________________
८८
આગમિક વ્યાખ્યાઓ આવશ્યક સૂત્રનું અંતિમ અધ્યયન છે આથી આ કારની નિર્યુક્તિ સાથે આવશ્યકનિયુક્તિ સમાપ્ત થાય છે.
આવશ્યકનિર્યુક્તિના આ વિસ્તૃત પરિચયથી જ અનુમાન કરી શકાય છે કે જૈન નિર્યુક્તિગ્રંથોમાં આવશ્યકનિર્યુક્તિનું કેટલું મહત્ત્વ છે. શ્રમણ-જીવનની સફળ સાધના માટે અનિવાર્ય બધા પ્રકારના વિધિ-વિધાનોનું સંક્ષિપ્ત તથા સુવ્યવસ્થિત નિરૂપણ આવશ્યકનિર્યુક્તિની એક બહુ મોટી વિશેષતા છે. જૈન પરમ્પરા સાથે સંબંધ રાખનાર અનેક પ્રાચીન ઐતિહાસિક તથ્યોનું પ્રતિપાદન પણ સર્વપ્રથમ આ જ નિર્યુક્તિમાં કરવામાં આવ્યું છે. આ બધી વાતો આવશ્યકનિર્યુક્તિના અધ્યયનથી સ્પષ્ટ માલૂમ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org