________________
४८
આગામક વ્યાખ્યાઓ શ્રીચન્દ્રસૂરિકૃત ટીકાઓ :
શ્રીચન્દ્રસૂરિ શીલભદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે નિમ્નોક્ત ગ્રન્થો પર ટીકાઓ લખી છે: નિશીથ (વીસમો ઉદેશક), શ્રમણોપાસક-પ્રતિક્રમણ (આવશ્યક), નન્દી, જીતકલ્પ, નિરયાવલિકાદિ અન્તિમ પાંચ ઉપાંગ. નિશીથચૂર્ણિ-દુર્ગપદવ્યાખ્યા :
આમાં નિશીથચૂર્ણિના વીસમા ઉદેશકના કઠિન અંશોની સુબોધ વ્યાખ્યા કરવામાં આવી છે. વ્યાખ્યાનો અધિક અંશ વિવિધ પ્રકારના માસીના ભંગ, દિવસોની ગણતરી વગેરે સંબંધિત હોવાને કારણે કંઈક નીરસ છે. અંતમાં વ્યાખ્યાકારે પોતાનો પરિચય આપતાં પોતાને શીલભદ્રસૂરિના શિષ્ય બતાવ્યા છે. પ્રસ્તુત વ્યાખ્યા વિ.સં.૧૧૭૪ની માઘ શુક્લા દ્વાદશી રવિવારના દિવસે સમાપ્ત થઈ. નિરયાવલિકાવૃત્તિઃ
આ વૃત્તિ અંતિમ પાંચ ઉપાંગરૂપ નિરયાવલિકા સૂત્ર પર છે. વૃત્તિ સંક્ષિપ્ત તથા શબ્દાર્થ-પ્રધાન છે. તેનું ગ્રન્થમાન ૬૦૦ શ્લોક-પ્રમાણ છે. જીતકલ્પબૃહસ્થૂર્ણિ-વિષમપદવ્યાખ્યાઃ
પ્રસ્તુત વ્યાખ્યા સિદ્ધસેનસૂરિકા જતકલ્પ-બૃહસ્થૂર્ણિનાં વિષમ પદોનાં વ્યાખ્યાન રૂપમાં છે. તેમાં અહીં-તહીં પ્રાકૃત ગાથાઓ ઉદ્ધત કરવામાં આવી છે. અંતમાં વ્યાખ્યાકારે પોતાનો નામોલ્લેખ કરતાં દર્શાવ્યું છે કે પ્રસ્તુત વ્યાખ્યા વિ.સં.૧૨૨૭ના મહાવીર-જન્મકલ્યાણના દિવસે પૂર્ણ થઈ. વ્યાખ્યાનું ગ્રન્થમાન ૧૧૨૦ શ્લોકપ્રમાણ છે.
ઉપર્યુક્ત ટીકાકારો સિવાય પણ એવા અનેક આચાર્યો છે જેમણે આગમો પર નાની કે મોટી ટીકાઓ લખી છે. આ પ્રકારની કેટલીક પ્રકાશિત ટીકાઓનો પરિચય આગળ આપવામાં આવેલ છે. આચાર્ય ક્ષેમકીર્તિકત બૃહત્કલ્પવૃત્તિઃ
આ વૃત્તિ આચાર્ય મલયગિરિકૃત અપૂર્ણ વૃત્તિની પૂર્તિરૂપે છે. શૈલી વગેરેની દૃષ્ટિએ પ્રસ્તુત વૃત્તિ મલયગિરિકૃત વૃત્તિની કોટિની જ છે. આચાર્ય ક્ષેમકીર્તિના ગુરુનું નામ વિજયચન્દ્રસૂરિ છે. વૃત્તિનો સમાપ્તિકાળ જઇ શુક્લા દસમી વિ.સં.૧૩૩૨ તથા ગ્રંથમાન ૪ર૬૦૦ શ્લોક-પ્રમાણ છે. માણિક્યશેખરસૂરિકૃતિ આવશ્યકનિર્યુક્તિ-દીપિકાઃ
આ ટીકા આવશ્યક નિર્યુક્તિનો શબ્દાર્થ તથા ભાવાર્થ સમજવા માટે બહુ જ ઉપયોગી છે. ટીકાના અંતે દર્શાવવામાં આવ્યું છે કે દીપિકાકાર માણિક્યશેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org