________________
આવશ્યકનિર્યુક્તિ સમભાવ છે તે જ સામાયિકમાં સ્થિત છે. આ જ રીતે બાકીના દ્વારોની પણ નિર્યુક્તિકારે સંક્ષેપમાં વ્યાખ્યા કરી છે. આ કારોની વ્યાખ્યાની સાથે ઉપોદ્દાતનિર્યુક્તિ સમાપ્ત થાય છે.
ઉપોદ્ધાતનો આ વિસ્તાર માત્ર આવશ્યકનિયુક્તિ માટે જ ઉપયોગી નથી, તેની ઉપયોગિતા વાસ્તવમાં બધી નિર્યુક્તિઓ માટે છે. તેમાં વર્ણિત ભગવાન ઋષભદેવ અને મહાવીરના જીવન-ચરિત્ર તથા તત્સંબદ્ધ અન્ય તથ્યો પ્રાચીન જૈન ઈતિહાસ તથા સંસ્કૃતિ પર મહત્ત્વપૂર્ણ પ્રકાશ પાડે છે. જૈન આચાર અને વિચારની રૂપરેખા સમજવા માટે આ અંશ ખૂબ જ ઉપયોગી છે. તે પછી આચાર્ય નમસ્કારનું વ્યિાખ્યાન કરે છે. નમસ્કાર :
સામાયિકનિયુક્તિની સૂત્રસ્પર્શી વ્યાખ્યાનો પ્રારંભ અહીંથી જ થાય છે. તેની પહેલાં સામાયિક સમ્બન્ધી વાતોનું વિવરણ આપવામાં આવ્યું છે. સામાયિકસૂત્રના પ્રારંભમાં નમસ્કાર મ7 આવે છે આથી નમસ્કારની નિર્યુક્તિ રૂપે આચાર્ય ઉત્પત્તિ, નિક્ષેપ, પદ, પદાર્થ, પ્રરૂપણા, વસ્તુ, આક્ષેપ, પ્રસિદ્ધિ, ક્રમ, પ્રયોજન અને ફળ – આ અગિયાર દ્વારા વડે નમસ્કારની ચર્ચા કરે છે. ઉત્પત્તિ વગેરે દ્વારોનું તેમના ભેદ-પ્રભેદો સાથે અતિ વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. અહીં તેના કેટલાક મહત્ત્વપૂર્ણ અંશોનો પરિચય આપવામાં આવે છે. તે જ્યાં સુધી નમસ્કારની ઉત્પત્તિનો પ્રશ્ન છે, તે ઉત્પન્ન પણ છે અને અનુત્પન્ન પણ છે, નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. નયદષ્ટિથી વિચાર કરતાં સ્યાદ્વાદીઓના મતે તેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી.* નમસ્કારમાં ચાર પ્રકારના નિક્ષેપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. પદના પાંચ પ્રકાર છે : નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આખ્યાતક અને મિશ્ર. “મનું પદ નૈપાતિક છે કેમકે તે નિપાતસિદ્ધ છે. “મનું પદનો અર્થ દ્રવ્યસંકોચ અને ભાવસંકોચ છે. પ્રરૂપણાના બે, ચાર, પાંચ, છ અને નવ ભેદ થઈ શકે છે. ઉદાહરણ માટે છ ભેદ આ મુજબ છે : ૧. નમસ્કાર શું છે, ૨. કોની સાથે સમ્બન્ધ રાખે છે, ૩. કયા કારણે પ્રાપ્ત થાય છે, ૪. ક્યાં રહે છે, ૫. કેટલા સમય સુધી રહે છે, ૬. કેટલા પ્રકારનો હોય છે? નવ ભેદ આ છે : ૧. સત્પદપ્રરૂપણતા, ૨. દ્રવ્યપ્રમાણ, ૩. ક્ષેત્ર, ૪. સ્પર્શના, ૫. કાલ, ૬. અત્તર, ૭. ભાગ, ૮. ભાવ, ૯, અલ્પબદુત્વ. અરિહંત, સિદ્ધ, આચાર્ય,
૧. ગા.૭૮૯-૯, ૨. ગા.૮૦૦-૮૮૦. ૪. ગા. ૮૮૨. ૫. ગા. ૮૮૪.
૩. ગા.૮૮૧. ૬, ગા. ૮૮૫,
૭. ગા. ૮૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org