________________
૪૬
આગમિક વ્યાખ્યાઓ
તથા સુબોધ છે. સ્થાન-સ્થાન પર કથાનકો પણ ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. આ કથાનકો પ્રાકૃતમાં છે. વિવરણમાં વિશેષાવશ્યકભાષ્ય-સ્વોપજ્ઞવૃત્તિકાર, પ્રજ્ઞાકરગુપ્ત, આવશ્યકચૂર્ણિકાર, આવશ્યક-મૂલટીકાકાર, આવશ્યક-મૂલભાષ્યકાર, લઘીયયાલંકારકાર અલંક, ન્યાયાવતાર-વિવૃત્તિકાર વગેરેનો ઉલ્લેખ છે. ઉપલબ્ધ વિવરણ ચતુર્વિશતિસ્તવ નામના દ્વિતીય અધ્યયનના ‘ઘૂમ થવિચિત્ત હુંશું સુમિશ્મિ તેજ જુંથુનિળો'ની વ્યાખ્યા સુધી જ છે. ત્યાર બાદ ‘સામ્પ્રતમર:’ અર્થાત્ ‘હવે અરનાથના વ્યાખ્યાનનો અધિકાર છે' તેટલો જ ઉલ્લેખ વધારે છે. તેની પછીનું વિવરણ અનુપલબ્ધ છે. ઉપલબ્ધ વિવરણનું ગ્રન્થમાન ૧૮૦૦૦ શ્લોક-પ્રમાણ છે. બૃહત્કલ્પ-પીઠિકાવૃત્તિ ઃ
આ વૃત્તિ ભદ્રબાહુકૃત બૃહત્કલ્પ-પીઠિકાનિર્યુક્તિ અને સંઘદાસકૃત બૃહત્કલ્પપીઠિકાભાષ્ય (લઘુભાષ્ય) પર છે. આચાર્ય મલયગિરિ પીઠિકાભાષ્યની ગાથા ૬૦૬ પર્યન્ત જ પ્રસ્તુત વૃત્તિ લખી શક્યા. બાકીની વૃત્તિ પછીથી આચાર્ય ક્ષેમકીર્તિએ લખી. આ તથ્યનું પ્રતિપાદન સ્વયં ક્ષેમકીર્તિએ પોતાની વૃત્તિનો પ્રારંભ કરતાં કર્યું છે. પ્રસ્તુત વૃત્તિનાં આરંભમાં આચાર્ય મલયગિરિએ બૃહત્કલ્પલઘુભાષ્યકાર તથા બૃહત્કલ્પ-ચૂર્ણિકાર પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી છે. વૃત્તિમાં પ્રાકૃત ગાથાઓની સાથે સાથે જ પ્રાકૃત કથાનકો પણ ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. મલયગિરિકૃત વૃત્તિનું ગ્રન્થમાન ૪૬૦૦ શ્લોકપ્રમાણ છે.
મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીકાઓ :
મલધારી હેમચન્દ્રસૂરિનું ગૃહસ્થાશ્રમનું નામ પ્રદ્યુમ્ન હતું. પ્રદ્યુમ્ન રાજમંત્રી હતા. તેઓ પોતાની ચાર સ્ત્રીઓને છોડીને મલધારી અભયદેવસૂરિ પાસે દીક્ષિત થયા હતા. અભયદેવનું મૃત્યુ થતાં અર્થાત્ વિ.સં.૧૧૬૮માં હેમચન્દ્ર આચાર્ય-પદ પ્રાપ્ત કર્યું હતું. સંભવતઃ તેઓ વિ.સં.૧૧૮૦ સુધી આ પદ પર પ્રતિષ્ઠિત રહ્યા અને તદનન્તર તેમનું દેહાવસાન થયું. તેમના કોઈ પણ ગ્રન્થની પ્રશસ્તિમાં વિ.સં.૧૧૭૭ની પછીનો ઉલ્લેખ નથી. તેમણે નિમ્નોક્ત આગમ-વ્યાખ્યાઓ લખી છે : આવશ્યકટિપ્પણ, અનુયોગદ્વાર-વૃત્તિ, ન-િટિપ્પણ અને વિશેષાવશ્યકભાષ્ય-વૃત્તિ. આ સિવાય નિમ્ન કૃતિઓ પણ મલધારી હેમચન્દ્રની જ છે ઃ શતક-વિવરણ, ઉપદેશમાલા, ઉપદેશમાલાવૃત્તિ, જીવસમાસ-વિવરણ, ભવભાવના, ભવભાવના-વિવરણ. આ ગ્રન્થોનું પરિમાણ લગભગ ૮૦૦૦૦ શ્લોક-પ્રમાણ છે. આવશ્યકટિપ્પણ :
આ ટિપ્પણ હરિભદ્રકૃત આવશ્યક-વૃત્તિ પર છે. તેને આવશ્યકવૃત્તિ પ્રદેશવ્યાખ્યા અથવા હારિભદ્રીયાવશ્યકવૃત્તિ-ટિપ્પણક પણ કહે છે. તેના પર હેમચન્દ્રના જ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org