________________
આગમિક વ્યાખ્યાઓ
જ્ઞાન અને ચારિત્રના પારસ્પરિક સંબંધની ચર્ચા કરતાં આચાર્યે તે સિદ્ધ કર્યું છે કે મુક્તિ માટે જ્ઞાન અને ચારિત્ર બંને અનિવાર્ય છે. જ્ઞાન અને ચારિત્રના સંતુલિત સમન્વયથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચારિત્રવિહીન જ્ઞાન અને જ્ઞાનવિહીન ચારિત્ર એક-બીજાથી બહુ દૂર બેઠેલાં આંધળા અને લંગડા સમાન છે જે એકબીજાના અભાવમાં પોતાના અભીષ્ટ સ્થાન પર પહોંચી શકતા નથી.૧
૬૮
તે
તે પછી આચાર્ય દર્શાવે છે કે સામાયિકનો અધિકારી કોણ થઈ શકે છે ? આ બહાને વસ્તુતઃ તેમણે શ્રુતજ્ઞાનના અધિકારીનું જ વર્ણન કર્યું છે. તે ક્રમશઃ કઈ રીતે વિકાસ કરે છે, તેનાં કર્મોનો કઈ રીતે ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થાય છે, કઈ રીતે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય છે વગેરે પ્રશ્નોનું ઉપશમ અને ક્ષપકશ્રેણીના વિસ્તૃત વર્ણન દ્વારા સમાધાન કર્યું છે. આચાર્યનો અભિપ્રાય એ જ છે કે સામાયિકશ્રુતનો અધિકારી જ ક્રમશઃ મોક્ષનો અધિકારી બને
ર
H
જ્યારે મોક્ષની પ્રાપ્તિ માટે સામાયિક-શ્રુતનો અધિકાર આવશ્યક છે, ત્યારે તીર્થંકર બનવા માટે તો તે આવશ્યક છે જ કેમકે તીર્થંકરનું અંતિમ લક્ષ્ય પણ મોક્ષ જ છે. જે સામાયિક-શ્રુતનો અધિકારી હોય છે તે જ ક્રમશઃ વિકાસ કરતો કરતો કોઈ કાળે તીર્થંકરરૂપે ઉત્પન્ન થાય છે. પ્રત્યેક તીર્થંકર પોતાના સમયમાં સર્વપ્રથમ શ્રુતનો ઉપદેશ આપે છે અને તે જ શ્રુત આગળ જઈને સૂત્રનું રૂપ ધારણ કરે છે. તીર્થંકરોપદિષ્ટ શ્રુતને જિન-પ્રવચન પણ કહે છે. આચાર્ય ભદ્રબાહુએ પ્રવચનના નિમ્ન પર્યાય આપ્યા છે ઃ પ્રવચન, શ્રુત, ધર્મ, તીર્થ અને માર્ગ. સૂત્ર, તન્ત્ર, ગ્રન્થ, પાઠ અને શાસ્ત્ર એકાર્થક છે. અનુયોગ, નિયોગ, ભાષ્ય, વિભાષા અને વાર્તિક પર્યાયવાચી છે. આગળ આચાર્યો અનુયોગ અને અનનુયોગનું નિક્ષેપવિધિથી વર્ણન કર્યું છે. ત્યાર બાદ ભાષા, વિભાષા અને વાર્તિકનો ભેદ સ્પષ્ટ કર્યો છે. સાથે જ વ્યાખ્યાનવિધિનું નિરૂપણ કરતાં આચાર્ય અને શિષ્યની યોગ્યતાનો માપદંડ બતાવ્યો છે." તે પછી આચાર્ય પોતાના મુખ્ય વિષય સામાયિકનું વ્યાખ્યાન શરૂ કરે છે તથા વ્યાખ્યાનની વિધિરૂપ નિમ્નલિખિત વાતોનો નિર્દેશ કરે છે :—
3
૧. ઉદ્દેશ અર્થાત્ વિષયનું સામાન્ય કથન, ૨. નિર્દેશ અર્થાત્ વિષયનું વિશેષ કથન, ૩. નિર્ગમ અર્થાત્ વ્યાખ્યેય વસ્તુનો ઉદ્ભવ, ૪. ક્ષેત્ર અર્થાત્ દેશ-ચર્ચા,
૧.
3.
૫.
ગા.૯૪-૧૦૩.
ગા. ૧૩૦-૧.
ગા. ૧૩૫-૯.
Jain Education International
૨.ગા.૧૦૪-૧૨૭.
૪. ગા. ૧૩૨-૪.
૬. ગા. ૧૪૦-૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org