________________
આવશ્યકનિયુક્તિ
૭૭
૪
બીજાને પોતાની ક્રિયા દ્વારા આચારનું જ્ઞાન કરાવે છે તે જ ભાવાચાર્ય છે.૧ ઉપાધ્યાય પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારના હોય છે. જે દ્વાદશાંગનું સ્વયં અધ્યયન કરે છે તથા બીજાને વાચનારૂપે ઉપદેશ આપે છે તેને ઉપાધ્યાય કહે છે.૨ ‘ઉપાધ્યાય’ પદની બીજી નિર્યુક્તિ આ મુજબ છે ઃ ઉપાધ્યાય માટે ‘ઉજ્જ્ઞા' શબ્દ છે. ‘ઉ’નો અર્થ છે ઉપયોગકરણ અને ‘ઝા’નો છે ધ્યાનકરણ. આ રીતે ‘ઉંઝા’નો અર્થ છે ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર. ઉપાધ્યાય માટે એક બીજો શબ્દ છે ‘ઉપાન્ઝાઉ'. ‘ઉ'નો અર્થ છે ઉપયોગકરણ, ‘પા'નો અર્થ છે પાપનું પરિવર્જન, ‘ઝા’નો અર્થ છે ધ્યાનકરણ અને ‘ઉ’નો અર્થ છે ઉત્સારણાકર્મ. આ રીતે ‘ઉપાન્ઝાઉ’નો અર્થ છે ઉપયોગપૂર્વક પાપનું પરિવર્જન કરતાં ધ્યાનારોહણથી કર્મોનું ઉત્સારણ અપનયન કરનાર.” સાધુ પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારના હોય છે. જે નિર્વાણસાધક વ્યાપારની સાધના કરે છે તેને સાધુ કહે છે અથવા જે સર્વભૂતોમાં સમભાવ રાખે છે તે સાધુ છે. અહિંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચેયને નમસ્કાર કરવાથી બધા પ્રકારના પાપોનો નાશ થાય છે. આ પંચ નમસ્કાર બધા મંગલોમાં પ્રથમ અર્થાત્ સર્વશ્રેષ્ઠ મંગલ છે.' અહીં સુધી વસ્તુન્દ્વારનો અધિકાર છે. આક્ષેપદ્વારમાં એ બતાવવામાં આવ્યું છે કે નમસ્કાર કાં તો સંક્ષેપમાં ક૨વો જોઈએ અથવા વિસ્તારથી. સંક્ષેપમાં સિદ્ધ અને સાધુ આ બંનેને જ નમસ્કાર કરવો જોઈએ. વિસ્તારથી નમસ્કાર કરવાની અવસ્થામાં ઋષભાદિ અનેક નામ લઈ શકાય છે. આથી પંચવિધ નમસ્કાર ઉપયુક્ત નથી. આ આક્ષેપનું પ્રસિદ્ધિદ્વારમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. તેમાં એ સિદ્ધ કરવામાં આવ્યું છે કે પંચવિધ નમસ્કાર સહેતુક છે આથી ઉપયુક્ત છે, અનુપયુક્ત નથી.° આની પછી ક્રમદ્વાર છે : આમાં જે ક્રમે નમસ્કાર કરવામાં આવ્યો છે તેને યુક્તિયુક્ત બતાવવામાં આવ્યો છે. પહેલાં સિદ્ધોને નમસ્કાર ન કરતાં અરિહંતોને નમસ્કાર એટલા માટે કરવામાં આવ્યો છે કે અરિહંતોના ઉપદેશથી જ સિદ્ધને ઓળખવામાં આવે છે આથી અરિહંતોનું વિશેષ માહાત્મ્ય છે. પ્રયોજનદ્વારમાં નમસ્કારનો ઉદ્દેશ્ય કર્મક્ષય અને મંગલાગમ બતાવવામાં આવ્યો છે. ફલદ્વાર તરફ સંકેત કરતાં કહેવામાં આવ્યું છે કે નમસ્કારનું ફળ બે પ્રકારનું છે : ઐહલૌકિક અને પારલૌકિક. અર્થ, કામ, આરોગ્ય, અભિરતિ વગેરે ઐહલૌકિક ફળ અંતર્ગત છે. પારલૌકિક ફળમાં સિદ્ધિ, સ્વર્ગ, સુકુળપ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે. અહીં સુધી નમસ્કારવિષયક વિવેચન છે.
€
૯
-
Jain Education International
-
૧. ગા.૯૮૭-૮. ૨. ગા.૯૯૫. ગા.૧૦૧૨. ૬. ગા. ૧૦૧૩. ગા. ૧૦૧૭-૮.
૫.
૯.
-
૩. ગા. ૯૯૭. ૭. ગા. ૧૦૧૪.
For Private & Personal Use Only
૪. ગા. ૧૦૦૨-૪. ૮. ગા. ૧૦૧૬.
www.jainelibrary.org