________________
પ્રાસ્તાવિક
39 દૃષ્ટિનો પ્રભાવ પણ જોવા મળે છે. પાંચમા અધ્યયનની વૃત્તિમાં આહારવિષયક મૂલ ગાથાઓનું વ્યાખ્યાન કરતાં વૃત્તિકારે અસ્થિ વગેરે પદોનો માંસપરક તથા ફળપરક બંને પ્રકારનો અર્થ કર્યો છે. પ્રજ્ઞાપના-પ્રદેશવ્યાખ્યા :
આ વૃત્તિ પ્રજ્ઞાપના સૂત્રના પદો પર છે. આમાં વૃત્તિકારે આવશ્યકટીકા અને આચાર્ય વાદિમુખ્યનો નામોલ્લેખ કર્યો છે. વૃત્તિ સંક્ષિપ્ત તથા સરળ છે. આમાં અહીંતહીં સંસ્કૃત તથા પ્રાકૃત ઉદ્ધરણો પણ છે. આવશ્યકવૃત્તિ:
આ વૃત્તિ આવશ્યકનિયુક્તિ પર છે. અહીં-તહીં ભાષ્ય ગાથાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વૃત્તિમાં આવશ્યકચૂર્ણિનું પદાનુસરણ ન કરતાં સ્વતંત્ર રીતે વિષય-વિવેચન કરવામાં આવ્યું છે. આ વૃત્તિ જોવાથી પ્રતીત થાય છે કે આવશ્યકસૂત્ર પર આચાર્ય હરિભદ્ર બે ટીકાઓ લખી છે. ઉપલબ્ધ ટીકા અનુપલબ્ધ ટીકાથી પ્રમાણમાં નાની છે. પ્રસ્તુત ટીકામાં વૃત્તિકારે વાદિમુખ્યકૃત કેટલોક સંસ્કૃત શ્લોક પણ ઉદ્ભત કર્યા છે. ક્યાંક-ક્યાંક નિર્યુક્તિના પાઠાંતર પણ આપ્યાં છે. આમાં પણ દષ્ટાંતરૂપ તથા અન્ય કથાનકો પ્રાકૃતમાં જ છે. વૃત્તિનું નામ શિષ્યહિતા છે. આનું ગ્રન્થમાન ૨૨૦૦૦ શ્લોકપ્રમાણ છે. કોટ્યાચાર્યવિહિત વિશેષાવશ્યકભાષ્યવિવરણ:
કોટ્યાચાર્યે પોતાની પ્રસ્તુત ટીકામાં આચાર્ય હરિભદ્ર અથવા તેમની કોઈ કૃતિનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આનાથી એ અનુમાન કરી શકાય છે કે કોટ્યાચાર્ય સંભવત: હરિભદ્રના પૂર્વવર્તી અથવા સમકાલીન છે. પ્રસ્તુત વિવરણમાં ટીકાકારે આવશ્યકની મૂલટીકાનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે. આ મૂલટીકા તેમના પૂર્વવર્તી આચાર્ય જિનભટની છે. મલધારી હેમચન્દ્રસૂરિએ પોતાની કૃતિ વિશેષાવશ્યકભાષ્યબ્રહવૃત્તિમાં કોટ્યાચાર્યનો એક પ્રાચીન ટીકાકાર રૂપે ઉલ્લેખ કર્યો છે. આનાથી પણ એ સિદ્ધ થાય છે કે કોટ્યાચાર્ય ખૂબ જૂના ટીકાકાર છે. શીલાંકાચાર્ય અને કોટ્યાચાર્યને એક જ વ્યક્તિ માનવાનું યુક્તિયુક્ત પ્રતીત નથી થતું. આચાર્ય શીલાંકનો સમય વિક્રમની નવમી-દસમી સદી છે, જયારે કોટ્યાચાર્યનો સમય ઉપર્યુક્ત દષ્ટિએ આઠમી સદી સિદ્ધ થાય છે.
કોટ્યાચાર્યકૃત વિશેષાવશ્યકભાષ્યવિવરણ ન તો અતિ સંક્ષિપ્ત છે, ન અતિ વિસ્તૃત. આમાં ઉદ્ધત કથાનકો પ્રાકૃતમાં છે. ક્યાંક-ક્યાંક પદ્યાત્મક કથાનકો પણ છે. અહીં-તહીં પાઠાન્તરં પણ આપવામાં આવ્યા છે. વિવરણકારે આચાર્ય જિનભદ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org