________________
પ્રાસ્તાવિક
૩૩ જેમ કે મરાઠીમાં સ્ત્રીને માઉગ્રામ કહે છે. મિથુનભાવ અથવા મિથુનકર્મને મૈથુન કહે છે : માતૃગ્રામના ત્રણ પ્રકાર છે : દિવ્ય, મનુષ્ય અને તિર્યચ. આમાંથી પ્રત્યેકના બે ભેદ છે : દેયુક્ત અને પ્રતિમાયુક્ત. દેહયુક્તના પુનઃ બે ભેદ છે : સજીવ અને નિર્જીવ. પ્રતિમાયુક્ત પણ બે પ્રકારનાં છે : સન્નિહિત અને અસન્નિહિત. કામીઓનાં પ્રેમપત્ર-લેખનનું વિવેચન કરતાં આચાર્યે દર્શાવ્યું છે કે લેખ બે પ્રકારના હોય છે : છન્ન – અપ્રકાશિત અને પ્રકટ – પ્રકાશિત. છન્ન લેખ ત્રણ પ્રકારનો છે : લિપિછત્ર, ભાષાછત્ર અને અર્થછત્ર. સાતમા ઉદેશની વ્યાખ્યામાં કુંડલ, ગુણ, મણિ, તુડિય, તિસરિય, વાલંભા, પલંબા, હાર, અર્થહાર, એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, પટ્ટ, મુકુટ વગેરે આભરણોનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એ જ રીતે આલિંગન, પરિધ્વજન, ચુંબન, છેદન અને વિચ્છેદનરૂપ કામ-ક્રીડાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આઠમા ઉદેશ સંબંધિત ચૂર્ણિમાં ઉદ્યાન, ઉદ્યાનગૃહ, ઉદ્યાનશાળા, નિર્માણ, નિર્માણગૃહ, નિયણિશાળા, અટ્ટ, અટ્ટાલક, ચરિકા, પ્રાકાર, દ્વાર, ગોપુર, દક, દકમાર્ગ, દકપથ, દકતીર, દકસ્થાન, શૂન્યગૃહ, શૂન્યશાળા, ભિન્નગૃહ, ભિન્નશાળા, કૂટાગાર, કોઠાગાર, તૃણગૃહ, તુણશાળા, તુષગૃહ, તુષશાળા, છૂસગૃહ, છુસશાળા, પર્યાયગૃહ, પર્યાયશાળા, કર્માન્તગૃહ, કર્માન્તશાળા, મહાગૃહ, મહાકુલ, ગોગૃહ, ગોશાળા વગેરેનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. નવમા ઉદેશની ચૂર્ણિમાં રાજાના અંતઃપુરમાં મુનિપ્રવેશનો નિષેધ કરતાં આચાર્યે ત્રણ પ્રકારનાં અંતઃપુરનું વર્ણન કર્યું છે : જીર્ણાન્તઃપુર, નવાન્તઃપુર અને કન્યકાન્તપુર. આ જ ઉદેશમાં કોઠાગાર, ભાંડાગાર, પાનાગાર, ક્ષીરગૃહ, ગંજશાળા, મહાનસશાળા વગેરેનું સ્વરૂપ પણ દર્શાવવામાં આવ્યું છે. અગિયારમાં ઉદ્દેશની વ્યાખ્યામાં અયોગ્ય દીક્ષાનો નિષેધ કરતાં આચાર્યે ૪૮ પ્રકારની વ્યક્તિઓને પ્રવ્રજ્યા માટે અયોગ્ય માની છે : ૧૮ પ્રકારના પુરુષ, ૨૦ પ્રકારની સ્ત્રીઓ અને ૧૦ પ્રકારના નપુંસક. આ જ પ્રસંગે આચાર્યે ૧૬ પ્રકારના રોગ તથા ૮ પ્રકારની વ્યાધિના નામ ગણાવ્યાં છે. શીધ્ર નષ્ટ થનાર વ્યાધિ તથા ઘણા સમય બાદ નષ્ટ થનાર રોગ કહેવાય છે. પંદરમા ઉદેશની વ્યાખ્યામાં ચાર પ્રકારના આમ્રનો ઉલ્લેખ છે : ઉસ્મૃતિમ, સંસેતિમ, ઉવષ્ણુડ અને પલિય. પલિય આમ્ર પુનઃ ચાર પ્રકારના છે : ઇંધનપલિય, ધૂમપલિય, ગંધપલિય અને વૃક્ષપલિય. સોળમા ઉદેશની ચૂર્ણિમાં ચૂર્ણિકારે પણ્યશાળા, ભંડશાળા, કર્મશાળા, પચનશાળા, ઇંધનશાળા અને વ્યધારણશાળાનું સ્વરૂપ દર્શાવ્યું છે. આ ઉદેશમાં જુગુપ્સિત કુળમાંથી આહારાદિના ગ્રહણનો નિષેધ કરતાં આચાર્યે દર્શાવ્યું છે કે જુગુણિત બે પ્રકારના છે : ઇત્વરિક અને યાવત્રુથિક. સૂતક વગેરેથી યુક્ત કુળ ઇત્વરિક – કેટલાક સમય માટે જુગુપ્તિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org