________________
આવશ્યકનિર્યુક્તિ
૮૧ વંદના કેટલી વાર કરવી જોઈએ ? તેનો ઉત્તર આપતાં નિર્યુક્તિકાર કહે છે કે પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, અપરાધ વગેરે આઠ અવસ્થાઓમાં વંદના કરવી જોઈએ ?
વંદના કરતી વખતે બે વાર ઝૂકવું જોઈએ, બાર આવર્ત લેવા જોઈએ (૧. કહો, ૨. યં, ૩. યં, ૪. ગત્તા છે, ૫. નવનિ, ૬. ર છે | આ એક વાર થયું. આ જ રીતે બીજી વાર પણ બોલવું જોઈએ) તથા ચાર વાર માથું ઝુકાવવું જોઈએ ?
જે પચીસ પ્રકારના આવશ્યકોથી પરિશુદ્ધ થઈને ગુરુને નમસ્કાર કરે છે તે શીધ્ર જ કાં તો નિર્વાણ પ્રાપ્ત કરે છે કાં દેવપદ પર પહોંચે છે.
કેટલા દોષોથી મુક્ત થઈને વંદના કરવી જોઈએ? આના ઉત્તરમાં નિર્યુક્તિકારે બત્રીસ દોષ ગણાવ્યા છે કે જેમનાથી શુદ્ધ થઈને વંદના કરવી જોઈએ.’
વંદના શા માટે કરવી જોઈએ ? તેનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું છે કે વંદના કરતી વખતે મુખ્ય પ્રયોજન વિનય-પ્રાપ્તિ છે, કેમકે વિનય જ શાસનનું મૂળ છે, વિનીત જ સંયમી હોય છે, વિનયથી દૂર રહેનાર ન તો ધર્મ કરી શકે છે, ન તા.
વંદનાની આવશ્યકતા અને વિધિની આટલી લાંબી ભૂમિકા બાંધ્યા પછી આચાર્ય “વંદના'ના મૂળ પાઠ “પૂંછમ રવમાનમ”ની સૂત્રસ્પર્શી વ્યાખ્યા શરૂ કરે
છે. તેના માટે ૧. ઈચ્છા, ૨. અનુજ્ઞાપના, ૩. અવ્યાબાધ, ૪. યાત્રા, ૫. પાપના " અને ૬. અપરાધક્ષમણા – આ છ સ્થાનોની નિયુક્તિ કરે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે નિક્ષેપોથી તેનું સંક્ષિપ્ત વિવેચન કરીને વંદનાધ્યયનની નિર્યુક્તિ સમાપ્ત કરે છે. ત્યાર બાદ “પ્રતિક્રમણ' નામક ચતુર્થ અધ્યયન શરૂ થાય છે. પ્રતિક્રમણ :
પ્રતિક્રમણનો ત્રણ દષ્ટિએ વિચાર કરવામાં આવે છે : ૧, પ્રતિક્રમણરૂપ ક્રિયા, ૨. પ્રતિક્રમણના કર્તા અર્થાતુ પ્રતિક્રામક અને ૩. પ્રતિક્રન્તવ્ય અર્થાત પ્રતિક્રમિતવ્ય અશુભયોગરૂપ કર્મ. ૮ જીવ પાપકર્મયોગોનો પ્રતિક્રામક છે. એટલા માટે જે ધ્યાનપ્રશસ્ત યોગો છે તેમનું સાધુએ પ્રતિક્રમણ ન કરવું
૧. ગા.૧૨૦૭ ૨, ગા.૧૨૦૯.
૩. ગા. ૧૨ ૧૧. ૪. ગા. ૧૨૧૨-૬,
૫. ગા. ૧૨૨૦-૧, ૬, ગા. ૧૨૨૩. ७. स्वस्थानात्यत्परस्थानं प्रमादस्य वशाद् गतः । तत्रैव कमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ ૮. ગા. ૧૨૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org