________________
આગમિક વ્યાખ્યાઓ જીવનચરિત્રનું સંક્ષિપ્ત ચિત્રણ કર્યા બાદ નિર્યુક્તિકારે ક્ષેત્ર-કાલ વગેરે શેષ દ્વા૨ોનું વર્ણન કર્યું છે. સામાયિકનું પ્રકાશન જિનેન્દ્ર ભગવાન મહાવીરે વૈશાખ શુક્લા એકાદશીના દિને પૂર્વાહ્ન સમયે મહસેન ઉદ્યાનમાં કર્યું આથી આ ક્ષેત્ર અને કાળમાં સામાયિકનો સાક્ષાત્ નિર્ગમ છે. અન્ય ક્ષેત્ર અને કાળમાં સામાયિકનો પરંપરાગત નિર્ગમ છે.' તે પછી પુરુષ તથા કારણદ્વારનું વર્ણન છે. કારણદ્વારની ચર્ચા કરતી વખતે સંસાર અને મોક્ષના કારણોની પણ ચર્ચા કરવામાં આવી છે. તે પછી તે દર્શાવવામાં આવ્યું છે કે તીર્થંકર શા કારણે સામાયિક-અધ્યયનનો ઉપદેશ આપે છે તથા ગણધરો તે ઉપદેશ શા માટે સાંભળે છે ? ત્યાર બાદ પ્રત્યય અર્થાત્ શ્રદ્ધાદ્વારની ચર્ચા છે. લક્ષણદ્વારમાં વસ્તુનાં લક્ષણોની ચર્ચા કરવામાં આવી છે. નયદ્વારમાં સાત મૂળ નયોનાં નામ તથા લક્ષણો આપવામાં આવ્યાં છે તથા તે પણ દર્શાવવામાં આવ્યું છે કે પ્રત્યેક નયના સેંકડો ભેદ-પ્રભેદ હોઈ શકે છે. જિનમતમાં એક પણ સૂત્ર અથવા તેનો અર્થ એવો નથી જેનો નયદૃષ્ટિ વિના વિચાર થઈ શકતો હોય. એટલા માટે નયવિશારદનું એ કર્તવ્ય છે કે તે શ્રોતાની યોગ્યતાને દૃષ્ટિમાં રાખીને નયનું કથન કરે. તો પણ આ સમયે કાલિક શ્રુતમાં નયાવતારણા (સમવતાર) નથી હોતી. એવું કેમ ? તેનું સમાધાન કરતાં નિર્યુક્તિકાર કહે છે કે પહેલાં કાલિકનો અનુયોગ અપૃથક્ હતો પરંતુ આર્ય વજ પછી કાલિકનો અનુયોગ પૃથક્ કરી નાખવામાં આવ્યો. આ પ્રસંગ લઈને આચાર્ય આર્ય વજના જીવન-ચરિત્રની કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને અંતમાં કહ્યું છે કે આર્ય રક્ષિતે ચાર અનુયોગ પૃથક્ કર્યા.” તે પછી આર્ય રક્ષિતનું જીવન-ચરિત્ર પણ સંક્ષેપમાં આપી દેવામાં આવ્યું છે. આર્ય રક્ષિતના મામા ગોષ્ઠામાહિલ સપ્તમ નિહ્નવ થયા. ભગવાન મહાવીરના શાસનમાં
3
૫
૭૪
તે સમય સુધી છ નિર્ભવ બીજા થઈ ચૂક્યા હતા. સાતે નિહ્નવોના નામો આ પ્રમાણે છે ઃ ૧. જમાલિ, ૨. તિષ્મગુપ્ત, ૩. આષાઢ, ૪. અશ્વમિત્ર, ૫. ગંગસૂરિ, ૬. ષડુલૂક, ૭.ગોષ્ઠામાહિલ. તેમના મત ક્રમશઃ આ છે ઃ ૧. બહુરત, ૨. જીવપ્રદેશ, ૩. અવ્યક્ત, ૪. સમુચ્છેદ, ૫. ક્રિક્રિયા, ૬. ત્રિરાશિ, ૭. અબદ્ધ.
:
ત્યાર પછી આચાર્ય અનુમત દ્વારનું વ્યાખ્યાન કરે છે અને ફરી સામાયિકના સ્વરૂપની ચર્ચા શરૂ કરે છે. નયદૃષ્ટિએ સામાયિકની ચર્ચા કર્યા બાદ તેના ત્રણ ભેદ કરે છે ઃ સમ્યક્ત્વ, શ્રુત અને ચારિત્ર. સંયમ, નિયમ અને તપમાં જેનો આત્મા રમણ કરે છે તે જ સામાયિકનો સાચો અધિકારી છે. જેનાં ચિત્તમાં પ્રાણીમાત્ર પ્રત્યે
૧. ગા.૭૩૫.
૪. ગા. ૭૭૫.
૭. ગા. ૭૯૦-૭.
Jain Education International
૨. ગા. ૭૩૭-૭૬૦
૫. ગા. ૭૭૬-૭.
For Private & Personal Use Only
૩. ગા. ૭૬૪.
૬. ગા.૭૭૮૯-૭૮૧.
www.jainelibrary.org