________________
૫૩
પ્રાસ્તાવિક મનોવિજ્ઞાન અને યોગશાસ્ત્ર :
વિશેષાવશ્યકભાષ્યના સિદ્ધ-નમસ્કાર પ્રકરણમાં ધ્યાનનું પર્યાપ્ત વિવેચન છે. વ્યવહાર-ભાષ્યના દ્વિતીય ઉદેશમાં ભાષ્યકારે ક્ષિપ્તચિત્ત તથા દીપ્તચિત્ત સાધુઓની ચિકિત્સાની મનોવૈજ્ઞાનિક વિધિ દર્શાવી છે. આ જ ઉદેશમાં સિચિત્ત અને દીપ્તચિત્ત થવાના કારણો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. પંચકલ્પ-મહાભાષ્યમાં પ્રવ્રજ્યાની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કરતાં ભાષ્યકારે વ્યક્તિત્વના વીસ ભેદોનું વર્ણન કર્યું છે. આ જ રીતે નિશીથ-વિશેષચર્ણિમાં વ્યક્તિત્વના અડતાળીસ ભેદ્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે : અઢાર પ્રકારના પુરુષો, વીસ પ્રકારની સ્ત્રીઓ તથા દસ પ્રકારના નપુંસકો. કામવિજ્ઞાન :
દશવૈકાલિક-નિર્યુક્તિમાં ચૌદ પ્રકારનાં સંપ્રાપ્ત કામ અને દસ પ્રકારના અસંપ્રાપ્ત કામનો ઉલ્લેખ છે. બૃહત્કલ્પ-લઘુભાષ્યના તૃતીય ઉદેશમાં પુરુષસંસર્ગના અભાવમાં ગર્ભાધાન થવાનાં કારણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ ભાષ્યના ચતુર્થ ઉદેશમાં હસ્તકર્મ, મૈથુન વગેરેનાં સ્વરૂપનું વર્ણન છે. નિશીથ-વિશેષચૂર્ણિના પ્રથમ ઉદેશમાં આ જ વિષય પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ ચૂર્ણિના છઠ્ઠા ઉદેશમાં કામીઓના પ્રેમપત્ર-લેખનનું વિવેચન કરવામાં આવ્યું છે તથા સાતમા ઉદેશમાં વિવિધ પ્રકારની કામ-ક્રીડાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ સમાજશાસ્ત્ર :
આવશ્યક-નિર્યુક્તિમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના સમયની સામાજિક સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તે સમયના આહાર, શિલ્પ, કર્મ, લેખન, માનદંડ, પોત, ઇષશાસ્ત્ર, ઉપાસના, ચિકિત્સા, અર્થશાસ્ત્ર, યજ્ઞ, ઉત્સવ, વિવાહ વગેરે ચાલીસ સામાજિક વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચારાંગ-નિર્યુક્તિમાં મનુષ્ય-જાતિના સાત વર્ગો અને નવ વર્ણાન્તરોનો ઉલ્લેખ છે. બૃહત્કલ્પ-લઘુભાષ્યમાં પાંચ પ્રકારના સાર્થ, આઠ પ્રકારના સાર્થવાહ, આઠ પ્રકારના સાર્થવ્યવસ્થાપક, છ પ્રકારની આર્યજાતિઓ, છ પ્રકારના આર્યકુળો વગેરે સમાજશાસ્ત્ર સાથે સમ્બન્ધિત અનેક પ્રકારના વિષયોનું વર્ણન છે. આવશ્યકચૂર્ણિમાં આવશ્યક નિર્યુક્તિનું જ અનુસરણ કરતાં ઋષભદેવના જન્મ, વિવાહ, અપત્ય વગેરેના વર્ણનની સાથે-સાથે તત્કાલીન શિલ્પ, કર્મ, લેખ વગેરે પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. નિશીથ-વિશેષચૂર્ણિના નવમ ઉદેશમાં ત્રણ પ્રકારના અન્તઃપુરોનું વર્ણન છે. આ ચૂર્ણિના સોળમા ઉદેશમાં જુગુપ્સિત કુળોનું વર્ણન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org