________________
૭૬
આગમિક વ્યાખ્યાઓ ઉપાધ્યાય અને સાધુ – આ પાંચે નમસ્કારયોગ્ય છે આથી વસ્તુદ્વારની અંતર્ગત છે.
આ દ્વારની ચર્ચાના પ્રસંગે નિર્યુક્તિકારે અરિહંત વગેરે પાંચ પરમેષ્ઠિઓનું બહુ વિસ્તારપૂર્વક ગુણગાન કર્યું છે અને બતાવ્યું છે કે અરિહંત વગેરેને નમસ્કાર કરવાથી
જીવ સહસ્ર ભવોથી છુટકારો મેળવે છે તથા તેને ભાવપૂર્વક ક્રિયા કરતાં બોધ – સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. અરિહંત વગેરેને નમસ્કારથી બધા પાપોનો નાશ થાય છે. આ નમસ્કાર બધા મંગલોમાં મંગલ છે. “અરિહંત' (અ) શબ્દની નિયુક્તિ કરતાં આચાર્ય કહે છે કે ઈન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગ વગેરે જેટલા પણ આંતરિક અરિ અર્થાત્ શત્રુઓ છે તેમનું હનન કરનાર અરિહંત કહેવાય છે અથવા આઠ પ્રકારના કર્મરૂપી અરિઓનો નાશ કરનારને અરિહંત કહે છે અથવા જે વંદના, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિને અઈ અર્થાત યોગ્ય છે તેમને અહિંન્ત કહે છે અથવા જે દેવ, અસુર અને મનુષ્યો દ્વારા અહં અર્થાત પૂજ્ય છે તેઓ અહંન્ત છે.' સિદ્ધ' શબ્દની નિક્ષેપપદ્ધતિથી વ્યાખ્યા કરતાં આચાર્ય કહે છે કે જે કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર, યોગ, આગમ, અર્થ, યાત્રા, અભિપ્રાય, તપ અને કર્મક્ષય – એમાં સિદ્ધ અર્થાત સુપરિનિતિ તથા પૂર્ણ છે તે સિદ્ધ છે. અભિપ્રાય અર્થાત બુદ્ધિની વ્યાખ્યા કરતાં નિર્યુક્તિકારે ચાર પ્રકારની બુદ્ધિનું વર્ણન કર્યું છે : ૧. ઔત્પાતિકી, ૨. વૈનાયિકી, ૩. કર્મજા, ૪. પારિણામિકી. આ ચારે પ્રકારની બુદ્ધિઓનું સદષ્ટાન્ત વિવેચન કરવામાં આવ્યું છે. કર્મક્ષયની પ્રક્રિયાનું વ્યાખ્યાન કરતી વખતે સમુદ્યાતનું
સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ત્યાર બાદ અલાબૂ, એરડફલ, અગ્નિશિખા અને બાણના દષ્ટાન્ન દ્વારા સિદ્ધ આત્માઓની ગતિનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.' પછી સિદ્ધસ્થાન, સિદ્ધશિલાપ્રમાણ, સિદ્ધશિલાસ્વરૂપ, સિદ્ધાવગાહના, સિદ્ધસ્પર્શના, સિદ્ધલક્ષણ, સિદ્ધસુખ વગેરે સિદ્ધસમ્બન્ધી અન્ય વાતો પર પ્રકાશ નાખતાં એ જ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે સિદ્ધ અશરીરી હોય છે, હંમેશા દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત હોય છે, કેવળજ્ઞાનમાં ઉપયુક્ત થઈને સર્વદ્રવ્ય અને સમસ્ત પર્યાયોને વિશેષરૂપે જાણે છે, કેવલદર્શનમાં ઉપયુક્ત થઈને સર્વદ્રવ્ય અને સમસ્ત પયાર્યોને સામાન્યરૂપથી જુએ છે, તેમને જ્ઞાન અને દર્શન આ બંનેમાંથી એક સમયમાં એક જ ઉપયોગ હોય છે કેમકે યુગપત્ બે ઉપયોગ ના હોઈ શકે. “આચાર્ય' શબ્દની નિયુક્તિ કરતાં કહેવામાં આવ્યું છે કે આચાર્યના ચાર પ્રકાર છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય – આ પાંચેય પ્રકારના આચારોનું સ્વયં આચરણ કરે છે, બીજાઓની સામે તેમનું પ્રભાષણ અને પ્રરૂપણ કરે છે તથા
૧. ૪.
ગા.૯૧-૩-. ગા. ૯૪૮-૯૫૦
૨. ગા.૯૨૧. ૫. ગા. ૯૫૧,
૩. ગા, ૯૩૨. ૬, ગા. ૯૫૨-૯૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org