________________
૬O
આગમિક વ્યાખ્યાઓ • ૩. ઉત્તરાધ્યયનનિર્યુક્તિ ગાથા ૧૨૦માં કાલિકાચાર્યની કથા.
૪. આવશ્યકનિર્યુક્તિની ૭૬૪થી ૭૬૯ સુધીની ગાથાઓમાં દશપૂર્વધર વજસ્વામીને નમસ્કાર.
૫. ઉત્તરાધ્યયન સૂત્રના અકામમરણીય નામના અધ્યયન સંબંધી એક નિર્યુક્તિગાથા છે જેનો અર્થ આમ છે : અમે મરણવિભક્તિ સંબંધિત બધા દ્વારોનું અનુક્રમે વર્ણન કર્યું. પદાર્થોનું સંપૂર્ણ તથા વિશદ વર્ણન તો જિન અર્થાત કેવલજ્ઞાની અને ચતુર્દશપૂર્વધર જ કરી શકે છે.' જો નિર્યુક્તિકાર સ્વયં ચતુર્દશપૂર્વવિદ્ હોત તો પોતાના મુખથી આવી વાત ન કહેત.
૬. જેમ કે પહેલાં કહેવામાં આવી ચૂક્યું છે, દશાશ્રુતસ્કન્વનિર્યુક્તિના પ્રારંભમાં જ આચાર્ય લખે છે: “પ્રાચીન ગોત્રીય, અંતિમ શ્રુતકેવલી અને દશાશ્રુતસ્કન્ધ, કલ્પ તથા વ્યવહારના પ્રણેતા મહર્ષિ ભદ્રબાહુને હું નમસ્કાર કરું છું.” આનાથી સહજ જ અનુમાન કરી શકાય છે કે જો નિર્યુક્તિકાર સ્વયં ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી હોત તો તે રીતે છેદસૂત્રકારને નમસ્કાર ન કરત. બીજા શબ્દોમાં જો છેદસૂત્રકાર અને નિર્યુક્તિકાર એક જ ભદ્રબાહુ હોત તો દશાશ્રુતસ્કલ્પનિયુક્તિના પ્રારંભમાં જ છેદસૂત્રકાર ભદ્રબાહુને નમસ્કાર ન કરવામાં આવત, કેમકે કોઈ પણ સમજદાર ગ્રંથકાર પોતાની જાતને નમસ્કાર કરતો નથી.
ઉપર્યુક્ત ઉલ્લેખોથી એ જ વાત સિદ્ધ સિદ્ધ થાય છે છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર શ્રુતકેવલી આર્ય ભદ્રબાહુ અને નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ એક જ વ્યક્તિ ન હોઈને અલગ-અલગ વ્યક્તિ છે. હા, નિર્યુક્તિઓમાં ઉપલબ્ધ કેટલીક ગાથાઓ અવશ્ય પ્રાચીન હોઈ શકે છે, જેમનો આચાર્ય ભદ્રબાહુએ પોતાની કૃતિઓમાં સમાવેશ કરી લીધો હોય. આ જ રીતે નિર્યુક્તિઓની કેટલીક ગાથાઓ અર્વાચીન
છીના આચાર્યો દ્વારા જોડેલી પણ હોઈ શકે છે.
૧. અત્રે પણ ડર, મરવિમરીડ઼ વણિયા મતો
सगलणिउणे पयत्थे, जिणचउद्दसपुव्वि भासंति ॥ २३३ ।।
૨. આ વિષયમાં મુનિ શ્રી પુણ્યવિજયજીએ પર્યાપ્ત ઉહાપોહ કર્યો છે. તેઓ જે નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે તેમના જ શબ્દોમાં અહીં ઉદ્ધત કરવામાં આવે છે -
બૃહત્કલ્પ-ભાષ્ય ભા.દની પ્રસ્તાવનામાં મેં અનેક પ્રમાણોના આધાર સિદ્ધ કર્યું છે કે ઉપલબ્ધ નિર્યુક્તિઓના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુ નથી પરંતુ જયોતિર્વિદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org