________________
૯૨
કરનારા ભ્રમરોનો છે.
:
હેતુ અને દૃષ્ટાન્તના પ્રસંગે જે દસ અવયવોનો નિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે તેમનાં નામ આ છે ઃ ૧. પ્રતિજ્ઞા, ૨. વિભક્તિ, ૩. હેતુ, ૪. વિભક્તિ, ૫. વિપક્ષ, ૬. પ્રતિબોધ, ૭. દૃષ્ટાન્ત, ૮. આશંકા, ૯. તત્પ્રતિષેધ, ૧૦. નિગમન. નિર્યુક્તિકારે આ દસ પ્રકારના અવયવો પર દશવૈકાલિકના પ્રથમ અધ્યયનને સારી રીતે કહ્યું છે અને તે સિદ્ધ કર્યું છે કે આ અધ્યયનની રચનામાં આ અવયવોનું સમ્યરૂપે અનુસરણ કરવામાં આવ્યું છે.
બીજા અધ્યયનના પ્રારંભમાં ‘શ્રામણ્યપૂર્વક’ની નિક્ષેપ-પદ્ધતિથી વ્યાખ્યા કરવામાં આવી છે. ‘શ્રામણ્ય’નો નિક્ષેપ ચાર પ્રકારનો છે તથા ‘પૂર્વક’નો તેર પ્રકારનો. જે સંયત છે તે જ ભાવશ્રમણ છે. આગળની કેટલીક ગાથાઓમાં ભાવશ્રમણનું બહુ જ માપી-તોળીને અને ભાવપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. ‘શ્રમણ’ શબ્દના પર્યાયો આ છે : પ્રવ્રુજિત, અનગાર, પાખંડી, ચરક, તાપસ, ભિક્ષુ, પરિવ્રાજક, શ્રમણ, નિગ્રંથ, સંયત, મુક્ત, તીર્ણ, ત્રાતા, દ્રવ્ય, મુનિ, ક્ષાન્ત, દાન્ત, વિરત, રૂક્ષ, તીરાર્થી.૪ ‘પૂર્વ’ના તેર પ્રકારના નિક્ષેપ આ છે ઃ ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ક્ષેત્ર, ૫. કાલ, ૬. દિક્, ૭. તાપક્ષેત્ર, ૮. પ્રજ્ઞાપક, ૯. પૂર્વ, ૧૦. વસ્તુ, ૧૧. પ્રાભૃત, ૧૨. અતિપ્રામૃત અને ૧૩. ભાવ.૫ તેની પછી ‘કામ’નો નામાદિ ચાર પ્રકારના નિક્ષેપથી વિચાર કરવામાં આવ્યો છે. ભાવકામ બે પ્રકારનો છે : ઇચ્છાકામ અને મદનકામ. ઇચ્છા પ્રશસ્ત અને અપ્રશસ્ત બે પ્રકારની હોય છે. મદનનો અર્થ છે વેદોપયોગ અર્થાત્ સ્ત્રીવેદાદિના વિપાકનો અનુભવ. પ્રસ્તુત અધિકાર મદનકામનો છે.
‘પદ’ની નિયુક્તિ કરતાં આચાર્ય કહે છે કે પદ ચાર પ્રકારનું હોય છે : નામપદ, સ્થાપનાપદ, દ્રવ્યપદ અને ભાવપદ. ભાવપદના બે ભેદ છે : અપરાધપદ અને નોઅપરાધપદ. નોઅપરાધપદના ફરી બે ભેદ છે માતૃકાપદ અને નોમાતૃકાપદ. નોમાતૃકાપદના પણ બે ભેદ છે : ગ્રથિત અને પ્રકીર્ણક. પ્રથિત ચાર પ્રકારનું હોય છે : ગદ્ય, પદ્ય, ગેય અને ચૌર્ણ. પ્રકીર્ણકના અનેક ભેદ હોય છે. ઈન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગ વગેરે અપરાધ પદ છે. શ્રમણધર્મના પાલન માટે તેનું પરિવર્જન આવશ્યક છે.
૭
કથા
૧.
૨.
૭.
ત્રીજા અધ્યયનનું નામ ક્ષુલ્લિકાચા૨કથા છે. નિર્યુક્તિકાર ક્ષુલ્લક, આચાર અને આ ત્રણેનો નિક્ષેપ કરે છે. ક્ષુલ્લક મહત્ સાપેક્ષ છે આથી મહત્નો નિક્ષેપ
-
ગા. ૧૧૭-૧૨૨
ગા. ૧૩૭-૧૪૮.
ગા. ૧૬૬-૧૭૭.
આગમિક વ્યાખ્યાઓ
Jain Education International
૩. ગા. ૧૫૨-૭.
૪. ગા. ૧૫૮-૯
For Private & Personal Use Only
૫. ગા. ૧૬૦.
૬. ગા. ૧૬૧-૩.
www.jainelibrary.org