________________
૭૨
આગમિક વ્યાખ્યાઓ જ સ્થાન પર સૂપ અને જિનાલય પણ બને છે. તે પછી વીંટીના પડવાથી ભારતને આદર્શ-ગૃહ અર્થાત્ અરીસાભવનમાં કેવી રીતે વૈરાગ્ય થયો અને તેમણે કઈ રીતે દીક્ષા ગ્રહણ કરી વગેરે વાતોનું વિવરણ છે. ભગવાન ઋષભદેવના નિર્વાણ પૂર્વે મરીચિ સ્વયં કોઈને દીક્ષા આપતો ન હતો પરંતુ દીક્ષાર્થીઓને અન્ય સાધુઓને સોંપી દેતો હતો અને પોતાની દુર્બળતાનો સ્વીકાર કરતો ભગવાનના ધર્મનો પ્રચાર કરતો હતો પરંતુ હવે એ વાત ન રહી. તેણે કપિલને પોતાના જ હાથે દીક્ષા આપી અને કહ્યું કે મારા મનમાં પણ ધર્મ છે. આ પ્રકારના દુર્વચનના પરિણામસ્વરૂપ તે કોટાકોટિ સાગરોપમ સુધી સંસાર-સાગરમાં ભટક્યો અને કુળમદને કારણે નીચ ગોત્રનો પણ બંધ કર્યો. મહાવીર-ચરિત્રઃ
અનેક ભવો પાર કરતો મરીચિ અંતમાં બ્રાહ્મણકુંડગ્રામમાં કોડાલસગોત્રીય બ્રાહ્મણના ઘરે દેવાનન્દાની કુક્ષિમાં આવ્યો. અહીંથી જ ભગવાન મહાવીરનું જીવન-ચરિત્ર શરૂ થાય છે. તેમના જીવન સાથે સમ્બન્ધ રાખનારી નિમ્નલિખિત તેર ઘટનાઓનો નિર્દેશ આવશ્યકનિર્યુક્તિમાં મળે છે : સ્વપ્ર, ગર્ભાપહાર, અભિગ્રહ, જન્મ, અભિષેક, વૃદ્ધિ, જાતિસ્મરણજ્ઞાન, ભયોત્પાદન, વિવાહ, અપત્ય, દાન, સમ્બોધ અને મહાભિનિષ્ક્રમણ. દેવાનન્દાએ ગજ, વૃષભ, સિંહ વગેરે ચૌદ પ્રકારના સ્વપ્રો જોયાં. હરિનૈગમેષી દ્વારા ગર્ભ પરિવર્તન કરવામાં આવ્યું અને નવી માતા ત્રિશલાએ પણ તે જ ચૌદ સ્વપ્રો જોયાં. ગર્ભવાસના સાતમા માસમાં મહાવીરે એવો અભિગ્રહ-પ્રતિજ્ઞા-દઢ નિશ્ચય કર્યો કે હું માતા-પિતાના જીવિત રહેતાં શ્રમણ નહીં બનું. નવ માસ અને સાત દિવસ વીતતાં ચૈત્ર શુક્લ ત્રયોદશીની પૂર્વરાત્રિના સમયે કુડુગ્રામમાં મહાવીરનો જન્મ થયો. દેવો દ્વારા રત્નવર્ષાથી જન્માભિષેક કરવામાં આવ્યો. મહાવીરે માતા-પિતાના સ્વર્ગગમન પછી શ્રમણધર્મ અંગીકાર કર્યો. આ અવસ્થામાં તેમને અનેક પરીષહ સહન કરવા પડ્યા. ગોપ વગેરે દ્વારા તેમને અનેક કષ્ટો આપવામાં આવ્યા. જીવનયાત્રા માટે તેમણે આ પ્રતિજ્ઞાઓ કરી : ૧. જે ઘરમાં રહેવાથી ગૃહ-સ્વામીને અપ્રીતિ થાય તે ઘરમાં ના રહેવું, ૨. પ્રાય: કાર્યોત્સર્ગમાં રહેવું, ૩. પ્રાયઃ મૌન રહેવું. ૪. ભિક્ષા પાત્રમાં ન લેતાં હાથમાં જ લેવી, ૫. ગૃહસ્થને વંદન-નમસ્કાર ન કરવા. આ પ્રતિજ્ઞાઓનું પૂર્ણરૂપે પાલન કરતાં ભગવાન મહાવીર અનેક સ્થાનોમાં ભ્રમણ કરતા રહ્યા. અંતમાં તેમને
૧. ૪. ૬.
ગા. ૪૩૩-૭. ગા. ૪પ૯, ગા. ૪૬૦-૧,
૨.ગા.૪૩૮-૪૪૦.
૩.ગા.૪૫૮. ૫. આ ગાથાઓ મૂળ નિર્યુક્તિની નથી. ૭. ગા. ૪૬ ૨.
૮. ગા. ૪૬૩-૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org