________________
પ૪
આગમિક વ્યાખ્યાઓ નાગરિકશાસ્ત્ર :
બૃહત્કલ્પ-લઘુભાષ્યના પ્રથમ ઉદેશમાં ગ્રામ, નગર, ખેડ, કર્બટક, મડમ્બ, પત્તન, આકર, દ્રોણમુખ, નિગમ, રાજધાની વગેરેનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. શીલાંકાચાર્યવૃત આચારાંગ-વિવરણના પ્રથમ શ્રુતસ્કલ્પના અષ્ટમ અધ્યયનના ષષ્ઠ ઉદેશકમાં પણ આ જ પ્રકારનું વર્ણન છે. ભૂગોળ :
આવશ્યક-નિર્યુક્તિમાં ચોવીસ તીર્થંકરોના ભિક્ષાલાભના પ્રસંગમાં હસ્તિનાપુર વગેરે ચોવીસ નગરોનાં નામ ગણાવવામાં આવ્યા છે. પંચકલ્પ-મહાભાષ્યમાં ક્ષેત્રકલ્પની ચર્ચા કરતાં ભાષ્યકારે સાડા પચ્ચીસ આદેશો અને તેમની રાજધાનીઓનો નામોલ્લેખ કર્યો છે. નિશીથ-વિશેષચૂર્ણિના સોળમા ઉદેશમાં આદિશની સીમા આ મુજબ બતાવવામાં આવી છે : પૂર્વમાં મગધ, પશ્ચિમમાં ધૃણા, ઉત્તરમાં કુણાલા અને દક્ષિણમાં કૌશામ્બી. રાજનીતિ :
વ્યવહાર-ભાષ્યના પ્રથમ ઉદેશમાં રાજા, યુવરાજ, મહત્તરક, અમાત્ય, કુમાર, નિયતિક, રૂપયક્ષ વગેરેનાં સ્વરૂપ તથા કાર્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઐતિહાસિક ચરિત્રો:
આવશ્યકનિર્યુક્તિમાં ઋષભદેવ, મહાવીર, આર્ય રક્ષિત, સપ્ત નિહ્નવ, નાગદત્ત, મહાગિરિ, સ્થૂલભદ્ર, ધર્મઘોષ, સુરેન્દ્રદત્ત, ધન્વન્તરિ વૈદ્ય, કરકંડુ, પુષ્પભૂતિ વગેરેનાં ચરિત્ર પર સંક્ષિપ્ત સામગ્રી ઉપલબ્ધ છે. વિશેષાવશ્યકભાષ્યમાં આર્ય વજ, આર્ય રક્ષિત, પુષ્પમિત્ર, જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢભૂતિ, અશ્વમિત્ર, ગંગ, રોહગુપ્ત, ગોષ્ઠામાહિલ, શિવભૂતિ વગેરે અનેક ઐતિહાસિક પુરુષોનાં જીવનચરિત્ર પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. આવશ્યકચૂર્ણિમાં ભગવાન ઋષભદેવ તથા મહાવીર, ભરત અને બાહુબલિ, ગોશાલક, ચન્દનબાલા, આનન્દ, કામદેવ, શિવરાજર્ષિ, ગંગદત્ત, ઇલાપુત્ર, મેતાર્ય, કાલિકાચાર્ય, ચિલાતિપુત્ર, ધર્મરુચિ, તેટલીપુત્ર, અભયકુમાર, શ્રેણિક, ચેલણા, સુલસા, કોણિક, ચેટક, ઉદાયી, મહાપદ્મનન્દ, શકટાલ, વરરુચિ, સ્થૂલભદ્ર વગેરે અનેક ઐતિહાસિક વ્યક્તિઓ સમ્બન્ધિત આખ્યાનો છે. સંસ્કૃતિ અને સભ્યતા :
દશવૈકાલિક-નિર્યુક્તિમાં ધાન્ય તથા રત્નની ચોવીસ જાતિઓ ગણાવવામાં આવી છે. બૃહત્કલ્પ-લઘુભાષ્યના દ્વિતીય ઉદેશમાં જાંગિક વગેરે પાંચ પ્રકારનાં વસ્ત્રો તથા ઔર્ણિક વગેરે પાંચ પ્રકારના રજોહરણનું સ્વરૂપ દર્શવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org