________________
૭૯
આવશ્યકનિર્યુક્તિ
ચતુર્વિશતિસ્તવ માટે આવશ્યક સૂત્રમાં “તો શુન્નો'નો પાઠ છે. આની નિર્યુક્તિ કરતાં આચાર્ય ભદ્રબાહુ કહે છે કે “લોક (તો) શબ્દનો નિમ્નોક્ત આઠ પ્રકારના નિક્ષેપથી વિચાર થઈ શકે છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ અને પર્યાય. માનવતે રૂતિ “ગાતો', પ્રત્નોને રૂતિ “પ્રનો', તોતે
ત “તો', સંતોવચ રૂતિ “સંતો' – આ બધા શબ્દ એકાર્થક છે. “૩ોત’ (૩ોય) બે પ્રકારનો છે: દ્રવ્યોદ્યોત અને ભાવોદ્યોત. અગ્નિ, ચન્દ્ર, સૂર્ય, મણિ, વિદ્યુતાદિ દ્રવ્યોદ્યોત છે. જ્ઞાન ભાવોદ્યોત છે. ચોવીસ જિનવરોને લોકના ઉદ્યોતકર કહેવામાં આવે છે તે ભાવોદ્યોતની અપેક્ષાએ છે, નહિ કે દ્રવ્યોદ્યોતની અપેક્ષાએ. “ધર્મ પણ બે પ્રકારનો છે : દ્રવ્યધર્મ અને ભાવધર્મ. ભાવધર્મના વળી બે ભેદો છે : શ્રુતધર્મ અને ચરણધર્મ. શ્રુતનો સ્વાધ્યાય શ્રુતધર્મ છે. ચારિત્રરૂપી ધર્મ ચરણધર્મ છે. આને શ્રમણધર્મ કહે છે. આ ક્ષાત્યાદિરૂપ દસ પ્રકારનો છે. “તીર્થ'ના મુખ્યરૂપે ચાર નિક્ષેપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આમાંથી પ્રત્યેકના ફરી અનેક પ્રકાર થઈ શકે છે. જ્યાં અનેક ભવોથી સંચિત અષ્ટવિધ કર્મરાજ તપ અને સંયમથી ધોવામાં આવે છે તે ભાવતીર્થ છે. જિનવર અર્થાત તીર્થકર આ જ પ્રકારના ધર્મતીર્થની સ્થાપના કરે છે. એટલા માટે તેમને “ધર્મતીર્થકર” (ધHતિસ્થયર) કહે છે. તેમને “જિન” એટલા માટે કહે છે કે તેમણે ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોને જીતી લીધા છે. કર્મરજરૂપી અરિનો નાશ કરવાને કારણે તેમને “અરિહંત' પણ કહે છે. તે પછી નિર્યુક્તિકાર ચોવીસ તીર્થંકરોના નામની નિક્ષેપ પદ્ધતિથી વ્યાખ્યા કરે છે. પછી તેમની વિશેષતાઓ – ગુણો પર પ્રકાશ પાડે છે. તેની સાથે ચતુર્વિશતિસ્તવ' નામના દ્વિતીય અધ્યયનની નિર્યુક્તિ સમાપ્ત થાય છે. વન્દના :
તૃતીય અધ્યયનનું નામ વન્દના છે. આ અધ્યયનની નિર્યુક્તિ કરતાં આચાર્ય સર્વપ્રથમ એ બતાવે છે કે વન્દનાકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ – આ પાંચે સામાન્ય રીતે વન્દનાના પર્યાય છે. વન્દનાનો નવ દ્વારોથી વિચાર કરવામાં આવ્યો છે: ૧. વન્દના કોને કરવી જોઈએ, ૨. કોના દ્વારા થવી જોઈએ, ૩. ક્યારે થવી જોઈએ, ૪. કેટલી વાર થવી જોઈએ, ૫. વન્દના કરતી વખતે કેટલી વાર ઝૂકવું જોઈએ, ૬. કેટલી વાર માથું ઝુકાવવું જોઈએ, ૭. કેટલાં આવશ્યકોથી શુદ્ધ થવું જોઈએ, ૮. કેટલા દોષોથી મુક્ત થવું જોઈએ, ૯, વન્દના
૧. ગા. ૧૦૬૪. ૪. ગા. ૧૦૬૮ ૭, ગા. ૧૦૭૫,
૨. ગા. ૧૦૬૫. ૫. ગા. ૧૦૭૦-૧. ૮. ગા. ૧૦૮૩
૩. ગા. ૧૦૬૬-૭. ૬. ગા. ૧૦૭૨. ૯. ગા. ૧૦૮૭-૧૧૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org