________________
૫૦
જ્ઞાનવિમલસૂરિગ્રથિત પ્રશ્નવ્યાકરણ-સુખબોધિકાવૃત્તિ :
આ વૃત્તિ વિસ્તારમાં અભયદેવસૂરિકૃત પ્રશ્નવ્યાકરણ-વૃત્તિથી મોટી છે. વૃત્તિના પ્રારંભમાં આચાર્યે નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ-વિરચિત પ્રશ્નવ્યાકરણવૃત્તિની કૃતજ્ઞતા સ્વીકારી છે. વૃત્તિકાર જ્ઞાનવિમલસૂરિનું બીજું નામ નયવિમલણિ છે. તેઓ તપાગચ્છીય ધીરવિમલગણિના શિષ્ય છે. પ્રસ્તુત વૃત્તિના લેખનમાં કવિ સુખસાગરે વિશેષ સહાય કરી હતી. વૃત્તિનું ગ્રંથમાન ૭૫૦૦ શ્લોક-પ્રમાણ છે. તેનો રચના-કાળ વિ.સં.૧૭૯૩થી કેટલાક વર્ષ પૂર્વે છે. લક્ષ્મીવલ્લભગણિવિરચિત ઉત્તરાધ્યયનદીપિકા :
આગમિક વ્યાખ્યાઓ
દીપિકાકાર લક્ષ્મીવલ્લભગણિ ખરતરગચ્છીય લક્ષ્મીકીર્તિગણિના શિષ્ય છે. દીપિકા સરળ અને સુબોધ છે. તેમાં દૃષ્ટાન્તરૂપ અનેક સંસ્કૃત આખ્યાનો છે. દાનશેખરસૂરિસંકલિત ભગવતી-વિશેષપદવ્યાખ્યા :
આ વ્યાખ્યા પ્રાચીન ભગવતી-વૃત્તિના આધારે લખવામાં આવી છે. આમાં ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞસ્લમ)સૂત્રના કઠિન – દુર્ગ પદોનું વિવેચન કરવામાં આવ્યું છે. વ્યાખ્યાકાર દાનશેખરસૂરિ જિનમાણિક્યસૂરિના શિષ્ય અનન્તહંસગણિના શિષ્ય છે. પ્રસ્તુત વ્યાખ્યા તપાગચ્છનાયક લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય સુમતિસાધુસૂરિના શિષ્ય હેમવિમલસૂરિના સમયમાં સંકલિત કરવામાં આવી હતી.
સંઘવિજયગણિકૃત કલ્પસૂત્ર-કલ્પપ્રદીપિકા :
કલ્પસૂત્રની પ્રસ્તુત વૃત્તિ વિજયસેનસૂરિના શિષ્ય સંઘવિજયગણિએ વિ.સં.૧૬૭૪માં લખી. વિ.સં.૧૬૮૧માં કલ્યાણવિજયસૂરિના શિષ્ય ધનવિજયગણિએ તેનું સંશોધન કર્યું. વૃત્તિનું ગ્રંથમાન ૩૨૫૦ શ્લોક-પ્રમાણ છે. વિનયવિજયોપાધ્યાયવિહિત કલ્પસૂત્ર-સુબોધિકા :
આ વૃત્તિ તપાગચ્છીય કીર્તિવિજયગણિના શિષ્ય વિનયવિજય ઉપાધ્યાયે વિ.સં.૧૯૯૬માં લખી તથા ભાવવિજયે સંશોધિત કરી. આમાં ક્યાંક-ક્યાંક ધર્મસાગરગણિકૃત કિરણાવલી અને જયવિજયગણિકૃત દીપિકાનું ખંડન કરવામાં આવ્યું છે. ટીકાનું ગ્રંથમાન ૫૪૦૦ શ્લોક-પ્રમાણ છે.
સમયસુન્દરગણિવિરચિત કલ્પસૂત્ર-કલ્પલતા ઃ
આ વ્યાખ્યા ઉપર્યુક્ત દશવૈકાલિક-દીપિકાકાર ખરતરગચ્છીય સમયસુન્દરગણિની કૃતિ છે. તેનો રચના-કાળ વિ.સં.૧૬૯૯ની આસપાસ છે. વૃત્તિનું સંશોધન કરનાર હર્ષનંદન છે. તેનું ગ્રંથમાન ૭૭૦૦ શ્લોક-પ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org