________________
આગમિક વ્યાખ્યાઓ છે. લોહકાર, કલાલ, ચર્મકાર વગેરે યાવત્રુથિક – જીવનપર્યન્ત જુગુમિસ છે. શ્રમણો માટે આર્યદેશમાં જ વિચરવાનું વિધાન કરતાં આચાર્ય આર્યદેશની સીમા આ મુજબ બતાવી છે : પૂર્વમાં મગધ, પશ્ચિમમાં પૂણા, ઉત્તરમાં કુણાલા અને દક્ષિણમાં કૌશામ્બી. અંતિમ ઉદેશ – વીસમા ઉદેશની વ્યાખ્યાના અંતે ચૂર્ણિકારના પૂરા નામ – જિનદાસગણિ મહત્તરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા પ્રસ્તુત ચૂર્ણિનું નામ વિશેષનિશીથચૂર્ણિ દર્શાવવામાં આવ્યું છે. પ્રસ્તુત ચૂર્ણિનું જૈન આચારશાસ્ત્રના વ્યાખ્યાગ્રંથોમાં એક વિશિષ્ટ સ્થાન છે. આમાં આચારના નિયમો સિવાય પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક તથા સામાજિક જીવન પર પ્રકાશ પાડનારી સામગ્રીની પણ પ્રચુરતા છે. અન્ય વ્યાખ્યાગ્રંથોની જેમ આમાં પણ અનેક કથાનકો ઉદ્ભત કરવામાં આવ્યા છે. આમાં ધૂર્તાખ્યાન, તરંગવતી, મલયવતી, મગધસેન, આર્ય કાલક તથા તેમની બહેન રૂપવતી તથા ઉજ્જયિનીના રાજા ગર્દભિલ્લ વગેરેના વૃત્તાન્ત ઉલ્લેખનીય છે. દશાશ્રુતસ્કલ્પચૂર્ણિ: - આ ચૂર્ણિ નિકુંજ્યનુસારી છે. વ્યાખ્યાનની શૈલી સરળ છે. મૂળ સૂત્રપાઠ તથા ચૂર્ણિસમ્મત પાઠમાં ક્યાંક-ક્યાંક થોડું અંતર છે. ક્યાંક-ક્યાંક સૂત્રોનો વિપર્યાસ પણ છે. બૃહત્કલ્પચૂર્ણિ
આ ચૂર્ણિ લઘુભાષ્યનું અનુસરણ કરે છે. આમાં પીઠિકા તથા છ ઉદેશ છે. આચાર્યું ક્યાંક-ક્યાંક દાર્શનિક ચર્ચા પણ કરી છે. એક સ્થળે વૃક્ષ શબ્દના છે ભાષાઓમાં પર્યાય આપવામાં આવ્યા છે. સંસ્કૃતમાં જે વૃક્ષ છે તે જ પ્રાકૃતમાં રુખ, મગધ દેશમાં ઓદણ, લાટમાં કૂર, દમિલમાં ચોર અને આંધ્રમાં ઇંડાકુ નામે પ્રસિદ્ધ છે. આમાં તત્ત્વાર્થાધિગમ, વિશેષાવશ્યક ભાષ્ય, કર્મપ્રકૃતિ, મહાકલ્પ, ગોવિન્દનિર્યુક્તિ આદિનો પણ ઉલ્લેખ છે. ચૂર્ણિના અંતે ચૂર્ણિકારના નામ વગેરેનો કોઈ ઉલ્લેખ નથી. ટીકાઓ અને ટીકાકાર :
જૈન આગમોની સંસ્કૃત વ્યાખ્યાઓનું પણ આગમિક સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સંસ્કૃતના પ્રભાવની વિશેષ વૃદ્ધિ થતી જોઈ જૈન આચાર્યોએ પણ પોતાના પ્રાચીનતમ સાહિત્ય આગમ-ગ્રંથો પર સંસ્કૃતમાં ટીકાઓ લખવાનું શરૂ કર્યું. આ ટીકાઓમાં પ્રાચીન નિર્યુક્તિઓ, ભાષ્યો તથા ચૂર્ણિઓની સામગ્રીનો તો ઉપયોગ થયો જ, સાથે સાથે જ ટીકાકારોએ નવા-નવા હેતુઓ તથા તર્કો દ્વારા તે સામગ્રીને પુષ્ટ પણ કરી. આગમિક સાહિત્ય પર પ્રાચીનતમ સંસ્કૃત ટીકા આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક ભાષ્યની સ્વોપજ્ઞવૃત્તિ છે. આ વૃત્તિ આચાર્ય જિનભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org