________________
૪૦
આગમિક વ્યાખ્યાઓ નિર્યુક્તિનું વ્યાખ્યાન છે. વચ્ચે-વચ્ચે અહીં-તહીં ભાષ્ય-ગાથાઓ પણ ઉદ્ધત છે. અનેક સ્થાનો પર પાઠાન્તરો પણ આપવામાં આવ્યા છે. પ્રસ્તુત ટીકામાં નિમ્નલિખિત ગ્રંથો તથા ગ્રંથકારોનાં નામ નિર્દિષ્ટ છે : વિશેષાવશ્યકભાષ્ય, ઉત્તરાધ્યયનચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ, સપ્તશતારનયચક્ર, નિશીથ, બૃહદારણ્યક, ઉત્તરાધ્યયનભાષ્ય,
સ્ત્રીનિર્વાણસૂત્ર, મહામતિ (જિનભદ્ર), ભર્તુહરિ, વાચક સિદ્ધસેન, અશ્વસેન વાચક, વાત્સ્યાયન, શિવશર્મનું, હારિલ વાચક, ગંધહસ્તિનું, જિનેન્દ્રબુદ્ધિ. દ્રોણસૂરિવિહિત ઓઘનિર્યુક્તિ-વૃત્તિ :
દ્રોણસૂરિ અથવા દ્રોણાચાર્ય પાટણ-જૈનસંઘના મુખ્ય અધિકારી હતા. તેઓ વિક્રમની અગિયારમી-બારમી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેમણે ઓઘનિર્યુક્તિ (લઘુભાષ્યસહિત) પર વૃત્તિ લખી હતી તથા અભયદેવસૂરિકૃત કેટલીય ટીકાઓનું સંશોધન કર્યું હતું.
દ્રોણાચાર્યકૃત ઓઘનિર્યુક્તિ-વૃત્તિની ભાષા સરળ અને શૈલી સુગમ છે. આચાર્ય મૂળ પદોના અર્થની સાથે સાથે જ તર્ગત વિષયનું પણ શંકા-સમાધાનપૂર્વક સંક્ષિપ્ત વિવેચન કર્યું છે. અહીં-તહીં પ્રાકૃત તથા સંસ્કૃત ઉદ્ધરણોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. વૃત્તિનું ગ્રંથમાન લગભગ ૭૦૦૦ શ્લોક-પ્રમાણ છે. અભયદેવસૂરિકૃત ટીકાઓ :
અભયદેવસૂરિ નવાંગીવૃત્તિકાર રૂપે પ્રસિદ્ધ છે. તેમણે નિમ્નોક્ત આગમો પર ટીકાઓ લખી છે : નવ અંગ – ૧. સ્થાનાંગ, ૨. સમવાયાંગ, ૩. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), ૪. જ્ઞાતાધર્મકથા, ૫. ઉપાસકદશા, ૬. અંતકૃદશા, ૭. અનુત્તરૌપપાતિક, ૮. પ્રશ્નવ્યાકરણ, ૯. વિપાક અને ૧૦. ઔપપાતિક ઉપાંગ. આ ઉપરાંત પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી, પંચાશકવૃત્તિ, જયતિહુઅણસ્તોત્ર, પંચનિર્ચન્દી અને સપ્તતિકાભાષ્ય પણ તેમની જ કૃતિઓ છે. આ બધી રચનાઓનું ગ્રંથમાન લગભગ ૬૦૦૦૦ શ્લોકપ્રમાણ છે. અભયદેવકૃત ટીકાઓ શબ્દાર્થપ્રધાન હોવા છતાં પણ વસ્તુવિધાનની દૃષ્ટિએ પણ ઉપયોગી છે. તેમની બધી ટીકાઓ પ્રકાશિત થઈ ચૂકી છે.
અભયદેવસૂરિ, જેમનું બાલ્યકાળનું નામ અભયકુમાર હતું, ધારાનિવાસી શેઠ ધનદેવના પુત્ર હતા. તેમને વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિએ દીક્ષિત કર્યા હતા. યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી તેમને આચાર્યપદવી પ્રદાન કરવામાં આવી. વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી ધવલક – ધોળકા નગરમાં પણ રહ્યા, જ્યાં તેમને રક્તવિકારની બીમારી થઈ જે કેટલાક સમય બાદ શાંત થઈ ગઈ. અભયદેવનો જન્મ અનુમાને વિ.સં. ૧૦૮૮, દીક્ષા વિ.સં. ૧૧૦૪, વિદ્યાભ્યાસ વિ.સં. ૧૧૦૪થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org