્યુક્તિ' આચારાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધો પર છે. આમાં ૩૪૭ ગાથાઓ છે જેમાં આચાર, અંગ, બ્રહ્મ, ચરણ, શસ્ત્ર, સંજ્ઞા, દિશા, પૃથિવી, વિમોક્ષ, ઈર્યા વગેરે શબ્દોના નિક્ષેપ, પર્યાય વગેરે છે. આ નિર્યુક્તિ ઉત્તરાધ્યનનિર્યુક્તિની પછી તથા સૂત્રકૃતાંગનિર્યુક્તિની પહેલાં રચવામાં આવી છે.
પ્રારંભમાં મંગલગાથા છે જેમાં સર્વસિદ્ધોને નમસ્કાર કરીને આચારાંગની નિર્યુક્તિ રચવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. ત્યાર બાદ બતાવવામાં આવ્યું છે કે આચાર, અંગ, શ્રુત, સ્કંધ, બ્રહ્મ, ચરણ, શસ્ત્ર, પરિક્ષા, સંજ્ઞા અને દિશા આ બધાનો નિક્ષેપ કરવો જોઈએ. આમાંથી કયો નિક્ષેપ કેટલા પ્રકારનો છે, તે બતાવતાં કહેવામાં આવ્યું છે કે ચરણ અને દિશાને છોડીને બાકીનાનો નિક્ષેપ ચાર પ્રકારનો છે. ચરણનો નિક્ષેપ છ પ્રકારનો છે અને દિશાનો સાત પ્રકારનો.
3
આચાર અને અંગનો નિક્ષેપ પહેલાં કરવામાં આવી ચૂક્યો છે. અહીં ભાવાચારના વિષયમાં કેટલોક વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ માટે નિમ્નલિખિત સાત દ્વારોનો આધાર લેવામાં આવ્યો છે ઃ એકાર્થક, પ્રવૃત્તિ, પ્રથમાંગ, ગણી, પરિમાણ, સમવતરણ અને સાર.પ
આચારના એકાર્થક શબ્દો આ છે ઃ આચાર, આચાલ, આગાલ, આકર, આશ્વાસ, આદર્શ, અંગ, આચીર્ણ, આજાતિ, આમોક્ષ.
૧. (અ) શીલાંક, જિનહંસ તથા પાર્શ્વચન્દ્રકૃત ટીકાઓ સહિત રાય બહાદુર ધનપતસિંહ, કલકત્તા, વિ.સં. ૧૯૩૬. (બ) શીલાંકકૃત ટીકાસહિત –
આગમોદય સમિતિ, સૂરત, વિ.સં. ૧૯૭૨-૩.
જૈનાનન્દ પુસ્તકાલય, ગોપીપુરા, સૂરત, સન્ ૧૯૩૫,
૨. ગા. ૧.
૩. ગા. ૨-૩,
૪. દશવૈકાલિકની ક્ષુલ્લિકાચારકથા તથા ઉત્તરાધ્યયનનું ચતુરંગીય અધ્યયન
૫.
ગા. પ-૬.
૬. ગા. ૭.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org