________________
આગમિક વ્યાખ્યાઓ
અજીવપ્રયોગકરણ. જીવપ્રયોગકરણ પુનઃ બે પ્રકા૨નું છે : મૂલકરણ અને ઉત્તકરણ. પાંચ પ્રકારનાં શરીર અને ત્રણ પ્રકારનાં અંગોપાંગ મૂલકરણ છે. કર્ણ, સ્કંધ વગેરે ઉત્તરકરણ છે. અજીવપ્રયોગકરણ વર્ણાદિ ભેદથી પાંચ પ્રકારનું હોય છે. તે જ રીતે ક્ષેત્રક૨ણ અને કાલકરણનું વિવેચન કરવામાં આવ્યું છે. ભાવકરણ જીવકરણ અને અજીવકરણના ભેદથી બે પ્રકારનું છે. આમાંથી અજીવકરણ પુનઃ પાંચ પ્રકારનું છે : વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાન. તે ક્રમશઃ પાંચ, પાંચ, બે, આઠ અને પાંચ પ્રકારના છે. જીવકરણ બે પ્રકારનું છે : શ્રુતકરણ અને નોશ્રુતકરણ. શ્રુતકરણ બદ્ધ અને અબદ્ધરૂપથી બે પ્રકારનું છે. બદ્ધના ફરી બે ભેદ છે : નિશીથ અને અનિશીથ. નોશ્રુતકરણ બે પ્રકારનું છે : ગુણકરણ અને યોજનાકરણ. ગુણકરણ તપ-સંયમ-યોગરૂપ છે અને યોજનાકરણ મન, વચન અને કાય વિષયરૂપ છે. આટલા વિસ્તારપૂર્વક કરણનો વિચાર કર્યા બાદ નિર્યુક્તિકાર પોતાના અભીષ્ટ અર્થની યોજના કરે છે. કાર્પણ દેહના નિમિત્તે થનાર આયુઃકરણ અસંસ્કૃત છે. તેના તૂટવા પર પટાદિની જેમ ઉત્તરકરણથી સાંધી નથી શકાતું. પ્રસ્તુત અધિકાર આયુ:કર્મથી અસંસ્કૃતનું છે. કેમકે આયુ:કર્મ અસંસ્કૃત છે એટલા માટે હંમેશા અપ્રમાદપૂર્વક આચરણ કરવું જોઈએ.૫
૧૦૦
આગળના અધ્યયનોની નિર્યુક્તિમાં પણ આ જ રીતે પ્રત્યેક અધ્યયનના નામનો નામાદિ નિક્ષેપોથી વિચાર કરવામાં આવ્યો છે. ગાથા ૨૦૮માં ‘કામ' અને ‘મરણ’નો નિક્ષેપ છે. ગા. ૨૩૭માં ‘નિગ્રન્થ' શબ્દનું નિક્ષેપ-પદ્ધતિએ વિવેચન છે. ગા. ૨૪૪માં ઉરભ્ર, ગા. ૨૫૦માં કપિલ, ગા. ૨૬૦માં નિમ, ગા. ૨૮૦માં દ્રુમ, ગા. ૩૧૦માં બહુ, શ્રુત અને પૂજા, ગા. ૪૫૫માં પ્રવચન, ગા. ૪૮૦માં સામ, ગા. ૪૯૬માં મોક્ષ, ગા. ૫૧૪માં ચરણ અને ગા. ૫૧૬માં વિધિનું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ૨૧૨થી ૨૩૫ સુધીની ગાથાઓમાં સત્તર પ્રકારના મૃત્યુનો વિચાર કરવામાં આવ્યો છે.
૧. ગા. ૧૮૨-૧૯૧૩
૪.
ગા. ૨૦૧-૪.
Jain Education International
૨. ગા. ૧૯૫
૫. ગા. ૨૦૫
For Private & Personal Use Only
૩. ગા. ૧૯૬-૨૦૦
www.jainelibrary.org