________________
નિર્યુક્તિઓ અને નિયુક્તિકાર
પ૯ જૈન સમ્પ્રદાયની સામાન્ય રીતે એ જ ધારણા છે કે છેદસૂત્રકાર તથા નિર્યુક્તિકાર બંને ભદ્રબાહુ એક જ છે, જે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુના નામથી પ્રસિદ્ધ છે. વસ્તુતઃ છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુ અને નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ બે અલગ વ્યક્તિ છે.'
દશાશ્રુતસ્કલ્પનિયુક્તિના પ્રારંભમાં નિર્યુક્તિકાર કહે છે કે પ્રાચીન ગોત્રીય, અંતિમ શ્રુતકેવલી, દશાશ્રુતસ્કન્ધ, કલ્પ અને વ્યવહાર પ્રણેતા મહર્ષિ ભદ્રબાહુને હું નમસ્કાર કરું છું. આ જ પ્રકારનો ઉલ્લેખ પંચકલ્પનિયુક્તિના પ્રારંભમાં પણ છે. આ ઉલ્લેખોથી એ સિદ્ધ થાય છે કે છેદસૂત્રોના કર્તા ચતુર્દશપૂર્વધર અંતિમ શ્રુતકેવલી વિર આર્ય ભદ્રબાહુસ્વામી છે.
છેદસૂત્ર તથા નિર્યુક્તિઓ એક જ ભદ્રબાહુની કૃતિઓ છે, આ માન્યતાના સમર્થન માટે પણ કેટલાક પ્રમાણ મળે છે. તેમાં સહુથી પ્રાચીન પ્રમાણ આચાર્ય શીલાંકકૃત આચારાંગ-ટીકામાં મળે છે. તેનો સમય વિક્રમની આઠમી શતાબ્દીનો ઉત્તરાર્ધ અથવા નવમી શતાબ્દીનો પ્રારંભ છે. તેમાં એ જ બતાવવામાં આવ્યું છે કે નિયુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુસ્વામી છે.
નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુસ્વામી છે, આ માન્યતાને બાધિત કરનાર પ્રમાણ અધિક સબળ તથા તર્કપૂર્ણ છે. આ પ્રમાણોની પ્રામાણિકતાનો સહુથી મોટો આધાર તો એ છે કે સ્વયં નિર્યુક્તિકાર પોતાને ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામીથી અલગ દર્શાવે છે. બીજી વાત એ છે કે આ પ્રમાણો અધિક પ્રાચીન તથા પ્રબળ છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી જ જો ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુસ્વામી હોય તો તેમની બનાવેલી નિર્યુક્તિઓમાં નિમ્નલિખિત વાતો ના મળવી જોઈએ:
૧. આવશ્યકનિર્યુક્તિની ૭૬૪થી ૭૭૬ સુધીની ગાથાઓમાં સ્થવિર ભદ્રગુપ્ત, આર્ય સિંહગિરિ, વજસ્વામી, તોસલિપુત્રાચાર્ય, આર્ય રક્ષિત, ફલ્યુરક્ષિત વગેરે અર્વાચીન આચાર્યો સંબંધી પ્રસંગોનું વર્ણન.
૨. પિણ્ડનિર્યુક્તિ ગાથા ૪૯૮માં પાદલિતાચાર્યનો પ્રસંગ તથા ૫૦૩થી ૫૦૫ સુધીની ગાથાઓમાં વજસ્વામીના મામા આર્ય સમિતસૂરિનો સમ્બન્ય, બ્રહ્મઢીપિક તાપસોની વ્રજ્યા અને બ્રહ્મદીપિકા શાખાની ઉત્પત્તિનું વર્ણન.
૧. મહાવીર જૈન વિદ્યાલય : રજત મહોત્સવ ગ્રંથ, પૃ. ૧૮૫ ૨. વંઘ મદ્વાદું પા રિમસતલુનાળ |
सुत्तस्स कारगमिसि, दसासु कप्पे य ववहारे ।। १ ॥ ૩. નિરિય પદવીદુસ્વામિનશ્ચતુર્વણપૂર્વધરીવાડનસ્તાન ! – આચારાંગટીકા, પૃ.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org