________________
આવશ્યકનિર્યુક્તિ
૭૧ પંચમહાવ્રતની સ્થાપના કરી. જે દિવસે ઋષભદેવને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે જ દિવસે ભારતની આયુધશાળામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. ભરતને આ બંને સમાચાર મળ્યા. ભરતે વિચાર્યું કે પહેલાં ક્યાં પહોંચવું જોઈએ ? પિતાનો ઉપકાર દૃષ્ટિમાં રાખતાં પહેલાં તેઓ ભગવાન ઋષભદેવ પાસે પહોંચ્યા અને તેમની પૂજા કરી. 48ષભદેવની માતા મરુદેવી તથા પુત્ર-પુત્રી-પૌત્રાદિ બધાં તેમના દર્શન કરવા પહોંચ્યા. ભગવાનનો ઉપદેશ સાંભળીને તેમનામાંથી કેટલાયને વૈરાગ્ય થયો અને તેમણે ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લેનારાઓમાં ભગવાન મહાવીરના પૂર્વભવનો જીવ મરીચિ પણ હતો."
ઋષભદેવના જ્યેષ્ઠપુત્ર ભરતે દેશ-વિજયની યાત્રા શરૂ કરી. પોતાના નાના ભાઈઓને અધીનતા સ્વીકારવા માટે કહ્યું. તેમણે ભગવાન ઋષભદેવ સમક્ષ તે સમસ્યા રજૂ કરી. ભગવાને તેમને ઉપદેશ આપ્યો જે સાંભળીને બાહુબલી સિવાયના બધા ભાઈઓએ દીક્ષા લઈ લીધી. બાહુબલીએ ભરતને યુદ્ધ માટે આહ્વાન કર્યું. સેનાની સહાયતા ન લેતાં બંનેએ કંઠયુદ્ધ કરવાનું સ્વીકાર્યું. અંતમાં બાહુબલીને આ અધર્મયુદ્ધથી વૈરાગ્ય થઈ ગયો અને તેમણે પણ દીક્ષા લઈ લીધી.
તે પછી આચાર્ય દર્શાવે છે કે મરીચિએ કેવી રીતે પરીષહોથી ગભરાઈને ત્રિદંડી સંપ્રદાયની સ્થાપના કરી, ભરતે સમવસરણમાં ભગવાન ઋષભદેવને ચક્રવર્તીનો વિષયમાં પૂછ્યું અને ભગવાને કઈ રીતે જિન, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ વગેરેના વિષયમાં વિસ્તૃત વિવેચન કર્યું વગેરે. ભરતે ભગવાનને પ્રશ્ન કર્યો કે શું આ સભામાં પણ કોઈ ભાવિ તીર્થકર છે? ભગવાને ધ્યાનસ્થ પરિવ્રાજક સ્વપૌત્ર મરીચિ તરફ સંકેત કર્યો અને કહ્યું કે આ વીર નામક અન્તિમ તીર્થંકર થશે તથા પોતાની નગરીમાં આદિ વાસુદેવ ત્રિપૃષ્ઠ અને વિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામનો ચક્રવર્તી થશે. તે સાંભળીને ભરત ભગવાન ઋષભદેવને નમસ્કાર કરીને મરીચિને નમસ્કાર કરવા જાય છે. નમસ્કાર કરીને કહે છે કે હું આ પરિવ્રાજક મરીચિને નમસ્કાર નથી કરી રહ્યો પરંતુ ભાવિ તીર્થકર વિરપ્રભુને નમસ્કાર કરી રહ્યો છું. આ સાંભળીને મરીચિ ગર્વથી ફુલાઈ જાય છે અને પોતાના કુળની પ્રશંસા કરવા લાગે છે.
ત્યારબાદ નિર્યુક્તિકાર ભગવાનના નિર્વાણ-મોક્ષનો પ્રસંગે ઉપસ્થિત કરે છે. ભગવાન વિચરતાં-વિચરતાં અષ્ટાપદ પર્વત પર પહોંચે છે જ્યાં તેમને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. નિર્વાણ બાદ તેમના માટે ચિતા બનાવવામાં આવે છે અને પછી તે
૧.
ગા. ૩૩૫-૩૪૭.
૨, ગા. ૩૪૮-૩૪૯.
૩. ગા. ૩૫૦-૪૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org