________________
આગમિક વ્યાખ્યાઓ
અષ્ટાંગનિમિત્ત અને મંત્રવિદ્યાના પારગામી અર્થાત્ નૈમિત્તિક રૂપે પણ પ્રસિદ્ધ છે. તેમણે પોતાના ભાઈ સાથે ધાર્મિક સ્પર્ધા કરતાં ભદ્રબાહુસંહિતા તથા ઉપસર્ગહરસ્તોત્રની રચના કરી હતી. અથવા તેમ પણ કહી શકાય કે તેમને આ ગ્રન્થોની રચના આવશ્યક પ્રતીત થઈ. નિર્યુક્તિકાર તથા ઉપસર્ગહરસ્તોત્રના પ્રણેતા ભદ્રબાંહુ એક છે અને તે નૈમિત્તિક ભદ્રબાહુ છે, આ માન્યતાની પુષ્ટિ માટે એવું પ્રમાણ આપવામાં આવે છે કે આવશ્યકનિર્યુક્તિની ૧૨૫૨થી ૧૨૭૦ સુધીની ગાથાઓમાં ગંધર્વ નાગદત્તનું કથાનક છે. આ કથાનકમાં નાગનું વિષ ઉતારવાની વિધિ બતાવવામાં આવી છે. ઉપસર્ગહરસ્તોત્રમાં પણ ‘વિહર ત્તિામંત' વગેરેથી નાગનું વિષ ઉતારવાની ક્રિયાનું જ વર્ણન આપવામાં આવ્યું છે. ઉપર્યુક્ત નિર્યુક્તિગ્રન્થમાં મંત્રક્રિયાના પ્રયોગ સાથે ‘સ્વાહા’ પદનો નિર્દેશ પણ મળે છે જે રચયિતાના તત્સમ્બન્ધી પ્રેમ અથવા જ્ઞાન તરફ સંકેત કરે છે. બીજી વાત એ છે કે અષ્ટાંગનિમિત્ત તથા મંત્રવિદ્યાના પારગામી નૈમિત્તિક ભદ્રબાહુ જ્યોતિર્વિદ્ વરાહમિહિરના ભાઈ સિવાય અન્ય કોઈ પ્રસિદ્ધ નથી. આથી સહજ જ અનુમાન કરી શકાય છે કે ઉપસર્ગહરસ્તોત્રાદિ ગ્રન્થોના રચિયતા અને આવશ્યકાદિ નિર્યુક્તિઓના પ્રણેતા ભદ્રબાહુ એક જ છે.
૬૨
નિર્યુક્તિકાર ભદ્રબાહુની નૈમિત્તિકતા સિદ્ધ કરનાર એક અન્ય પ્રમાણ પણ છે. તેમણે આવશ્યક વગેરે જે ગ્રન્થો પર નિર્યુક્તિઓ લખી છે તેમાં સૂર્યપ્રજ્ઞપ્તિનો પણ સમાવેશ છે. તેનાથી એ અનુમાન કરી શકાય છે કે તેઓ નિમિત્તવિદ્યામાં કુશળ તથા રુચિ રાખનાર હતા. નિમિત્તવિદ્યા પ્રત્યે પ્રેમ તથા કુશળતાના અભાવમાં આ ગ્રન્થ તેઓ હાથમાં ન લેત.
પંચસિદ્ધાન્તિકાના અંતમાં શક સંવત્ ૪૨૭ અર્થાત્ વિક્રમ સંવત્ ૫૬૨નો ઉલ્લેખ છે. આ વરાહમિહિરનો સમય છે. જ્યારે આપણે તે માની લઈએ છીએ કે નિર્યુક્તિકાર ભદ્રબાહુ વરાહમિહિરના સહોદર હતા ત્યારે એ સ્વતઃ સિદ્ધ છે કે આચાર્ય ભદ્રબાહુ વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં વિદ્યમાન હતા અને નિર્યુક્તિઓનો રચનાકાળ વિક્રમ સંવત ૫૦૦-૬૦૦ની વચ્ચે છે.
આચાર્ય ભદ્રબાહુએ દસ નિર્યુક્તિઓ, ઉપસર્ગહરસ્તોત્ર અને ભદ્રબાહુસંહિતા આ બાર ગ્રંથોની રચના કરી હતી. ભદ્રબાહુસંહિતા અનુપલબ્ધ છે. આજે જે
૧. મહાવીર જૈન વિદ્યાલય : રજત મહોત્સવ ગ્રંથ, પૃ. ૧૯૭-૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org