________________
પ્રાસ્તાવિક શિષ્ય શ્રીચન્દ્રસૂરિએ એક વધુ ટિપ્પણ લખ્યું છે જેને પ્રદેશવ્યાખ્યા-ટિપ્પણ કહે છે. આવશ્યક-ટિપ્પણનું ગ્રન્થમાન ૪૬૦૦ શ્લોક-પ્રમાણ છે. અનુયોગકારવૃત્તિ
પ્રસ્તુત વૃત્તિ અનુયોગદ્વારના મૂળપાઠ પર છે. આમાં સૂત્રોનાં પદોનો સરળ તથા સંક્ષિપ્ત અર્થ છે. અહીં-તહીં સંસ્કૃત શ્લોકો પણ ઉદ્ધત કરવામાં આવ્યા છે. વૃત્તિનું ગ્રન્થમાન પ૯૦૦ શ્લોક-પ્રમાણ છે. વિશેષાવશ્યકભાષ્ય-બૃહદ્રવૃત્તિ
પ્રસ્તુત વૃત્તિ, જેને શિષ્યહિતાવૃત્તિ પણ કહે છે, મલધારી હેમચન્દ્રની બૃહત્તમ કૃતિ છે. આમાં વિશેષાવશ્યકભાષ્યના વિષયનું સરળ તથા સુબોધ પ્રતિપાદન છે. દાર્શનિક ચર્ચાઓની પ્રધાનતા હોવા છતાં પણ વૃત્તિની શૈલીમાં ક્લિષ્ટતાનો અભાવ દૃષ્ટિગોચર થાય છે. આ ટીકાને કારણે વિશેષાવશ્યકભાષ્યના પઠન-પાઠનમાં અત્યધિક વૃદ્ધિ થઈ છે, તેમાં કોઈ સંદેહ નથી. આચાર્યે પ્રારંભમાં જ લખ્યું છે કે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત વિશેષાવશ્યકભાષ્ય પર સ્વોપજ્ઞવૃત્તિ તથા કોટ્ટાચાર્યવિહિત વિવરણ ઉપસ્થિત હોવા છતાં પણ પ્રસ્તુત વૃત્તિ લખવામાં આવી રહી છે, કેમકે આ બંને ટીકાઓ અતિ ગંભીર વાક્યાત્મક અને સંક્ષિપ્ત હોવાને કારણે મંદ બુદ્ધિવાળા શિષ્યો માટે કઠિન સાબિત થાય છે. વૃત્તિના અંતની પ્રશસ્તિમાં દર્શાવવામાં આવ્યું છે કે આ વૃત્તિ રાજા જયસિંહના રાજયમાં વિ.સં.૧૧૭૫ની કાર્તિક શુક્લા પંચમીના દિવસે સમાપ્ત થઈ. વૃત્તિનું ગ્રન્થમાન ૨૮000 શ્લોકપ્રમાણ છે. નેમિચન્દ્રસૂરિકૃત ઉત્તરાધ્યયનવૃતિઃ
નેમિચન્દ્રસૂરિનું બીજું નામ દેવેન્દ્રગણિ છે. તેમણે વિ.સં.૧૧૨૯માં ઉત્તરાધ્યયન પર એક ટીકા લખી. આ ટીકાનું નામ ઉત્તરાધ્યયન-સુખબોધાવૃત્તિ છે. આ વૃત્તિ વાદિવેતાલ શાન્તિસૂરિવિહિત ઉત્તરાધ્યયન-શિષ્યહિતાવૃત્તિના આધારે લખવામાં આવી છે. વૃત્તિની સરળતા તથા સુબોધતાને નજરમાં લઈને તેનું નામ સુબોધા રાખવામાં આવ્યું છે. તેમાં ઉદાહરણરૂપ અનેક પ્રાકૃત કથાનકો છે. વૃત્તિના અન્તની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે કે નેમિચન્દ્રાચાર્ય બૃહદ્રગચ્છીય ઉદ્યોતનાચાર્યના શિષ્ય ઉપાધ્યાય આગ્રદેવના શિષ્ય છે. તેમના ગુરુ-ભ્રાતાનું નામ મુનિચન્દ્રસૂરિ છે, જેમની પ્રેરણા જ પ્રસ્તુત વૃત્તિની રચનાનું મુખ્ય કારણ છે. વૃત્તિ-રચનાનું સ્થાન અણહિલપાટક નગર (પાટણ)માં શેઠ દોહડિનું ઘર છે. વૃત્તિની સમાપ્તિનો સમય વિ.સં.૧૧૨૯ છે. તેનું ગ્રન્થમાન ૧૨૦૦૦ શ્લોક-પ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org