________________
આવશ્યકનિર્યુક્તિ છે. પ્રત્યાખ્યાનના ગુણો તેંરફ ધ્યાન દોરતાં આચાર્ય કહે છે કે પ્રત્યાખ્યાનથી આમ્રવના દ્વાર અર્થાત કર્માગમના દ્વાર બંધ થઈ જાય છે, પરિણામે આસવનો ઉચ્છેદ થાય છે. આગ્નવોચ્છેદથી તૃષ્ણાનો નાશ થાય છે. તૃષ્ણોચ્છેદથી મનુષ્યની અંદર અતુલ ઉપશમ અર્થાત્ મધ્યસ્થભાવ પેદા થઈ જાય છે. મધ્યસ્થભાવથી ફરી પ્રત્યાખ્યાનની વિશુદ્ધિ થાય છે. આનાથી શુદ્ધ ચારિત્રધર્મનો ઉદય થાય છે, જેનાથી કર્મનિર્જરા થાય છે અને ક્રમશઃ અપૂર્વકરણ થતાં શ્રેણિક્રમથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અંતમાં શાશ્વત સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાન દસ પ્રકારના આકારો વડે ગ્રહણ કરવામાં તથા પાળવામાં આવે છે : ૧. નમસ્કાર, ૨. પૌરુષ્ય, ૩. પુરિમાદ્ધ, ૪. એકાશન, ૫. એકસ્થાન, ૬. આચાર્મ્સ, ૭. અભક્તાર્થ, ૮. ચરમ, ૯, અભિગ્રહ, ૧૦. વિકૃતિ.
હવે પ્રત્યાખ્યાતાનું સ્વરૂપ દર્શાવે છે. પ્રત્યાખ્યાતા ગુરુ હોય છે જે યથોક્તવિધિથી શિષ્યને પ્રત્યાખ્યાન કરાવે છે. ગુરુ મૂળગુણ અને ઉત્તરગુણથી શુદ્ધ તથા પ્રત્યાખ્યાનની વિધિ જાણનાર હોય છે. શિષ્ય કૃતિકર્માદિની વિધિ જાણનાર, ઉપયોગપરાયણ, ઋજુ પ્રકૃતિવાળો, સંવિગ્ન અને સ્થિરપ્રતિજ્ઞ હોય છે.'
પ્રત્યાખ્યાતવ્યનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યાખ્યાતવ્ય બે પ્રકારનું હોય છે : દ્રવ્યપ્રત્યાખ્યાતવ્ય અને ભાવપ્રત્યાખ્યાતવ્ય. અશનાદિનું પ્રત્યાખ્યાન પ્રથમ પ્રકારનું છે. અજ્ઞાનાદિનું પ્રત્યાખ્યાન બીજા પ્રકારનું છે."
વિનીત તથા અવ્યાક્ષિપ્તરૂપે શિષ્ય ઉપસ્થિત થાય ત્યારે પ્રત્યાખ્યાન કરાવવું જોઈએ. આ જ પર્ષદ્ દ્વાર છે.*
કથનવિધિ આ મુજબ છે : આજ્ઞા ગ્રાહ્ય અર્થાત આગમગ્રાહ્ય વિષયનું કથન આગમ દ્વારા જ કરવું જોઈએ; દૃષ્ટાન્તવાક્ય અર્થનું કથન દષ્ટાન્ત દ્વારા જ કરવું જોઈએ. એવું ન કરવાથી કથનવિધિની વિરાધના થાય છે.
ફળનું વ્યાખ્યાન કરતાં નિર્યુક્તિકાર કહે છે કે પ્રત્યાખ્યાનનું ફળ ઐહલૌકિક અને પારલૌકિક બે પ્રકારનું હોય છે. ઐહલૌકિક ફળના દૃષ્ટાન્તરૂપે ધમ્મિલાદિ અને પારલૌકિક ફળના દૃષ્ટાન્તરૂપે દામનકાદિ સમજવા જોઈએ. જિનવરોપદિષ્ટ પ્રત્યાખ્યાનનું સેવન કરીને અનંત જીવો તરત જ શાશ્વત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ફળ પ્રત્યાખ્યાનનું અંતિમ દ્વાર છે અને પ્રત્યાખ્યાન
૧. ગા. ૧૫૮૧-૨. ૪. ગા. ૧૬૦૭-૯, ૭. ગા, ૧૬૧૩.
૨. ગા. ૧૫૮૮-૧૫૯૦. ૫. ગા. ૧૬૧૧, ૮, ગા. ૧૬૧૪-૫.
૩. ગા. ૧૫૯૧-૧૬૦૬. ૬, ગા. ૧૬૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org