________________
૭૩
આવશ્યકનિર્યુક્તિ જુમ્બિકાગ્રામની બહાર ઋજુવાલુકા નદીના કિનારે વૈયાવૃત્ય ચૈત્ય પાસે શ્યામક ગૃહપતિના ક્ષેત્રમાં શાલ વૃક્ષ નીચે ષષ્ઠતપના દિવસે ઉકુટુકાવસ્થામાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ ભગવાન મધ્યમા પાપાના મહસન ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં દ્વિતીય સમવસરણ થયું અને તેમને ધર્મવરચક્રવર્તિત્વની પ્રાપ્તિ થઈ. આ જ સ્થાન પર સોમિલાર્ક નામક બ્રાહ્મણની દીક્ષાના પ્રસંગે (યજ્ઞ સમયે) વિશાળ જનસમૂહ એકત્રિત થયો હતો. યજ્ઞવાટની ઉત્તરમાં એકાંતમાં દેવ-દાનવેન્દ્રો ભગવાન મહાવીરનું મહિમા-ગાન કરી રહ્યા હતા. દિવ્યધ્વનિથી ચારે દિશાઓ ગૂંજી રહી હતી. સમવસરણના મહિમાનો પાર ન હતો. દિવ્યધ્વનિ સાંભળીને યજ્ઞવાટિકામાં બેઠેલા લોકોને બહુ આનંદનો અનુભવ થઈ રહ્યો હતો. તેઓ વિચારી રહ્યા હતા કે અમારા યજ્ઞથી આકર્ષાઈને દેવો દોડતા આવી રહ્યા છે. આ જ યશવાટિકામાં ભગવાન મહાવીરના ભાવિ ગણધરો પણ આવ્યા હતા, જેમની સંખ્યા અગિયાર હતી. તેમના નામો આ છે : ૧. ઈન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. વ્યક્ત, ૫. સુધર્મા, ૬. મંડિક, ૭. મૌર્યપુત્ર, ૮, અકંપિત, ૯. અચલભ્રાતા, ૧૦. મેતાર્ય, ૧૧. પ્રભાસ. તેમના મનમાં વિવિધ શંકાઓ હતી જેમનું ભગવાન મહાવીરે સંતોષપ્રદ સમાધાન કર્યું. અંતમાં તેમણે ભગવાન પાસેથી દીક્ષા ગ્રહણ કરી અને તેમના મુખ્ય શિષ્યો – ગણધરો બન્યા. તેમના મનમાં ક્રમશઃ નિમ્નલિખિત શંકાઓ હતી.૪ ૧. જીવનું અસ્તિત્વ, ૨. કર્મનું અસ્તિત્વ, ૩. જીવ અને શરીરનો અભેદ, ૪. ભૂતોનું અસ્તિત્વ, ૫. હભવ-પરભવસાદશ્ય, ૬. બંધ-મોક્ષ, ૭. દેવોનું અસ્તિત્વ, ૮. નરકનું અસ્તિત્વ, ૯. પુણ્ય-પાપ, ૧૦. પરલોકની સત્તા, ૧૧. નિર્વાણસિદ્ધિ. જ્યારે યશવાટિકાના લોકોને એ માલુમ પડ્યું કે દેવતાસમૂહ અમારા યજ્ઞથી આકર્ષિત થઈને નથી આવી રહ્યો પરંતુ જિનેન્દ્ર ભગવાન મહાવીરના મહિમાથી ખેંચાઈને દોડતો આવી રહ્યો છે ત્યારે અભિમાની ઈન્દ્રભૂતિ અમર્ષ પૂર્વક ભગવાન પાસે પહોંચ્યો. જેવો ઈન્દ્રભૂતિ ભગવાન સમીપે પહોંચ્યો ત્યાં જ ભગવાને તેને નામ લઈને સમ્બોધિત કર્યો અને તેના મનની શંકા કહી બતાવી અને તેનું સમાધાન કર્યું. જે સાંભળીને ઈન્દ્રભૂતિનો સંશય દૂર થયો અને તે પોતાના પ00 શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષિત થઈ ગયો. આ જ રીતે અન્ય ગણધરોએ પણ ક્રમશઃ ભગવાન પાસે દીક્ષા લીધી. આ ગણધરોનાં જન્મ, ગોત્ર, માતા-પિતા વગેરે તરફ પણ આચાર્ય સંક્ત કર્યો
ક્ષેત્ર-કાલાદિ દ્વાર :
નિર્ગમત્કારની ચર્ચાના પ્રસંગે ભગવાન ઋષભદેવ અને મહાવીરના ૧. ગા.પ૨૭. ૨. ગા. ૫૪૦-૫૯૨. ૩. ગા.પ૯૪-૫. ૪. ગા. ૨૯૭ ૫. ગા.૫૯૯-૬૪૨.
૬. ગા. ૬૪૩-૬૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org