________________
આગમિક વ્યાખ્યાઓ અભિનિબોધિક જ્ઞાનની નિમિત્તભૂત પાંચ ઈન્દ્રિયોમાંથી શ્રોત્રેન્દ્રિય પૃષ્ટ શબ્દનું ગ્રહણ કરે છે, ચક્ષુરિન્દ્રિય અસ્પષ્ટ રૂપ જુએ છે, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય બદ્ધપૃષ્ટ અર્થાત્ સમ્બદ્ધસ્કૃષ્ટ વિષયોનું જ્ઞાન કરે છે. આ કથનથી તે દાર્શનિકોની માન્યતાનું ખંડન પણ થઈ જાય છે જેઓ શબ્દને મૂર્ત ન માનતાં અમૂર્ત આકાશનો ગુણ માને છે તથા ચક્ષુરિન્દ્રિયને પ્રાપ્યકારી માને છે. આગળની કેટલીક ગાથાઓમાં શબ્દ અને ભાષાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. 1 . આભિનિબોધિક જ્ઞાનના નિમ્નલિખિત પર્યાયશબ્દો આપવામાં આવ્યા છે : ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ અને પ્રજ્ઞા. તે પછી આચાર્યે સત્પદપ્રરૂપણામાં ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યક્ત, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પીત્ત, પર્યાપ્તક, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ અને ચરમ આ બધા દ્વારો – દષ્ટિઓ વડે આભિનિબોધિક જ્ઞાનના સ્વરૂપની ચર્ચા થઈ શકે છે, તે તરફ સંકેત કર્યો છે. અહીં સુધી આભિનિબોધિક જ્ઞાનની ચર્ચા છે. તે પછી શ્રુતજ્ઞાનની ચર્ચાનો પ્રારંભ થાય છે.
લોકમાં જેટલા પણ અક્ષર છે અને તેમનાં જેટલાં પણ સંયુક્ત રૂપ બની શકે છે તેટલાં જ શ્રુતજ્ઞાનના ભેદ છે. આવી સ્થિતિમાં એ સંભવિત નથી કે શ્રુતજ્ઞાનના બધા ભેદોનું વર્ણન થઈ શકે. આનો સ્વીકાર કરતાં નિર્યુક્તિકારે માત્ર ચૌદ પ્રકારના નિક્ષેપથી શ્રુતજ્ઞાનનો વિચાર કર્યો છે. ચૌદ પ્રકારના શ્રુતનિક્ષેપ આ પ્રમાણે છે : અક્ષર, સંજ્ઞી, સમ્યફ, સાદિક, સંપર્યવસિત, ગમિક, અંગપ્રવિષ્ટ, અનક્ષર, અસંજ્ઞી, મિથ્યા, અનાદિક, અપર્યવસિત, અગમિક અને અંગબાહ્ય.'
અવધિજ્ઞાનનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે અવધિજ્ઞાનની સંપૂર્ણ પ્રકૃતિઓ અર્થાત ભેદ તો અસંખ્ય છે પરંતુ સામાન્ય રીતે તેના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય આ બે ભેદ થઈ શકે છે તે ઉપરાંત અવધિજ્ઞાનનો ચૌદ પ્રકારના નિક્ષેપથી પણ વિચાર થઈ શકે છે. આ ચૌદ નિક્ષેપ આ પ્રમાણે છે : સ્વરૂપ, ક્ષેત્ર, સંસ્થાન, આનુગામિક, અવસ્થિત, ચલ, તીવ્રમન્દ, પ્રતિપાતોત્પાદ, જ્ઞાન, દર્શન, વિભંગ, દેશ, ક્ષેત્ર અને ગતિ. નામ સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવ - આ સાત નિક્ષેપોથી પણ અવધિજ્ઞાનની ચર્ચા થઈ શકે છે. આટલો નિર્દેશ કર્યા બાદ આચાર્યે આ નિક્ષેપોનો વિસ્તારથી વિચાર કર્યો છે. પાંચ પ્રકારના જ્ઞાનની સ્વરૂપ-ચર્ચામાં આટલો અધિક વિસ્તાર અવધિજ્ઞાનની ચર્ચાનો જ છે.
૩. ગા.૧૩-૫
૪, ગા.૧૭-૯.
૧. ૫.
ગા.૫ ગા. ૨૫-૯,
૨. ગા.૧૨ ૬. ગા. ૩૦-૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org