________________
૩૮
આગમિક વ્યાખ્યાઓ વિશેષાવશ્યકભાષ્ય-સ્વોપજ્ઞવૃત્તિનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત વિવરણનું ગ્રંથમાન ૧૩૭૦૦ શ્લોકપ્રમાણ છે. આચાર્ય ગંધહસ્તિકૃત શસ્ત્રપરિજ્ઞાવિવરણ :
આચાર્ય ગંધહસ્તિએ આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કન્ધના પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞા પર જે વિવરણ લખ્યું હતું તે અનુપલબ્ધ છે. આચાર્ય શીલાંકે પોતાની કૃતિ આચારાંગવિવરણના પ્રારંભમાં ગંધહસ્તિકૃત પ્રસ્તુત વિવરણનો ઉલ્લેખ કર્યો છે તથા તેને અતિ કઠિન બતાવ્યું છે. પ્રસ્તુત ગંધહસ્તી તથા તત્ત્વાર્થભાષ્ય પર બૃહદુવૃત્તિ લખનાર સિદ્ધસેન એક જ વ્યક્તિ છે. તેમના ગુરુનું નામ ભાસ્વામી છે. તેમનો સમય વિક્રમની સાતમી અને નવમી સદીની વચ્ચે ક્યાંક છે. તેમણે પોતાની તત્ત્વાર્થભાષ્ય-બૃહદ્રવૃત્તિમાં વસુબંધુ, ધર્મકીર્તિ વગેરે બૌદ્ધ વિદ્વાનોનો ઉલ્લેખ કર્યો છે જે સાતમી સદી પહેલાંના નથી. બીજી બાજુ આચાર્ય શીલાંકે ગંધહસ્તીનો ઉલ્લેખ કર્યો છે. શીલાંક નવમી સદીના ટીકાકાર છે. શીલાંકાચાર્યકૃત ટીકાઓ :
આચાર્ય શીલાંકના વિષયમાં કહેવાય છે કે તેમણે પ્રથમ નવ અંગો પર ટીકાઓ લખી હતી. વર્તમાનમાં તેમની માત્ર બે ટીકાઓ ઉપલબ્ધ છે : આચારાંગવિવરણ અને સૂત્રકૃતાંગવિવરણ. તેમણે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) વગેરે પર પણ ટીકાઓ જરૂર લખી હશે, જે અભયદેવસૂરિકૃત વ્યાખ્યાપ્રજ્ઞપ્રિવૃત્તિથી ફલિત થાય છે. આચાર્ય શીલાંક, જેમને શીલાચાર્ય તથા તત્ત્વાદિત્ય પણ કહેવામાં આવે છે, વિક્રમની નવમી-દસમી સદીમાં વિદ્યમાન હતા. આચારાંગવિવરણઃ
આ વિવરણ આચારાંગના મૂલપાઠ તથા તેની નિયુક્તિ પર છે. વિવરણ શબ્દાર્થ સુધી જ સીમિત નથી. આમાં પ્રત્યેક સમ્બદ્ધ વિષયનું સુવિસ્તૃત વ્યાખ્યાન છે. અહીં-તહીં પ્રાકૃત તથા સંસ્કૃત ઉદ્ધરણો પણ છે. પ્રારંભમાં આચાર્યે ગંધહસ્તિકૃત શસ્ત્રપરિજ્ઞા-વિવરણનો ઉલ્લેખ કર્યો છે તથા તેને કઠિન બતાવતાં આચારાંગ પર સુબોધ વિવરણ લખવાનો સંકલ્પ કર્યો છે. પ્રથમ શ્રુતસ્કન્ધના છઠ્ઠા અધ્યયનની વ્યાખ્યાના અંતમાં વિવરણકારે બતાવ્યું છે કે મહાપરિજ્ઞા નામના સાતમા અધ્યયનનો વ્યવચ્છેદ થઈ જવાને કારણે તેનું અતિલંઘન કરીને આઠમા અધ્યયનનું વ્યાખ્યાન શરૂ કરવામાં આવે છે. આઠમા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશકના વિવરણમાં ગ્રામ, નકર (નગર), ખેટ, કર્બટ, મડમ્બ, પત્તન, દ્રોણમુખ, આકર, આશ્રમ, સન્નિવેશ, નૈગમ, રાજધાની વગેરેનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. કાનનદ્વીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org