________________
દ્વિતીય પ્રકરણ
આવશ્યકનિર્યુક્તિ ભદ્રબાહુકૃત દસ નિયુક્તિઓમાં આવશ્યકનિયુક્તિ" ની રચના સર્વપ્રથમ થઈ
આવશ્યકનિર્યુક્તિ પર અનેકટીકાઓ રચવામાં આવી છે. આમાંથી નિમ્નલિખિત ટીકાઓ પ્રકાશિત થઈ ચૂકી છે – (અ) મલયગિરિકૃત વૃત્તિ
(ક) આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૨૮-૧૯૩૨.
(ખ) દેવચન્દ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર, સૂરત, સન્ ૧૯૩૬. (આ) હરિભદ્રકૃત વૃત્તિ- આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૬-૭. (ઈ) માલધારી હેમચન્દ્રકૃત પ્રદેશવ્યાખ્યા તથા ચન્દ્રસૂરિકૃત પ્રદેશવ્યાખ્યાટિપ્પણ – દેવચંદ્ર
લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૨૦. (ઈ) જિનભદ્રકૃત વિશેષાવશ્યકભાષ્ય તથા તેની માલધારી હેમચન્દ્રકૃત ટીકા-યશોવિજય જૈન
ગ્રંથમાલા, બનારસ, વીર સં. ૨૪૨૭-૨૪૪૧. (ઉ) કોટ્યાચાર્યકત વિશેષાવશ્યકભાષ્ય-વિવરણ-ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા,
રતલામ, ઈ.સ.૧૯૩૬-૩૭. (8) જિનદાસગણિ મહત્તકૃત ચૂર્ણિ –ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ,
સન્ ૧૯૨૮. (એ) વિશેષાવશ્યભાષ્યની જિનભદ્રકૃત સ્વોપવૃત્તિ-લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ, સન્ . ૧૯૬૬ .
આવશ્યકનિયુક્તિની ગાથા સંખ્યા જુદી-જુદી પ્રતોમાં જુદી-જુદી રીતે મળે છે. આ ગાથાઓમાં ક્યાંક-ક્યાંક ભાષ્યની ગાથાઓ પણ ભળેલી પ્રતીત થાય છે. ઉદાહરણ માટે આવશ્યકનિયુક્તિદીપિકાની ૧૨૨થી ૧૨૬ સુધીની ગાથાઓ વિશેષાવશ્યકકોટ્યાચાર્યવૃત્તિમાં નથી. ગા. ૧૨૧ કોટ્યાચાર્યે ભાષ્યમાં સમ્મિલિત કરી છે. મલયગિરિવિવરણમાં આવશ્યકનિર્યુક્તિદીપિકાની ૧૨૪થી ૧૨૬ સુધીની ગાથાઓ નથી. આ જ રીતે અન્યત્ર પણ ગાથાઓની સંખ્યા, ક્રમ વગેરેમાં ભેદ જોવા મળે છે. અમે અમારા લેખન, સ્થળનિર્દેશ વગેરે માટે આવશ્યકનિયુક્તિદીપિકાનો આધાર લીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org