________________
આવશ્યકનિયુક્તિ
૬૭
મન દ્વારા ચિન્તિત અર્થનું માત્ર આત્મસાપેક્ષ જ્ઞાન મન:પર્યયજ્ઞાન છે. તે મનુષ્યક્ષેત્ર સુધી સીમિત છે, ગુણપ્રાત્યયિક છે તથા ચારિત્રવાનોની સંપત્તિ છે.
બધા દ્રવ્યો અને તેમના બધા પર્યાયોનું સર્વકાલભાવી તથા અપ્રતિપાતી જ્ઞાન કેવલજ્ઞાન છે. તેમાં કોઈ પ્રકારનું તારતમ્ય નથી હોતું આથી તે એક જ પ્રકારનું છે. સામાયિક :
કેવલજ્ઞાની જે અર્થનું પ્રતિપાદન કરે છે અને જે શાસ્ત્રોમાં વચનરૂપે સંગૃહીત છે તે દ્રવ્યશ્રુત છે. આ પ્રકારના શ્રુતનું જ્ઞાન ભાવશ્રુત છે. પ્રસ્તુત અધિકાર શ્રુતજ્ઞાનનો છે કેમકે શ્રુતજ્ઞાન વડે જ જીવ વગેરે પદાર્થો પ્રકાશિત થાય છે. એટલું જ નહિ પરંતુ જાતિ આદિ જ્ઞાનોનું પ્રકાશક પણ શ્રુતજ્ઞાન જ છે.
r
આટલી પીઠિકા – ભૂમિકા બાંધ્યા પછી નિર્યુક્તિકાર સામાન્યરૂપે બધા તીર્થંકરોને નમસ્કાર કરે છે. ત્યાર પછી ભગવાન મહાવીરને વિશેષરૂપે નમસ્કાર કરે છે. મહાવીર પછી તેમના ગણધરો, શિષ્ય-પ્રશિષ્યો વગેરેને નમસ્કાર કરે છે. આટલું કર્યા બાદ એવી પ્રતિજ્ઞા કરે છે કે હું પણ આ બધાએ શ્રુતનો જે અર્થ દર્શાવ્યો છે તેની નિયુક્તિ અર્થાત્ સંક્ષેપમાં શ્રુતની સાથે તે જ અર્થની યોજના કરું છે. તેના માટે આવશ્યકાદિ દસ સૂત્ર-ગ્રન્થોનો આધાર લઉં છું.TM આવશ્યકનિર્યુક્તિમાં પણ સર્વપ્રથમ સામાયિકનિર્યુક્તિની રચના કરીશ, કેમકે તે ગુરુ-પરમ્પરાથી ઉપદિષ્ટ છે." સંપૂર્ણ શ્રુતના પ્રારંભમાં સામાયિક છે અને અંતમાં બિંદુસાર છે. શ્રુતજ્ઞાન પોતે પોતાનામાં જ પૂર્ણ અને અંતિમ લક્ષ્ય છે એવી વાત નથી. શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે. ચારિત્રનો સાર નિર્વાણ અર્થાત્ મોક્ષ છે અને એ જ આપણું અન્તિમ લક્ષ્ય છે.
જૈન આગમ-ગ્રન્થોમાં આચારાંગને સર્વપ્રથમ માનવામાં આવે છે, પરંતુ અહીં આચાર્ય ભદ્રબાહુ સામાયિકને સંપૂર્ણ શ્રુતના પ્રારંભમાં જ મૂકે છે, એમ કેમ ? એનું કારણ એ જ છે કે શ્રમણ માટે સામાયિકનું અધ્યયન સર્વપ્રથમ અનિવાર્ય છે. સામાયિકનું અધ્યયન કર્યા બાદ જ તે બીજા ગ્રન્થોનું અધ્યયન કરે છે, કેમકે ચારિત્રનો પ્રારંભ જ સામાયિકથી થાય છે. ચારિત્રની પાંચ ભૂમિકાઓમાં પ્રથમ ભૂમિકા સામાયિકચારિત્ર છે. આગમગ્રન્થોમાં પણ જ્યાં ભગવાન મહાવીરના શ્રમણોના શ્રુતાધ્યયનની ચર્ચા છે ત્યાં અનેક જગ્યાએ અંગગ્રન્થોના પ્રારંભમાં સામાયિકના અધ્યયનનો નિર્દેશ છે.
૧.
ગા.૭૬.
૫. ગા. ૮૭.
in Education International
૨. ગા.૭૭.
૬. ગા.૯૩.
૩.ગા.૭૮-૯,
For Private & Personal Use Only
૪. ગા.૮૦-૮૬.
www.jainelibrary.org