________________
પ્રાસ્તાવિક
૪૫
લોપ થઈ ગયો હોય. મલયગિરિ વિરચિત વૃત્તિનું ગ્રન્થમાન પ૦૦ શ્લોકપ્રમાણ છે. જીવાભિગમવિવરણ :
આ ટીકા તૃતીય ઉપાંગ જીવાભિગમનાં પદોનાં વ્યાખ્યાન રૂપે છે. આમાં અનેક પ્રાચીન ગ્રન્થોનાં નામ અને ઉદ્ધરણો છે. તે જ રીતે કેટલાક ગ્રન્થકારોનો નામોલ્લેખ પણ છે. ઉલ્લિખિત ગ્રન્થો આ છે : ધર્મસંગ્રહણિ-ટીકા, પ્રજ્ઞાપનાટીકા, પ્રજ્ઞાપનામૂલટીકા, તત્ત્વાર્થ-મૂલટીકા, સિદ્ધપ્રામૃત, વિશેષણવતી, જીવાભિગમ-મૂલટીકા, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિસંગ્રહણી, ક્ષેત્રસમાસ-ટીકા, જમ્બુદ્વીપપ્રજ્ઞમિટીકા, કર્મપ્રકૃતિસંગ્રહણિ-ચૂર્ણિ, વસુદેવચરિત (વસુદેવહિણ્ડિ), જીવાભિગમચૂર્ણિ, ચન્દ્રપ્રજ્ઞમિ-ટીકા, સૂર્યપ્રજ્ઞપ્તિ-ટીકા, દેશીનામમાલા, સૂર્યપ્રજ્ઞપ્તિ-નિર્યુક્તિ, પંચવસ્તુક, હરિભદ્રકૃત તત્ત્વાર્થ-ટીકા, તત્ત્વાર્થ-ભાષ્ય, વિશેષાવશ્યકભાષ્ય-સ્વોપજ્ઞવૃત્તિ, પંચસંગ્રહ-ટીકા. પ્રસ્તુત વિવરણનું ગ્રન્થમાન ૧૬૦૦૦ શ્લોક-પ્રમાણ છે. વ્યવહારવિવરણ :
પ્રસ્તુત વિવરણ સૂત્ર, નિર્યુક્તિ અને ભાષ્ય પર છે. પ્રારંભમાં ટીકાકારે ભગવાન નેમિનાથ, પોતાના ગુરુદેવ અને વ્યવહારચૂર્ણિકારને સાદર નમસ્કાર કર્યા છે. વિવરણનું ગ્રન્થમાન ૩૪૬૨૫ શ્લોક-પ્રમાણ છે.
રાજપ્રશ્નીયવિવરણ
આ વિવરણ દ્વિતીય ઉપાંગ રાજપ્રશ્નીયના પદો પર છે. આમાં દેશીનામમાલા, જીવાભિગમ-મૂલટીકા વગેરેનાં ઉદ્ધરણો છે.
અનેક સ્થાનો પર સૂત્રોના વાચનાભેદ–પાઠભેદનો પણ ઉલ્લેખ છે. ટીકાનું ગ્રન્થમાન ૩૭૦૦ શ્લોક-પ્રમાણ છે.
પિણ્ડનિર્યુક્તિ-વૃત્તિ :
આ વૃત્તિ પિણ્ડનિર્યુક્તિ તથા તેના ભાષ્ય પર છે. આમાં અનેક સંસ્કૃત કથાનક છે. વૃત્તિના અંતમાં આચાર્યે પિણ્ડનિર્યુક્તિકાર દ્વાદશાંગવિદ્ ભદ્રબાહુ તથા પિણ્ડનિર્યુક્તિ-વિષમપદવૃત્તિકાર (આચાર્ય હરિભદ્ર તથા વીરગણિ)ને નમસ્કાર કર્યા છે. વૃત્તિનું ગ્રન્થમાન ૬૭૦૦ શ્લોક-પ્રમાણ છે.
આવશ્યકવિવરણ :
પ્રસ્તુત ટીકા આવશ્યક-નિર્યુક્તિ પર છે. આમાં અહીં-તહીં વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓ ઉદ્ધૃત કરવામાં આવી છે. વિવેચન ભાષા તથા શૈલી બંને દૃષ્ટિએ સરળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org